આખરે કોણ છે યમરાજ ને કેવી રીતે ચલાવે છે તે તેમનું સામ્રાજ્ય , જાણો દિલચસ્પ વાતો …

0

આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવા મહિનાના 16 દિવસો પિતૃ તર્પણના દિવસો હોય છે. એ સમયે જે પરિવારમાં પોતાના પરિવારજનો મૃત્યુ પામ્યા હોય એ પાછા 16 દિવસ માટે ધરતી પર પાછા આવે છે એવી માન્યતા છે. અને દિવસોમાં પોતાના પરિવારના જીવીત લોકો પિતરુને ખુશ કરવા માટે અને તેમના આત્માની શાંતિ માટે શ્રદ્ધા પૂર્વક પિતૃ તર્પણનું કાર્ય પણ કરે છે. અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પિતૃઓની આત્મા જે જગ્યાએ વાસ કરે છે તેને મૃત્યુ લોક કહેવામા આવે છે. અને મૃત્યુ લોકના રાજા ખુદ યમરાજ છે. ગરુડ પુરાણમાં, યમરાજનું સામ્રાજ્ય અને આત્મા યમાલોકમાં કેવી રીતે રહે છે તે વિગતવાર સમજાવ્યૂ છે.

કેવો હોય છે યમલોક :
ગરુડ પુરાણમાં મૃત્યુ પછી શું થાય છે તેની બધી જ હકીકતો વિગતવાર બતાવવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર, યમ રાજના મહેલને કાલિત્રી મહલ કહેવામાં આવે છે અને તેના સિંહાસનને વિચાર-ભૂ કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં તેનો ઉલ્લેખ છે કે યમલોક આશરે પૃથવી લોકથી 86,000 યોજનએટ્લે કે, 12 લાખ કિ.મી. દૂર છે. યમલોક વિશે એવું કહેવામાં આવે છે કે તે બહુ ડરામણી જગ્યા છે. અહીં, જીવોને વિવિધ વેદના આપવામાં આવે છે.

યમાલોકમાં 4 દરવાજા ખુલ્લા હોય છે :
ગરુડ પુરાણમાં, યમલોકમાં ચાર દરવાજા છે. ફક્ત સંતો અને પવિત્ર લોકો પૂર્વ દ્વારથી થી પ્રવેશ મેળવતા હોય છે જ્યારે પાપીઓ દતક્ષિણ દ્વારથી પ્રવેશ કરે છે, જેને યમાલોકમાં યાતનાઓ ભોગવવી પડતી હોય છે. તેમજ સંત પુરુષો અને દાન આપનાર આત્માને પશ્ચિમ દ્વારમાંથી પ્રવેશ મેળવે છે.

કોણ હોય છે યમલોકના સેવક
યમરાજ અને યમલોકની સેવા કરનાર યમુદૂત તરીકે ઓળખાય છે. દ્વારપાલને ધર્મધ્વજ કહેવામાં આવે છે. ઋગવેદમાં, કબૂતરો અને ઘુવડો યમરાજના સંદેશવાહક હોવાનું કહેવાય છે. ગરુડ પુરાણમાં, કાગને યમનો સંદેશ વાહક કહેવામાં આવે છે. યાલામોકના પ્રવેશદ્વાર પર બે મોટા કૂતરાઓ રક્ષક છે.

યમરાજ સલાહકારોની લે છે સલાહ :
યલામૉકનું ભવન દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું છે. યમરાજ સજા કરતા પહેલાં ઘણા સલાહકારો પાસેથી સલાહ લે છે. યમરાજની બેઠકમાં ઘણા ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ સલાહકારની ભૂમિકા ભજવે છે.

આત્માઓને આ સ્થાન,પરથી મળે છે તર્પણનો લાભ
યમલોકમાં પુષ્પોદક નામની નદી છે, જેમાં શીતલ અને સુગંધિત પાણી વહે છે. આ નદીમાં અપ્સરાઓ સ્નાન કરતી રહે છે. મૃત્યુ પછી આત્માઓ થોડા સમય માટે આ સ્થળે આરામ કરે છે. આ સ્થાન પોતાના પરિવારજનો દ્વારા કરેલ પિંડદાન આત્માને મળે છે. અને આત્માને તૃપ્તિ મળે છે.

ચિત્રગુપ્ત છે યમરાજનો સહાયક ;
ગરુડ પુરાણ મુજબ, યમલોકમાં મોટા અટાલિકાઈ અને રાજમાર્ગો છે. યમલૉકમાં યમરાજના સહાયક ચિત્રગુપ્તનો મહેલ પણ છે. યમરાજા વિચાર-ભૂ નામના સિંહાસન પર બેસે છે. આત્માના લેખાં જોખાં ચિત્તગુપ્ત કરે છે. યમ એ મૃત્યુનો દેવ છે. યમરાજના પિતા સૂર્ય દેવ અને માતાનું સંજ્ઞા છે. યમરાજની બહેન યમુના છે અને તેમનું વાહન ભેંસ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here