WhatsApp માં આવ્યું નવું ફીચર, જેની તમે રાહ જોઈ રહ્યા હતા – વાંચી લો

આમ તો WhatsApp વિશ્વમાં સૌથી વધારે યૂઝ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ કહેવામાં આવે છે. પરંતુ હવે તેને ઇન્સ્ટન્ટ મેસેજીંગ કહેવુ ખોટુ છે, કેમ કે, આજકાલ તેમાં નવા ફીચર એડ કરવામાં આવી રહ્યા છે જે ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ કરતા અલગ છે.

રિપોર્ટનાં અનુસાર, WhatsApp માં એક નવું ફીચર લોન્ચ થવાનું છે જેનો યૂઝ કરીને તમે ગ્રુપ વીડિયો કોલિંગ કરી શકો છો. સ્કાઈપ જેવા પ્લેટફોર્મ આ સર્વિસ આપે છે જેમાં એક સાથે કેટલાંક લોકો વીડિયો ચેટિંગ કરી શકે છે.

WA બીટા ઈન્ફોએ આ ફીચર વિશે જણાવતા કહ્યું કે, અત્યારે માત્ર એન્ડ્રોઈડ માટે આ ફીચર શરૂ કરવામાં આવશે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો કે હજુ સુધી એ નક્કી નથી કે તેનું ફાઈનલ બિલ્ડ ક્યારે આવશે. તે સિવાય એક સ્ક્રીનશોટ પણ છે. અહીં જણાવામાં આવ્યું છે કે એક જ વખતમાં ત્રણ લોકો વીડિયો કોલિંગમાં જોડાય શકે છે. એટલે કે એક સાથે ચાર યૂઝર્સ વીડિયો કોલિંગ કરી શકે છે.

વીડિયો કોલિગં ફીચર WhatsAppમાં ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. હવે સ્ક્રીનશોટમાં add personનું ઓપ્શન દેખાય રહ્યું છે. અંહી તમે ક્લિક કરીને અલગ યૂઝર્સને જોડી શકો છો. અત્યારે WhatsApp તરફથી એ નથી જણાવામાં આવ્યું કે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર કયારે આવશે અથવા આવશે કે નહી.

WhatsApp પર ગ્રુપ કોલિંગ માટે તમારે ફાઈનલ બિલ્ડની રાહ જોવી પડશે, પરંતુ તેને અત્યારે ટ્રાઈ કરવા માંગતા હોય તો તેનું લેટેસ્ટ બીટા વર્જન એપીકે મિરર વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો.

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!