આ નાની અભિનેત્રી છે કરોડોની માલકીન, જાણો તેની લક્ઝ્રરિયસ લાઈફ વિશે…..

0

કહેવાય છે ને કે સફળતા ઉંમરને જોઈને નથી આવતી, કદાચ એટલા માટે જ નાની ઉંમરના બાળકો સારા સારા લોકોને હેરાન કરી દેતા હોય છે. તેઓની કલાકારીમાં એટલું ટેલેન્ટ હોય છે કે હર કોઈ નું દિલ જીતી લેતા હોય છે. એવી જ એક બાળ કલાકાર આ સમયે સ્ટાર પ્લસની ફેમસ સિરિયલ ‘યે હૈ મોહાબ્બતે’ ની રુહાનીકા ધવન સામેં આવી રહી છે. રુહી હાલના સમયે પીહુંના કિરદારમાં લીડ રોલ કરી રહી છે, જેમાં એક માસુમ બાળકીની કહાની છે જેણે નાની એવી ઉંમરમાં પોતાની અદાકારી અને કામિયાબી થી દરેક ને હેરાન કરી દીધા છે.આ શો ના લીડ રોલ દિવ્યાંકા ત્રિપાઠી ને જેટલી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે કદાચ એટલો પ્રેમ અન્ય કોઈ ને મળી શક્યો હોય, સાથે જ આ શો ના બાકીના કલાકાર પણ લોકપ્રિયતાના મામલામાં હર કોઈને પાછળ છોડી ચુક્યા છે.
આજે અમે તમને આ શો ની ચાઈલ્ડ આર્ટિસ્ટ રુહાનીકા ધવનની લાઈફસ્ટાઇલ વિશે જણાવીશું, જેણે પોતાની માસુમિયત અદાકારીથી દરેકના દિલ જીતી લીધા છે. તમને એ જાણીને હેરાની લાગશે કે રુહાનીકા ભલે શો માં એક સુલજાયેલી બાળકીનો રોલ પ્લે કરી રહી હોય પણ રિયલ લાઈફમાં તે ખુબ જ કુલ અને ફન લવિંગ કિડ છે. રુહાનીકા ધવન જે માત્ર 10 વર્ષની ઉંમરમાં જ આટલી લોકપ્રિય બની ચુકી છે કે તેના ઈનસ્ટાગ્રામ પર હાલ 1.4 મિલિયન ફોલોઅર્સ છે જેનાથી તમે તેની લોકપ્રિયતાનો અંદાજો આસાનીથી લગાવી શકો છો.

રુહાનીકા ની લાઈફ સ્ટાઇલ:રુહાનીકા જે ખુબ લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી છે અને હાલના સમયે તેની નેટવર્થ 1 મિલિયન ડોલર એટલે કે 6.5 કરોડ રૂપિયા છે. જયારે પણ તે શૂટિંગ માટે આવે છે ત્યારે તેની પાસે 50 લાખના કિંમતની ઓડી A4 કાર સાથે આવે છે. સાથે જ રુહાનીકા ખુદના પૈસા થી ખરીદેલા 3BHK ફ્લેટમાં ફેમિલી સાથે રહે છે.
સિરિયલની શૂટિંગ માટે રુહાનીકા સ્કૂલ પછી તરત આવે છે. સાંજ 5 થી રાતના 9 સુધી રુહાનીકાની શૂટિંગ હોય છે અને બાકીનો સમય તે પોતાના અભ્યાસમાં વિતાવે છે. મલ્ટી ટૅલન્ટેડ રુહાનીકાને ‘ઝલક દિખલા જા સીઝન-9’ માં વાઈલ્ડ કાર્ડ દ્વારા પાર્ટિસિપેટ પણ કર્યું છે. એક ઇન્ટરવ્યૂ માં તેણે જણાવ્યું હતું કે તેને અભ્યાસ કરવામાં પણ ખુબ જ દિલચસ્પી છે અને તેને મેથ્સ, આર્ટ્સ, સાઇન્સ જેવા સબ્જેક્ટ્સ ખુબ જ પસંદ છે. પોતાના ફ્યુચરને લઈને અત્યારથી રુહાનીકા ખુબ જ ફોકસ કરે છે અને તે એક્ટિંગની સાથે-સાથે ખુબ અભ્યાસ કરવા પણ માગે છે.

કમાલ ના એક્પ્રેસન, કમાલની માસુમિયત, અને કમાલની અદાકારી. માટે જયારે જયારે તે સ્ક્રીન પર આવે છે તો કરોડો દર્શકોને પોતાના બનાવી ને જ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here