વૉશરૂમની અંદર કેમ સ્ત્રીઓ વધુ સમય લેતી હોય છે ? આ છે રાઝ

0

એવું તે શું હોય છે વૉશરૂમમાં કે સ્ત્રીઓને ત્યાં સમય લાગી જાય છે. આજે અમે તમને જે બાબતો બતાવીશું તે જાણી ને તમે પણ વિચારતા થઈ જશો.વૉશરૂમ સ્ત્રીઓ માટે એક એવી જગ્યા છે જ્યાં તે કપડાંની સાથે પોતાના દિલ પણ એક સહજતાથી ખોલી શકે છે.
મોટાભાગની સ્ત્રીઓ જાહેરમાં ના રડી શકે ત્યારે તે વૉશરૂમનો ઉપયોગ કરતી હોય છે. અને ત્યાં તે ખુલ્લા દિલે પોતાના આંસુઓ વહાવતી હોય છે, વળી કેટલીક સ્ત્રીઓને વૉશરૂમના ચેટિંગ કરવું પણ ખૂબ જ ગમતું હોય છે, જ્યારે સ્ત્રી એકલી વૉશરૂમમાં હોય છે ત્યારે તે ઘણીવાર સુધી અરીસા સામે પણ તાકી રહેતી હોય છે, અરીસા સામે ઊભા રહી તે પોતાના ચહેરાને બરાબર કાળજી પૂર્વક નિહાળતી હોય છે, પોતાના ચહેરા ઉપર થયેલા પીમ્પલ, કાળા ડાઘ ને ખૂબ જ બારીકાઈથી નિહાળતી હોય છે, અને અરીસા સામે ઊભા રહી સ્ત્રીને પોતાના શરીરને જોવું ગમેં છે, વળી કેટલીય સ્ત્રીઓને જો પૂરતો એકાંત મળી જાય તો તે અરીસા સામે સંપૂર્ણ નગ્ન પણ થઈ જાય છે. અને પોતાની આખી બોડીને એક બારીકાઈથી નિહાળતી હોય છે. શરમએ સ્ત્રીનું ઘરેણું છે એવું કહેવામાં આવે છે પણ અરીસા સામે એકલી ઉભી રહેલી સ્ત્રી શરમના બધા જ પડદા તોડી નાખે છે કારણે કે એની સામે માત્ર એની જાત જ ઉભી છે. એક સર્વે અનુસાર બ્રેકઅપ દરમિયાન ૧૦ માંથી ૬ સ્ત્રીઓ પોતાની જાતને વૉશરૂમમાં બંધ કરી અને પહેલા ખૂબ રડી લે છે. પછી પોતાની જાત સાથે જ સંવાદ કરી અને મનોમન કોઈ નિર્ણય કરી લે છે ત્યારેબાદ એ વૉશરૂમની બહાર નીકળે છે. વૉશરૂમ એક એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓ શાંત ચિત્તે વિચારી શકે છે, પોતાનો ફેસ વૉશ કરતી વખતે પણ એ સતત અરીસા સામે જ જોઈ રહે છે, અને પોતાના જીવનમાં ચાલતા ઘર્ષણો વચ્ચે ત્યાં જ એ વિચારવા લાગી જાય છે.આ સિવાય જ્યારે પોતાના પાર્ટનર સાથે ઘરની બહાર જવાનું હોય છે ત્યારે પણ એ તૈયાર થવામાં ખૂબ જ સમય લગાવતી હોય છે, અને પુરુષ ઘણીવાર ગુસ્સે પણ થતો જોવા મળે છે.. અને વારંવાર કહ્યા કરે છે : “કેટલી વાર ?” પણ બંધ રૂમની અંદર તૈયાર થઈ રહેલી સ્ત્રી દરેક શણગારને એક ઝીણવટ દ્વારા કરે છે, કપાળ ઉપર લગાવેલી બિંદીથી લઈને છેક પગના નખની નેઇલ પોલીસ સુધી તે બધી જ વસ્તુ એક મેચિંગમાં સેટ કરે છે, વળી મોટાભાગની સ્ત્રીઓ પોતાના ઇનરવેર પણ મેચિંગ જ પહેરતી હોય છે. ત્યારે પુરુષને ઘણી વખત એમ થાય છે કે અંદરના કપડાં કોણ જોવાનું છે તો શું કામ મેચિંગ પહેરવા ? પણ સ્ત્રીને આમ કરવું ગમે છે એની પાછળનું એક ચોક્કસ કારણ પોતાનામાં કોઈ ઉણપ ના રહી જવી એ છે. ભલે કોઈ જોનારું ના હોય પણ પોતે વ્યવસ્થિત રહે એની ખાસ કાળજી રાખતી હોય છે.એક સર્વે અનુસાર કેટલીક સ્ત્રીઓ બ્રાને એક બંધન માને છે, અને ઘણીવાર એ ઘરેથી બ્રા પહેર્યા વગર જ બહાર નીકળી જાય છે. અને ઘણીવાર એ ઘરે આવીને તો ક્યારેક સુઈ જતા પહેલા પણ પણ બ્રા કાઢી નાખતી હોય છે, આમ કરવા પાછળ સ્ત્રીને એક આઝાદીનો અનુભવ થતો હોય એમ લાગતું હોય છે, બ્રાને ઘણી સ્ત્રીઓ શરીરનું બંધન માને છે.કેટલાય પુરુષો સ્ત્રીઓની આ બાબતો ખબર નથી હોતી, અને એમના મનમાં સતત આ પ્રશ્નો ઉદભવતા હોય છે. સ્ત્રી વૉશરૂમમાં જ પોતાના જીવનના ઘણાં નિર્ણયો ઉપર મહોર લગાવતી હોય છે, જે કદાચ તે જાહેરમાં અથવા કોઈની સાથે હોવાના કારણે નથી કરી શકતી, પોતાના પાર્ટનરને લગતા કેટલાય પ્રશ્નો તે વૉશરૂમમાં જ સોલ્વ કરી દેતી હોય છે, ઘણીવાર મોટા શોપિંગ મોલ કે સિનેમા ઘરોના વૉશરૂમમાં સ્ત્રીઓ કેટલીક મિત્રો પણ બનાવી લેતી હોય છે, અને ત્યાં બનેલી નવી મિત્ર અથવા સાથે આવેલી મિત્રની સાથે ખુલીને વાત કરી શકે છે, પોતાના અંગત અને શારીરિક પ્રશ્નોની આપ લે પણ મોટાભાગે વૉશરૂમમાં સાથે રહેલી ફ્રેન્ડ સાથે જ ચર્ચાતા હોય છે.

નીરવ પટેલ “શ્યામ”

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here