’यात्रीगृण कृपया ध्यान दें’, આ લાઈન તો તમે સ્ટેશન પર ઘણીવાર સાંભળી હશે, પણ શું તમે જાણો છો તેની પાછળ કોનો છે આ અવાજ….જાણો ક્લિક કરીને

0

‘यात्रीगृण कृपया ध्यान दें’

બચપનથી લઈને આજસુધી આપણે ન જાને કેટલી વાર રેલ યાત્રા કરી હશે. તે સમયે તમે મજા પણ ખુબ કરી હશે. યાત્રાનાં સમયે તમને અલગ-અલગ અનુભવ પણ થયા હશે. જો કે રેલની સફર કરાવાના સમયે આપણે ઘણી ચીજો પર ધ્યાન આપતા હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય પ્લેટફોર્મ પર સાંભળવામાં આવતા અવાજ પર ક્યારેય પણ ધ્યાન આપ્યું છે?

અમે વાત કરી રહ્યા છીએ અનાઉન્સ કરનારી તે લેડી વિશે, જે હંમેશા સ્ટેશન પર આપણને કહેતી હોય છે કે, ‘यात्रीगण कृपया ध्यान दें’. યાત્રાનાં સમયે આ એક જ એવો અવાજ છે જે હર સમયે આપણા કાનમાં ગુંજ્યા કરતો હોય છે. આખરે કોણ છે તે મહિલા જે સાલોથી પોતાના મધુર અવાજની મદદથી, લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

મળો ‘સરલા ચૌધરી’ ને જે આગળના 20 વર્ષથી પણ વધુ સમયથી રેલ્વેમાં અનાઉન્સ કરી રહી છે. વર્ષ 1982 માં સરલાએ રેલ્વેમાં અનાઉન્સર પદ માટે ટેસ્ટ આપી હતી. ટેસ્ટમાં સફળ થયા બાદ તેણે ત્યાં દિહાડી અનાઉન્સર નાં તૌર પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. કામ પ્રતિ સરલા રૂચી, મેહનત અને લગન જોતા, વર્ષ 1986 માં રેલ્વેને તેમને અનાઉન્સર પોસ્ટ માટે પરમેનેન્ટ કરવાનો નિર્ણય કરી લીધો હતો.

એક મહિલા હોવાના નાતે સરલા માટે આ કામ આસાન ન હતું, પણ છતાં પણ તેણે પોતાના કામને પૂરી ઈમાનદારીથી નિભાવ્યું હતું. એક ઇન્ટરવ્યુના સમયે તેણે જણાવ્યું કે, ‘તે સમયે કોમ્પ્યુટર ન હતા, માટે અલગ-અલગ સ્ટેશન પર જઈને એનાઉન્સ કરવું પડતું હતું. એક એનાઉન્સમેન્ટને રેકોર્ડ કરવામાં કમસે કમ 3 થી 4 દિવસનો સમય લાગતો હતો. તેની સાથે જ રેકોર્ડીંગ અલગ-અલગ ભાષાઓમાં થતી હતી’.

રીપોર્ટના આધારે, બાદમાં રેલ્વે સ્ટેશનનાં દરેક અનાઉંસમેન્ટ ની જવાબદારી ટ્રેઈન મેનજમેન્ટ સીસ્ટમને સોંપી દેવામાં આવી હતી. તેની સાથે જ Stand By પર સરલાનો અવાજ મેનેજમેન્ટ વિભાગે કન્ટ્રોલ રૂમ વડે સેવ કરી લીધો. જો કે અમુક કારણોને લીધે સરલા 12 વર્ષ પહેલા જ આ કામથી રીટાયર્ડ થઇ ચુકી છે અને હાલ તે OHE વિભાગમાં કાર્યાલય અધીક્ષકના રૂપમાં કાર્યરત છે.

સરલાનું કહેવું છે કે, તેને ખુબ ખુશી મળે છે કે જયારે લોકો તેને જોયા વગર જ તેના અવાજની પ્રશંશા કરે છે. આજે પણ રેલ્વે સ્ટેશન પર ખુદનો અવાજ સાંભળીને તેને ખુબ જ ખુશી મળે છે.

તો કેવું લાગ્યું તમને સાલોથી પ્લેટફોર્મ પર ગુંજતા આ અવાજ વિશે જાણીને, સાથે જ આ જાણકારી તમાંરા અન્ય નજદીકી લોકોને પણ આપો..

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.