દીકરીના લગ્નના દિવસે જ થયું માં નું મૃત્યુ, પછી નાની બહેને જે કર્યું એ જાણીને સૌ કોઈ કરે છે સલામ

0

ભારત દેશમાં છોકરાઓને વધુ મહત્વ આપવામાં આવે છે, પછી એ છોકરીના લગ્ન હોય, કે માતા-પિતાની અંતિમ યાત્રા હોય કે તેમના ઘડપણમાં તેમનો સહારો બનવાની વાત, બધું જ છોકરાઓ કરે છે. પરંતુ જયારે એક છોકરી છોકરાની ફરજો પૂરી કરે છે ત્યારે આખી દુનિયા તેમની લાગણીઓને સલામ કરે છે. આજે એવી જ એક ઘટના વિશે વાત કરીશું કે જ્યા એક મા પોતાની મોટી દીકરી આંચલના લગ્નનું સપનું પૂરું કરતા પહેલા જ દુનિયાથી જતી રહી ત્યારે તેની બીજી દીકરીએ જ માનું આ સપનું પૂરું કર્યું અને સાથે જ એક ભાઈની ફરજ પણ પૂરી કરી રહી છે. દીકરીના લગ્ન દિવસે જ થયું માનું મૃત્યુ, એ પછી જે થયું એ જાણીને તમારી આંખો ભીની થઇ જશે…

દીકરીના લગ્નના દિવસે જ થયું માનું મૃત્યુ 

રાજસ્થાનના શ્રીગંગનગરના રામસિંહપુરના નિવાસી વેદ પ્રકાશ બાઘલાની બે દીકરીઓ છે. મોટી દીકરી આંચલના લગ્ન 9 ફેબ્રુઆરીની રાતે હતા, આ દરમ્યાન આંચલની માતા સુનીતાની તબિયત અચાનક જ ખરાબ થઇ અને તેમને નજીકના જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીપી ઓછું થઇ જવાને કારણે તેની હાલત નાજુક હતી અને પછી તેમનું મૃત્યુ થઇ ગયું. એ જ સમયે તેમની દીકરી મંડપમાં ફેરા લઈને પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી હતી.

આ ઘટના વેદપ્રકાશે ઘરમાં કોઈને જણાવી ન હતી અને ફક્ત 4-5 જણા જ આ વાત વિશે જાણતા હતા. આંચલ પોતાની માના નિધનથી અજાણ અને પોતના સુખી જીવનની કલ્પના કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં નાની દીકરી અંજલિએ પોતાની બહેનના લગ્નની જવાબદારી ઉઠાવી અને પોતાના દુઃખને અંદર દબાવીને આંસુઓ સાથે પોતાની બહેનના સાસરાંવાળાઓ સામે લગ્નની દરેક રસમો નિભાવી રહી હતી.

દીકરીઓ સમજે છે જવાબદારીઓ 

સ્ટેજ પર જયમાલાનું આયોજન થયું અને ફેરાઓ સમયે અંજલિએ કન્યાદાન પણ કર્યું. આટલું જ નહિ, પણ રાતભર બહેનની ખુશીઓમાં સામેલ થઈને સવારે બહેનની ડોલીને પણ પોતે ઉઠાવી હતી. વિદાયના થોડા જ સમય બાદ તેમની માનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચ્યો અને આખા ઘર પર દુઃખોનો પહાડ પડ્યો. સાંજે આ જ દીકરીએ પોતાની માતાના મૃતદેહને ખભો પણ આપ્યો.

જે રીતે અંજલિએ પોતાની માતાના મૃત્યુના સમાચાર દિલમાં જ દબાવીને પોતાની બહેનના લગ્ન કરાવ્યા, કન્યાદાન કર્યું, વિદાઈ આપી અને સાંજે પોતાની માતાને ખભો પણ આપ્યો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જેટલી જવાબદારી દીકરીઓ સમજે છે અને નિભાવે છે એટલી એક દીકરો કદાચ જ કરી શકે. દરેકે આ વાત સમજવી જોઈએ કે તમે તમારા બાળકોને જે સંસ્કાર આપો છે, તો તેઓ તમને ગર્વ મહેસૂસ કરાવશે જ…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here