કોઈપણ પ્રકારની કસરત કે વ્યાયામ વગર આ રોટલી ખાઈને ઘટાડો 1 મહિનામાં 10 કિલો વજન..

0

જેટલી ઝડપથી વજન વધે છે, તેટલી ધીમી ગતિએ વજન ઘટે છે. જો તમે જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યાં પછી પણ વજન ઘટાડી નથી શકતા તો તમારે આ સમજવું ખૂબ અગત્યનું છે કે તમારા ડાયેટ પ્લાનમાં કોઈક તો ગડબડ છે જ. જેનાં કારણે તમારું વજન ઘટી રહ્યું નથી. વજન ઘટાડવા માટે 80 ટકા ખોરાક અને 20 ટકા વ્યાયામની મોટી ભૂમિકા હોય છે. જો જિમમાં વર્કઆઉટ કર્યા પછી ઘરે આવીને વગર વિચાર્યે કશું પણ ખાઈ લેતાં હશો તો તમારું વજન ઘટશે તો નહી જ.જે લોકો વજનને ઘટાડવા માટે રોટી ખાવાનું બંધ કરી દે છે. કેમકે રોટી ઘઉની બનેલી હોય છે ને એમાં ખૂબ વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાં કારણે આપણાં શરીરની સ્થૂળતા વધે છે.

પરંતુ મિત્રો, આપણે રોટલી ખાધા વગર ક્યાં જીવી શકીએ છીએ ? તો આજે આપણે એવી રોટલી બનાવતાં શીખીશું. જે ખાધા પછી માત્ર એક જ મહિનામા તમારું વજન 10 કિલો સુધી ઘટશે. આ એક હેલ્ધી ડાયટ પ્લાન છે. જેને ફોલો કરીને તમે તમારું વજન ઘટાડી શકો છો. આ રોટલીને મલ્ટિગ્રેઈન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ઘણાં બધા કઠોળ, અનાજ અને લોટને મિશ્રિત કરી બનાવવામાં આવે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ છે, તેથી જો તમે આ રોટલી ખાવાથી તરત જ વજન ન ઘટે તો થોડી ધીરજ રાખો. અને ખાવાનું શરૂ જ રાખો. ધીરે ધીરે વજન ઘટવા લાગશે. આ રોટલી તૈયાર કરવામાં જેટલી પણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. એ મુજબ જ તમારે પણ કરવાનો છે. નહી કે ઘટાડવું કે વધારવું.આમાં બધી એવી જ વસ્તુઓ છે જેનાથી વેઇટલોસ ખૂબ જ ઝડપથી થાય છે. આ રોટીને ખાવાથી એ લોકોને પણ ફાયદો થશે જેમને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા હૃદયરોગની બીમારી છે. માટે આ રોટી એકલું વજન ઘટાડવા માટે નહી પણ તમારા શરીરની અનેક રોગોને દૂર કરવામાં પણ ખૂબ ઉપયોગી રહેશે. તો ચાલો આ રોટી બનાવવાની રીત જોઈએ.

સામગ્રી-

 • ઘઉંના લોટ – 200 ગ્રામ
 • ગ્રાઈન્ડ કરેલાં ઓટ્સ – 50 ગ્રામ
 • બાજરી લોટ – 25 ગ્રામ
 • મગની દાળ દળેલી – 12 ગ્રામ
 • બેસન – 25 ગ્રામ
 • કોર્ન ફ્લોર – 12 ગ્રામ
 • ગ્રાઈન્ડ કરેલાં જરદાળુ – 1 ચમચી
 • અળસી પાવડર – 1 ચમચી ચમચી
 • મેથી પાવડર – 1 ચમચી ચમચી
 • મીઠાં લીમડાનાં પાન – 1 ટીસ્પૂન
 • વરિયાળી પાવડર – 1 ટીસ્પૂન બનાવવા માટે રેસીપી
  રીત :

તમારે આ રોટીને બનાવવા માટે બધી જ સામગ્રીને એકઠી કરી લો. પછી પાણી ઉમેરી હાથેથી લોટને બાંધી લેવો.

પછી રોટલી વણીને ગેસ પર તવો મૂકી. વણેલ રોટલીને શેકી લો. તો તૈયાર છે તમારી વજન ઘટાડવામાં ઉપયોગી થતી રોટલી.

આ રોટીને તમે દાળ સાથે પણ ખાઈ શકો છો. કોઈપણ ઓછી કેલરી વાળી વસ્તુ સાથે બપોરે લંચમાં કે રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.