યોગિની એકાદશી આ 9 માંથી કોઈ 1 ઉપાય કરો સફળતાની સાથે ધનપ્રાપ્તિ પણ થશે…

0

હિન્દુ ધર્મમાં યોગિની એકાદશીનું વિશેષ મહત્વ છે આ ફળ તેમજ પુણ્યદાયી પણ છે આ વ્રત અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે. આ વ્રત આ વખતે 9 જુલાઈ આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

ચાલો જોઈએ યોગિની એકાદશી પર ખાસ ઉપાયો…1) યોગિની એકાદશી ને સૈની એકાદશી પણ કહેવામાં આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તેમની કૃપા મેળવવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને નાવા ના પાણીમાં એક એક ઠાકોર આમળાનો રસ નાખીને સ્નાન કરવાથી તમને દરેક પાપમાંથી મુક્તિ મળશે.

2) સ્થાન કર્યા પછી પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા તેમ જ ભગવાનને પણ પીળા કલરના વસ્ત્ર પહેરવા. ત્યારબાદ પીળા કલરના ફળ તેમજ મિઠાઇનો ભોગ લગાડો. અને પીળા ફુલ અર્પણ કરવા. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
3) પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુ અભિષેક કરવો ન બોલો તેના માટે આપણે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને સ્થાન કરાવો. ત્યાર પછી પંચામૃતથી અભિષેક કરવો. આવું કરવાથી લક્ષ્મીજીનું ઘરમાં આગમન થશે અને તમારે ધનની ખોટ ક્યારે પણ નહીં પડે.

4) યોગિની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ મા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો. જેથી ભગવાન પ્રસન્ન થશે ચડાવતી વખતે તેમાં તુલસીના પાન અવશ્ય મૂકવા. કારણકે તુલસીના પાન વગર ભોગ અધૂરો છે. આવું કરવાથી આપણા જીવનમાં ખુશી અને મીઠાશ ભરી જશે.
5) પૂજા કરતી વખતે ભગવાન ના સિંહાસન પર 5,11,21 તેમજ તમને યોગ્ય લાગે તેવી દક્ષિણા મૂકવી. પછી આરતી કરવી. એકાદશીના બીજા દિવસે સ્નાન કર્યા પછી જે દક્ષિણા તમે સિંહાસન પર મૂકી હોય તે દક્ષિણ તમારા અથવા તિજોરીમાં રાખવી. તેની સાથે તમારે થોડા ચોખાના દાણા પણ રાખવા એવું કરવાથી તમારા ઘરમાં હંમેશા ધન ભર્યુ રહેશે.

6) યોગિની એકાદશી ના દિવસે બ્રાહ્મણો તેમજ ગરીબ જરૂરમંદ લોકોને પીડી ખીર ,હલવો અથવા ભોજન કરાવો. તેમને પીળુ અનાજ દાન કરવો તેમજ દક્ષિણા આપવી જેથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારી ઉપર રહેશે અને દરેક ક્ષેત્રમાં કામયાબી મળશે. 7) આ દિવસે ભગવાન વિષ્ણુ જેની પૂજા કર્યા બાદ તુલસીજી પર ગંગાજળ ચઢાવો આ સમય દરમ્યાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો. આ મંત્ર જાપ 11, 21 ,51 વાર કરવો. જળ અર્પણ કર્યા પછી તુલસીજીને 7 અથવા 11 પરિક્રમાં કરવી .આ સમય દરમ્યાન તમારા મનની ઈચ્છા પ્રગટ કરવી.

8) એકાદશીના દિવસે પીપળના વૃક્ષ પણ ગળયુ જળ ચઢાવો. આ બનાવવા માટે એક તાંબાના લોટામાં જળ તેમાં થોડી ખાંડ નાંખવી. તેમજ સંધ્યાકાળના સમયે પીપળના વૃક્ષ નીચે દીપક પ્રગટાવો. જેથી તમને કરજમાંથી મુક્તિ મળશે અને શત્રુઓથી રક્ષા મળશે.

9) શાસ્ત્રો અનુસાર આ ત્રણ લોકમાં સુખ આપનારુ છે. આ દિવસે નિષ્ઠાથી વ્રત રાખીને અને તેમજ ગરીબોને દાન કરવાથી પ્રસન્ન થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!