એવું શું કારણ છે કે જે લોકો એવરેસ્ટ ચઢી જાય છે એ લોકો કૈલાશ પર્વત સામે હારી જાય છે?

0

સૌથી ઊંચા પર્વતના શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચાર હજારથી વધુ લોકો ચડી ચુક્યા છે, આગળ પણ ચડતા જ રહેશે. એવરેસ્ટ સિવાય પણ બીજા ઘણા શિખરો છે જેની ચડાઈ ખૂબ જ મુશ્કેલ છે, અને ઘણા લોકો તેને પડકાર તરીકે લઈને ચડી ચુક્યા છે.

પરંતુ શું કારણ છે કે કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ જ નથી ચડી શક્યું? કૈલાશ તો દુનિયાનો સૌથી ઊંચો પર્વત પણ નથી. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી માત્ર 6,638 મીટર છે. તેમ છતાં આજ સુધી કોઈ તેના શિખર સુધી નથી પહોંચી શક્યું.

તેના બે કારણો જણાવવામાં આવે છે, પહેલું એ કે તે કિસ્સાઓ-વાર્તાઓ સાથે જોડાયેલ છે, અને બીજું વધુ તાર્કિક લાગે છે.

જૈન, હિન્દૂ અને બૌદ્ધ ધર્મની માન્યતાઓ દ્વારા કૈલાશ પર્વતને પવિત્ર માનવામાં આવે છે. ન્ગારીના ગાર્પોનોના જણાવ્યા અનુસાર, એ જ વ્યક્તિ આ પર્વત પર ચડી શકે છે, જેને ક્યારેય પણ કોઈ પાપ ન કર્યું હોય. તેમના અનુસાર આવી વ્યક્તિ આંખના પલકારામાં જ એક પક્ષીમાં પરિવર્તિત થઇ જશે અને ઉડીને ઉપર પહોંચી જશે.

1926માં હ્યુજ રુટલએજે ઉત્તર તરફથી ચડાઈ કરવાના અભ્યાસમાં જાણ્યું હતું કે 6000 મીટરથી વધુ આગળ વધવું અસંભવ થઇ જાય છે.

કર્નલ આર. સી. વિલ્સનને પોતાના સહાયક ત્સેતન સાથે બીજી તરફથી ઘણા આગળ વધી ચુક્યા હતા, તેમના સહાયકે ઉત્સાહ પૂર્વક કહ્યું, “સાહેબ, આપણે ચડી શકીયે છીએ.” વિલ્સને એક જગ્યાએ લખ્યું છે, ‘જેવું અમે આગળ વધવાનો એક આસાન રસ્તો શોધ્યો એવું તરત જ ભારે બરફવર્ષા થવા લાગી અને આગળનું ચઢાણ અસંભવ થઇ ગયું.’

વર્તમાનમાં ચીન સરકારે કૈલાશ પર્વત પર પર્વતારોહણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે એક અહેવાલ અનુસાર, 1980માં ચીન સરકારે પર્વતારોહી રેઇનહોલ્ડ મેસ્સનેરને ચડાઈ કરવા આમંત્રણ આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચના થયા બાદ સરાકર પાછળ હટી ગઈ.

રેઇનહોલ્ડ મેસ્સનેરે કૈલાશ પર્વત વિષે જણાવ્યું છે, “જો અમે આ પર્વત પર ચડાઈ કરીએ છીએ, તો એનો અર્થ એ થશે કે અમે લોકોએ આત્મા પર ચડાઈ કરી દીધી. હું સૂચન આપીશ કે કોઈ મુશ્કેલ પર્વત પર ચડાઈ કરવાની કોશિશ કરવી જોઈએ. કૈલાશ ખૂબ જ ઊંચો અને ખૂબ મુશ્કેલ નથી.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here