દુશ્મનની ધરતી પર હીરોની જેમ સવારી હતી વીર કમાન્ડર અભિનંદનની… આખરે ભારતની ધરતી પર આવ્યા અભિનંદન… સ્વાગતમાં દિવાના થયા લોકો

0

કરોડો દેશવાસીઓની રાહ હવે ખતમ થઇ છે, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સકુશળ પરત ફરી ચુક્યા છે. અટારી બોર્ડર પર તેમનું જોર-શોરથી સ્વાગત થઇ રહ્યું છે. હજુ દસ્તાવેજી કામકાજ ચાલી રહયા છે. અનુમાન છે કે અડધો કલાકમાં જ અભિનંદન અટારીથી દિલ્હી માટે રવાના થઇ શકે છે. પાકિસ્તાન તરફથી બીટિંગ રિટ્રીટ સેરેમની થવાના કારણે તેમને આવતા મોડું થઇ ગયું.

તેમના સ્વાગત માટે વાઘા બોર્ડર પર સેંકડો લોકો હજાર રહયા હતા. લોકોએ તિરંગો લહેરાવીને અભિનંદનને સ્વાગત કર્યું. અભિનંદનના માતા-પિતા પણ અટારી બોર્ડર પર પોતાના દીકરાં સ્વાગત માટે પહોંચ્યા છે. પાકિસ્તાને અભિનંદનને ભારતને સોંપ્યા છે. આ મુદ્દે હવે થોડીવારમાં વાયુસેના પ્રેસકોન્ફરન્સ કરશે.

દરમ્યાન ભારત માતાની જયના નારા પણ લાગ્યા. વાઘા બોર્ડર પર વાયુસેનાનું પ્રતિનિધિ મંડળ પણ પાકિસ્તાનથી અભિનંદનને લેવા માટે હાજર છે. અહીંથી તેમને અમૃતસર એરબેઝ લઇ જવામાં આવશે. જ્યાથી તેમને દિલ્હી લઇ જવામાં આવશે.

આખો દેશ હાલ પોતાના બહાદુર પાયલોટ અભિનંદનની રાહ જોઈ રહ્યો છે. 28 ફેબ્રુઆરીએ જ પાકિસ્તાને તેમને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો અને આજે 1 માર્ચે બધાની જ નજરો બોર્ડર પર છે, જયારે અભિનંદન પોતાના વતનમાં પગ મુકશે. આ જ કારણે વાઘા બોર્ડર પર થવાવાળી બીટિંગ રિટ્રીટને રદ કરવામાં આવી છે. આ નિર્ણય અભિનંદનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને આવવનો સમય એ જ છે જે સમયે વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ થાય છે.

આજે નહિ થાય બીટિંગ રિટ્રીટસામાન્ય રીતે વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટના સમયે ઘણી ભીડ થઇ જાય છે પણ આજે અભિનંદનનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે અને તેને જોવા માટે જ લોકોની ભીડ વધી શકે છે. આ કારણે બીએસએફએ નિર્ણય કર્યો છે કે બીટિંગ રિટ્રીટ રોકી દેવામાં આવશે. આજે પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપશે. બંને દેશો વચ્ચે દસ્તાવેજી કામો પૂરા થઇ ચુક્યા છે. વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ અભિનંદનને લેવા વાઘા બોર્ડર પણ પહોંચી ચૂક્યું છે.આટલું જ નહિ તેમને લેવા તેમના માતા-પિતા પણ બોર્ડર પર ગયા છે. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે અભિનંદનને બપોર પછી છોડવામાં આવશે. ઘણા લોકો વાઘા બોર્ડર પર તિરંગો લઈને પહોંચી ચયકયા છે અને સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ફક્ત ભારત જ નહિ પરંતુ બીજા ઘણા એવા દેશો છે જે અભિનંદનના જુસ્સાના વખાણ કરી રહયા છે. એક મિગ-21થી F-16ને તોડી પાડવું દરેકના બસની વાત નથી. જે વિશે કોઈ વિચારી પણ ન શકે એ એક ભારતીય પાયલોટે કરી બતાવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને અભિનંદનના કામથી પ્રભાવિત થઈને ફોન પણ કર્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here