આખરે કેમ શિખર ધવનને કરવી પડી છૂટાછેડા લીધેલી 2 છોકરા ની માં જોડે લગ્ન? ઉંમરમાં પણ 7 વર્ષ મોટી છે..જાણીને દંગ રહી જશો

0

કોણ કહે છે કે સાચો પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ બતાવવામાં આવે છે? કેટલાક લોકો ફિલ્મોમાં બતાવવામાં આવતા પ્રેમને જ હકીકત માને છે, અને જે પણ છોકરીને આવો પ્રેમ મળી જાય તે વિશ્વની સૌથી નસીબદાર છોકરી હોય છે.

બૉલીવુડના ઘણા પ્રેમના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ આજે અહીં વાંચો ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી વિષે. આજે ભારતીય ક્રિકેટ ટીમના એવા ખેલાડી વિશે વાત કરીશું જેને પોતાની સફળતાનાં ઝંડા આખા વિશ્વમાં લહેરાવ્યા છે. ભારતીય બેટ્સમેન શિખર ધવન વિશે વાત કરીશું. જણાવી દઈએ કે શિખર ધવનના લગ્ન 30 ઓક્ટોબર 2012ના રોજ આયેશા મુખર્જી સાથે થયા હતા. આયેશા ઉંમરમાં શિખર કરતા 7 વર્ષ મોટી છે. અને તેમના લગ્ન સમયે આયેશાના પહેલેથી જ બે બાળકો હતા. જાણો શું છે પૂરી વાત.

ફેસબૂક પર થઇ હતી મુલાકાત

આયેશા અને ધવન એકબીજાને પહેલેથી જાણતા ન હતા. તમને જાણીને હેરાની થશે કે ફેસબૂક પર તેમની મુલાકાત થઇ હતી. હકીકતે ક્રિકેટર હરભજન સિંહ આ બંનેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતા અને એમના દ્વારા જ બંનેની મુલાકાત થઇ હતી. પ્રાથમિક ઓળખાણ બાદ બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને આ દરમ્યાન શિખરને આયેશા સાથે પ્રેમ થઇ ગયો. પરંતુ શિખર એ વાતથી અજાણ હતો કે આયેશાના પહેલા લગ્ન થઇ ચુક્યા હતા અને હવે તે છૂટાછેડા લઇ ચુકી છે. શિખરને એ વાતની પણ ખબર ન હતી કે આયેશાના બે બાળકો છે. જયારે શિખરે પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે આયેશાએ તેને પોતાના છૂટાછેડા વિશે અને પોતે બે બાળકોની મા હોવા વિશે જણાવ્યું. આ પછી શિખરે જે કહ્યું તે ચોંકાવનારો જવાબ હતો.

શિખરે આપ્યો આ જવાબ

જયારે આયેશાએ શિખરને કહ્યું કે તેના છૂટાછેડા થઇ ગયા છે અને તેને બે બાળકો પણ છે ત્યારે શિખરે હસતા ચહેરે કહ્યું હતું કે “તો શું થયું? મને એ વાતથી કોઈ તકલીફ નથી.” બસ પછી તો શું હતું? આયેશાને પણ શિખર સાથે પ્રેમ થઇ ગયો અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા. શિખરે આયેશાના બંને બાળકોને અપનાવી લીધા છે અને આજે તેઓ એક સુખી પરિવારની જેમ રહે છે. શિખર આયેશાના બાળકોને સગાં પિતાની જેમ જ પ્રેમ કરે છે.

ઓસ્ટ્રેલિયામાં વીત્યું આયેશાનું બાળપણ

જણાવી દઈએ કે આયેશાનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં વીત્યું છે. આયેશાની મા બંગાળી હતી જેમને એક ઓસ્ટ્રેલિયન સાથે પ્રેમ થઇ ગયો હતો. ભારતમાં જન્મેલી આયેશાનું બાળપણ મોટેભાગે ઓસ્ટ્રેલિયામાં રહીને વીત્યું છે. આયેશાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં વધુ રસ હતો. તેને બોક્સિંગ, ટેનિસ અને ક્રિકેટ જેવી રમતોમાં રુચિ હતી. પરંતુ સૌથી વધુ રુચિ તો ક્રિકેટમાં જ હતી. ક્રિકેટની રુચિના કારણે જ તેની મુલાકાત શિખર ધવન સાથે થઇ.

લગ્ન પહેલા બેદરકાર હતા શિખર

આયેશાએ જણાવ્યું કે લગ્ન પહેલા શિખર ખૂબ જ બેદરકાર હતો. પરંતુ લગ્ન બાદ તેને પોતાની જવાબદારીનો અહેસાસ થઇ ગયો. શિખરની ક્રિકેટની કારકિર્દીમાં આયેશાનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તે દરેક મોડ પર શિખરનો સાથ આપે છે. શિખરે એક વાર જણાવ્યું હતું કે જયારે પણ તેઓ સારું પ્રદર્શન નથી કરતા ત્યારે કોચ કરતા વધુ ડર તેને પોતાની પત્નીથી લાગે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here