એક દીકરો પ્રોફેસર તો બીજો ફેક્ટરી નો માલિક, છતાં પણ વૃદ્ધ પિતા ચોકીદારી નું કામ કરવા માટે છે મજબુર….

0

માતા-પિતા ચાર દીકરાઓને રાખી શકે છે પણ ચાર દીકરા એક માં-બાપ ને રાખી શકતા નથી. આ વાત તમે પણ ખુબ સાંભળી હશે પણ જયારે આ બધું થાય છે ત્યારે એ માં-બાપ ને ખુબ તકલીફ પહોંચે છે, જે બાળકોને જન્મ આપ્યો અને તેઓને મોટા કર્યા તે જ બાળકો માં-બાપ નો બુઢાપા માં સહારો બનવાને બદલે તેને તરછોડી દેતા હોય છે. માતા-પિતા જ સંતાનો માટે પોતાનું પેટ કાપીને તેઓનું પેટ ભરે છે તેઓને મોટા કરે છે, લાયક બનાવે છે પણ સમય આવવા પર તે જ સંતાનો પોતાના માતા-પિતા ને લાત મારી દેતા હોય છે. એવું જ કંઈક યુપીના રહેનારા શ્રીરામ દાંગી ની સાથે થયું હતું. જેના ચાર દીકરા છે અને દરેક સારી એવી જગ્યાએ કામ કરે છે અને કમાણી કરે છે છતાં પણ આ ઉંમરમાં તેમને ચોકીદારી નું કામ કરવું પડે છે. આ ચારે દીકરાઓની સારી એવી કમાણી છે છતાં પણ તેઓ પોતાના વૃદ્ધ પિતા ને રાખવા નથી માગતા. પછી આ વૃદ્ધ પિતા એ તે પગલું લીધું જે કોઈપણ પિતા કરવા માગતા ન હોય.

ચોકીદારી નું કામ કરવા માટે મજબુર છે પિતા:

આજે અમે તમને એક એવા વૃદ્ધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના દીકરાઓને લાયક બનાવા માટે પોતાનું પૂરું જીવન લગાડી દીધું. અને હવે જયારે દીકરાઓ લાયક બની ગયા તો તેને ઉમ્મીદ થઇ કે હવે તો દીકરાઓ પણ કઈક ને કઈક કરી દેખાડશે. પણ હવે આ જ પિતા ચોકીદારી નું કામ કરીને પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે. આ બાબત એશબાન સ્ટેડિયમ ની પાસે સ્થિત જગન્નનાથ ની ગલી નંબર-2 માં રહેનારાના શ્રીરામ દાંગે ની છે.

શ્રીરામ ના મોટા દીકરા ‘શિવરાજ સિંહ નિવાસી’ ડી-19 મુસ્કાન પરિસર અયોધ્યા બાયપાસ મિલેટ્રી થી રીટાયર થયેલા છે અને હવે અમરાવતી માં પ્રાઇવેટ નોકરી કરે છે અને દરેક મહિને 95 હજાર રૂપિયાનો પગાર મળે છે. આ વૃદ્ધ વ્યક્તિ નો બોજો દીકરો ‘ઓમ પ્રકાશ સિંહ નિવાસી’ વીઆઈપી બજાર, સાગર માં રહે છે અને ત્યાં કોચિંગ ક્લાસ ચલાવે છે આ સિવાય ઇન્દોર માં વેલ્ડિંગ રૉડ ની ફેક્ટરી પણ ચલાવે છે, જેમાં દરેક મહિને 50 હજાર રૂપિયા ની આવક આવે છે. શ્રી રામ નો ત્રીજો દીકરો ‘રામબાબુ સિંહ નિવાસી’ મેરૂખડી પોસ્ટ સોજના ગુલાબગંજ વિદિશા માં રહે છે અને ત્યાં તેની 80 વીઘા જમીન, ટ્રેકટર અને એક મકાન છે. જેની મહિનાની આવક 50,000 રૂપિયા છે, શ્રી રામ ના ચોથા દીકરા ‘રામજીરામ સિંહ નિવાસી’ અયોધ્યા બાયપાસ માં એક પ્રાઇવેટ કોલેજ માં પ્રોફેસર છે અને તેનો પગાર 30,000 રૂપિયા છે. પણ આમાંથી કોઈપણ દીકરો પોતાના પિતા ને રાખવા માગતો નથી.વૃદ્ધો કે વડીલોને દરેક મહિને મળવા જોઈએ આટ્લા પૈસા:

હૃદય રોગ અને ડાયાબિટીસ થી પીડિત શ્રીરામ ને પોતાની આર્થિક સ્થિતિ ચલાવવા માટે ચોકીદારી ની નોકરી કરવી પડે છે. તેમણે આગળના અમુક દિવસો પહેલા પોતાના ભરણ-પોષણ ના પૈસા માટે શહેર ના એસડીએમ વંદના જૈન ને આવેદન કર્યું હતું.આ બાબતના ચાલતા એડીએમ જૈન એ આ ચારે દીકરાઓને બોલાવ્યા હતા અને તેઓને કુલ 10,000 રૂપિયા મહિનાના ભરણ-પોષણ માટે પોતાના પિતાને આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ નું ઉલ્લંઘન કરવા પર આ દીકરાઓને જેલ પણ થઇ શકે છે. હવે ન ઇચ્છવા છતાં પણ ચારે દીકરાઓને પોતાના પિતાનો હક આપવો પડશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here