શા માટે CRPFના એક જ કાફલામાં 2500 જવાનો એક સાથે હતા? સામાન્ય રીતે તો 1000 જ જવાનો હોય…જાણો કારણ

0

14 ફેબ્રુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાશે. જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનના એક આતંકીએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

પુલવામા આતંકી હુમલામાં દેશના સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી પણ વધારે જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ જવાનો પોતાની રજાઓ પૂરી કરીને પોતાની ફરજ પર પાછા ફરી રહયા હતા.

માહિતી મુજબ, આ કાફલો ખૂબ જ મોટો હતો જેમાં 2500 જેટલા જવાનો 78 જેટલા વાહનોમાં સવાર થઈને જઈ રહયા હતા. આ કાફલો જમ્મુના કેમ્પથી બપોરે 3.30એ નીકળ્યો હતો જે 320 કિલોમીટર દૂર શ્રીનગર બક્ષી સ્ટેડિયમ ટ્રાન્સિટ કેમ્પ પહોંચવાનો હતો. તેમના પર હુમલો તેમના પહોંચવાના મુકામથી માત્ર 30 કિલોમીટર પહેલા જ થયો હતો.

સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું હતું કે જવાનો રજાઓ પરથી પાછા ફરી રહા હતા. પરંતુ હાઇવે અઠવાડિયાથી બંધ હોવાના કારણે જવાનો પહોંચી શક્યા ન હતા, જેથી કાફલામાં જવાનોની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે કાફલામાં 1000 જવાનો જ હોય છે. પરંતુ આ વખતે રસ્તો બંધ હોવાના કારણે વધુ જવાનો એક જ જગ્યા પર અટકી ગયા હતા અને કાફલામાં જવાનોની સંખ્યા 2500 થઇ ગઈ.

અધિકારીઓના જણાવ્યા મુજબ, રસ્તાની તપાસ માટે એક ટિમ પણ હતી, અને કાફલામાં હુમલા વિરોધ બખ્તરબંધ વાહનો પણ હતા. જે બસ પર હુમલો થયો હતો તેમાં 39 જવાનો સવાર હતા.

આ હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરના ગવર્નરે જણાવ્યું હતું કે આ હુમલાની તપાસ થશે. એ તેનો સખત પ્રતિસાદ પણ આપવામાં આવશે. પણ ગવર્નરનો આ મુદ્દો નોંધનીય છે કે આટલો મોટો કાફલો કોઈની પણ નજરે આસાનીથી ચડી જાય, અને મોટો હોવાને કારણે કાફલો ઝડપી આગળ પણ ન વધી શક્યો. જો કાફલો ઝડપી આગળ વધી ગયો હોત તો આ રીતે કોઈ હુમલો શક્ય ન હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here