જાણો શું કહયું સારાએ જયારે તેને પૂછવામાં આવ્યું કે પિતા સાથે ન હોવાથી તેમની કમી મહેસૂસ થતી હતી?

0

પોતાની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ સાથે જ બોલિવૂડમાં પોતાની છાપ ઉભી કરી ચુકી છે અને તેની બીજી ફિલ્મ ‘સિમ્બા’ પણ હિટ રહી છે ત્યારે સમગ્ર દેશમાં સારા અલી ખાનના ચાહકોનો એક વર્ગ તૈયાર થઇ ગયો છે. જોકે, અભિનેત્રી સારા અલી ખાનનું કહેવું છે કે ન તો તેની પાસે ‘સ્ટાર’ જેવું ફીલ કરવાનો સમય છે કે ન તો તેને એવું લાગે છે કે ભવિષ્યમાં એ કદી પોતાને સ્ટાર જેવું ફીલ થવા દેશે. સારાએ આઈએએનએસ સાથે ખાસ વાતચીત કરી. જયારે તેને વધામણી આપતા એવું કહેવામાં આવ્યું કે એવું લાગે છે કે તમે સ્ટાર બની ચુક્યા છો ત્યારે તેણે કહ્યું, “અરે ક્યાં? હું તો બસ ભાગદોડ કરીને પોતાના કામના બોજને ઓછો કરવાની કોશિશ કરી રહી છું. મારી પાસે સ્ટાર જેવું ફીલ કરવાનો સમય નથી. હું નથી માનતી કે હું હજી સ્ટાર બની છું. પરંતુ આશા રાખું છું કે કોઈક દિવસ આવશે જયારે આવું થશે. મને લાગે છે કે હું કદી  પણ પોતાની જાતને સ્ટાર જેવું ફીલ નહિ થવા દઉં, કારણકે જયારે તમે એવું અનુભવો ત્યારે બીજા લોકો તમને અનુકૂળ અને હકારાત્મક રીતે જોવાનું બંધ કરી દેશે.”

સારાને જયારે પૂછવામાં આવ્યું કે તેની દાદી શર્મિલા ટાગોર કહે છે કે આટલી નાની ઉંમરમાં તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે, તે આટલો આત્મવિશ્વાસ ક્યાંથી લાવે છે, તો સારાએ કહ્યું, “મને લાગે છે કે આ ઈમાનદાર હોવાના કારણે આવે છે અને આ જ એકમાત્ર રીત છે જેનાથી હું આવી બની શકું છું. જે લોકો સારી રીતે જૂઠું બોલી શકે છે એમને એ કરવા દો. પણ હું એવું નથી કરી શકતી. જૂઠું બોલવાથી જ મારી જીભ ફફડી જાય છે. મારી માટે સાચું હોવું એ જ મને સૂટ કરે છે.” પરિવાર અને મીડિયા તરફથી મળી રહેલા પ્રતિસાદો માટે પૂછવા પાર સારાએ કહ્યું કે “હું જે પણ કરીશ, એ માટે મારો પરિવાર મને પસંદ કરશે જ કારણકે હું એમની દીકરી છું. પરંતુ જે આલોચકો અને દર્શકો તરફથી પ્રતિસાદ મળ્યા છે, એ અભિભૂત કરી દે છે. હું આ પ્રતિસાદ જીવનભર નહિ ભૂલી શકું.”

જયારે પૂછવામાં આવ્યું કે તેણે જે પ્રેમ મળી રહ્યો છે, શું તેઓ તેની હકદાર છે, ત્યારે સારાએ કહ્યું કે 80 ટકા એ હકદાર છે બાકીના 20 ટકા ક્યાંથી આવે છે, એ નથી જાણતી. અને આ જ બધી વાતો તેમને આભારી અને ભાવુક બનાવે છે. તેણે કહ્યું કે અભિનયમાં તેને કોઈ જ અનુભવ ન હતો અને બસ ઈમાનદારીથી કામ કર્યું છે અને તેના માટે આગળ વધવાનો આ એક માત્ર રસ્તો હતો. તેને કહ્યું કે માતા-પિતાની ફિલ્મોના સેટ પર તો ઘણી વાર ગઈ હતી પરંતુ ‘કેદારનાથ’થી એને પહેલી વાર ફિલ્મ નિર્માણની જીણવટભરી વિગતો જાણવાનો મોકો મળ્યો.


સારા શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તો પછી કોલંબિયા યુનિવર્સીટી જવાનું કારણ શું હતું? આ પ્રશ્નના જવાબમાં સારાએ કહ્યું કે તેની માટે શિક્ષણ નોકરી મેળવવાનો રસ્તો ન હતો. શિક્ષણએ તેને આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ બનાવી છે. શિક્ષણ જ જીવનને અંતઃદૃષ્ટિ આપે છે.

સારાને જયારે પૂછવામાં આવ્યું કે તેનો ઉછેર મોટેભાગે તેની માતાએ જ કર્યો છે, એવામાં પિતા સાથે ન હોવાથી તેમની કમી મહેસૂસ થતી હતી? ત્યારે સારાએ કહ્યું કે “મને લાગે છે કે એક જ ઘરમાં નાખુશ માતા-પિતાના રહેવા કરતા અલગ-અલગ ઘરોમાં ખુશ માતા-પિતાનું રહેવું સારું છે. મારી માતાએ ક્યારેય પણ મને કોઈ પણ વસ્તુની કંઈ નથી થવા દીધી. મારા અને મારા ભાઈના પેદા થયા પછી મારી માએ બીજું કઈ જ નથી કર્યું પરંતુ અમારા ઘડતર અને ઉછેર પર જ ધ્યાન આપ્યું છે.

સારાને જયારે પૂછવામાં આવ્યું કે તૈમૂરને તેના પિતા સૈફ ખૂબ પ્રેમ કરે છે, ધ્યાન રાખે છે જે તેને કદી નથી મળ્યો, તો શું તેને જલન થાય છે? આના જવાબમાં સારાએ કહ્યું કે “જરાક પણ નહિ. એ મારો ભાઈ છે. જયારે મારા પિતા અમારી સાથે રહેતા હતા, તો મારુ સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. એ ગયા પછી પણ મારુ ધ્યાન તો રાખે જ છે.”

પિતા સાથે કામ કરવા તૈયાર છે એવું પૂછવા પર સારાએ કહ્યું કે જો ભગવાનની ઈચ્છા હશે તો અમે જલ્દી જ સાથે કામ કરીશું, પરંતુ ફિલ્મની વાર્તા સારી હોવી જોઈએ.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here