વાહ ! નડિયાદની 14વર્ષની છોકરીએ 122 શહીદોના પરિવારને મદદ કરી – ધન્ય છે આ દીકરીને

0

વિધિ દરેક તહેવાર સરહદ પર કે શહીદનાં ઘરે ઊજવે છે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવતી રચના “ચૌદ વર્ષની ચારણ કન્યા”યાદ કરાવી જાય તેવી નડિયાદની જાદવ કન્યાએ શહીદોના પરિવાર માટે મુહિમ છેડી છે.

નડિયાદની નાનકડી વિધિએ ૧૨ વર્ષની ઉંમરે ટીવીમાં પ્રસારિત શહીદોના સમાચાર જોતા શહીદોના પરિવાર માટે કાંઇક કરવાનો વિચાર આવ્યો હતો. વિધિના નાનકડા મગજમાં “શહીદ” શબ્દની ઊંડી સમજણ પહેલાંથી અંકાઇ ગઇ હતી.ત્યારથી લઇને અત્યાર સુધીમાં વિધિએ ૧૨૨ શહીદોના પરિવારોના ઘરે જઇને પોતાના પોકેટમનીમાંથી ૫ -૫ હજાર રૂપિયા આપ્યા છે.

વિધિની આ મુહિમને લીધે લગભગ ભારતની તમામ સરહદોના મિલિટ્રી ચીફ વિધિને પોતાની દીકરી માને છે. નડિયાદમાં રહેતી વિધિના પિતા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. થોડા વર્ષો પહેલાં વિધિને તેને શહીદના ઘરે લઇ ગયા હતા. જયા વિધિએ શહીદની દીકરીને જોઇને તેના પિતાને કહ્યું હતું કે મારે તેને રૂ.૫ હજાર આપવા છે.તેના પિતાએ સુંદર વિચારમાં ખાતર સિંચ્યું હતું. બસ પછી તો વિધિએ ભારતના કોઇપણ રાજ્યમાં શહીદ થાય તેમના પરિવારજનોને મળીને આર્થિક મદદ કરવાની પ્રથા પાડી દીધી. ઘરે આવતા મહેમાનોને ગલ્લો આપીને કહે છે કે શહીદોને મદદ કરશો?

દેશ માટે જીવ આપનાર શહીદના પરિવારજનો તહેવારમાં તેમના વગર શું કરતા હશે? તેવા સતત વિચારો આવવાથી એક દિવસ વિધિએ કાશ્મીરની સરહદ પર જવા કહ્યું, તેના પિતાએ તેની જીદ પૂરી કરાવી ત્યારથી લઇને આજદીન સુધી વિધિ તહેવારો ક્યા તો સરહદ ઉપર કે શહીદના પરિવારજનોના ઘરે જઇને ઊજવે છે. હાલમાં જ પાકિસ્તાનની હલકાઇભર્યા કૃત્યમાં શહીદ થયેલા પરમજિતસિંઘના પરિવારને મળવા વિધિ નીકળી છે

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!