દેખાવું છે એકદમ યુવાન વૃદ્ધાવસ્થામાં પણ ? તો ધ્યાન રાખો આ 7 વસ્તુઑના સેવનમાં !!! સ્ત્રી હોય કે પુરુષ જરૂર વાંચો આ કામની માહિતી

0

શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જીવન એક એવો મોહ છે કે એમાં એકવાર પડ્યા પછી ઈચ્છાઓનો અંત જ નથી થતો. આ મોહ માયા ભરી નગરીમાં ઇન્સાન જેટલું વધારે જીવવા માંગે છે તેમ તેમ તે એના જીવન દરમ્યાન કોઈને કોઈ એવી ભૂલ જરૂર કરતો હશે. જેમાં તે જલ્દી જ વૃદ્ધાવસ્થા સુધી પહોંચી જાય. શું તમે પણ આવી લાપરવાહી કરીને તમારી ઉંમર તો ઓછી નથી કરી રહ્યા ને ? આસાંભળીને તમને થોડું અજીબ જરૂર લાગ્યું હશે, પરંતુ આ સત્ય છે. જી હા, તમે રોજ એવી કોઈને કોઈ વસ્તુ જરૂર ખાઈ લેતા હશો જેના કારણે તમને જ્યારે પણ ભૂખ લાહે છે ત્યારે તમે વગર વિચાર્યે જે હાથમાં આવ્યું તે ભૂખ સંતોષવા ખાઈ લેતા હોય છો ને એ જ આદત તમને અકાળે વૃદ્ધત્વની ભેટ આપે છે. ખોરાકના પણ માપ ને નિયમો હોય છે. જે તમારે જાણી કેવું જોઈએ, આજે અમે એવા સાત ખોરાક વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ક્યારેય વૃદ્ધ નહી થવા દે.
વનસ્પતિ તેલ –

ફેશનના કારણે લોકો તૈલીય વસ્તુઓ ખાઈ લેતા હોય છે. તો તમને જણાવી દઈએ કે વનસ્પતિ તેલ, સોયાબીન તેલ વગેરે આપણી કૌશિકાઑ પર આઠેક કરીને આપણને અકાળે કમજોર બનાવી દેતા હોય છે. અને જો જેને પહેલવાની કરવાનો શોખ છે તે ભૂલથી પણ તળેલી વસ્તુ ના ખાય. જો તમારે ખાવું જ હોય તો વનસ્પતિ તેલની જગ્યાએ નાળિયેર અને જેતૂનનું તેલ ખાવાનું રાખવું.

સુગર :
લોકો જ્યારે સુગરની વાત આવે તો સીધી ને સરળ ભાષામાં ખાંડને જ સમજે છે. ખાંડ સિવાય એવી પણ ઘણી વસ્તુઓ છે જેમાં સુગરની માત્રા ભરપૂર હોય છે. જેમાં સલાડ, સોફ્ટ ડ્રિંક, મીઠાઇ અને બટાકા વગેરે નો સમાવેશ થાય છે. જે તમને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે તમને કમજોર કરી દેતા હોય છે. જો આપણાં શરીરમાં સુગરનું લેવલ વધે જાય છે તો આપોઆપ આપણાં ચહેરા પર કરચલીઓ પડવાનું શરૂ થઈ જાય છે.

આલ્કોહોલ :
જો તમારો આંતરિક ગોળો જળવાઈ રહે છે ને સ્કીન પણ એવી જ ચમકદાર રહે છે તો સમજો કે તમારું લીવર એકદમ સરસ રીતે કામ કરી રહ્યું છે. આપણાં શરીરના આંતરિક અંગોમા લીવર ખૂબ જ મહત્વ અંગ છે. અને આજના યુવાનો અને વૃદ્ધો ડ્રિંક કરવામાં મશગુલ રહ્યા કરે છે. જેવો કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો લોકો ડ્રિંક કરે છે અને અમુક લોકો રેગ્યુલર ડ્રિંક કરતાં રહે છે. આલ્કોહોલ ની માત્રા વધી જવાથી સ્કીનનો ગ્લો ઓછો થઈ જાય છે. અને તમે અકાળે જ વૃદ્ધાવસ્થાનો ભોગ બનશો, એના કરતાં એ જ સારું રહેશે કે તમે આવી વિષાક્ત વસ્તુથી દૂર રહો.

ફાસ્ટફૂડ :
આ મુદ્દો છોકરીઑ માટે ખૂબ કામનો છે. કેમકે છોકરીઓને પોતાના બોયફ્રેન્ડ કરતાં ફાસ્ટફૂડ વધારે પસંદ હોય છે. કેટલાક લોકોની તો જિંદગી જ ફાસ્ટફૂડ પર ચાલે છે. સવારે નૂડલ્સ તો સાંજે બર્ગર, એવું લાગે કે આમને સાધારણ ભોજન તો પચતું જ નથી. પરંતુ આ જ ગલતી તમને કસમયે વૃદ્ધ બનાવે છે.

કેક :
નાના બાળકોને આઇસ્ક્રીમ પછી જો કોઈ વસ્તુ ભાવતી હોય તો તે છે કેક. તમને જણાવી દઈએ કે મીઠી વસ્તુ સ્કીનને એકદમ પાતળી બનાવી દે છે. કેક ને જો રોજ ખાવામાં આવે તો સ્કીન એકદમ પાતળી બની જાય છે. ને તમને જો થોડા ઘાવમાં જ લોહી વહેવા લાગે તો સમજવું કે તમારી સ્કીન પાતળી થઈ ગઈ છે.

નમક :
આમ જોઈએ તો નમક વગર રસોઈનો સ્વાદ બેસ્વાદ લાગે છે. જો તમને નમક વધારે ખાવાની આદત હોય તો તમને અકાળે વૃદ્ધત્વ આવવાની શક્યતા છે. જો શરીરમાં નમક વધી જશે તો તમને સોજા આવી જાય છે. માટે જો તમે નમક વધારે ખાશો તો તમારું ફીટ રહેવાનુ સ્વપ્ન અધૂરું જ રહી જશે.

મસાલેદાર ખોરાક –
મસાલેદાર ખોરાક માત્ર દેખાવે જ રોયલ હોય છે. હકીકત માં તે આપણાં લોહીમા ભળીને આખા શરીરને નૂકશાન પહોંચાડે છે. માટે મસાલેદાર ખોરાક એકદમ ઓછી માત્રામાં જ ખાવ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here