સંપત્તિ ના મામલામાં વહુએ માં ને ઘરની બહાર કાઢી મૂકી પછી વૃદ્ધ માં બની ગઈ લાખોપતિ એટલું ધન નીકળું કે…

0

સંપત્તિ ના મામલામાં એક વૃદ્ધ મહિલા ને તેની જ વહુ એ ઘરેથી કાઢી મૂકી. ઉમર વધારે હોવાને લીધે આ મહિલા ની પાસે ભીખ માગવા સિવાય બીજો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. જો કે તેણે ભીખ માગીને એટલું કમાઈ લીધું કે તે લાખોપતિ બની ગઈ. પુરી ઘટના આંધ્ર પ્રદેશ ના નાલગોંડા જિલ્લા ના મિરાયાલગુડા નો છે.વૃદ્ધ મહિલા પેંતમ્મા ના બે દીકરા હતા. તેઓને પોતાનું ઘર હતું અને બંને દીકરાઓ સારું એવું કમાઈ લેતા હતા. પેંતમ્મા ના પતિ ના મૃત્યુ પછી તેને પોતાના દીકરાઓ ના આધારે જ જીવવવાનું હતું. જો કે તેના પતિ ની નાની એવી જમીન હતી, પણ અમુક કારણ ને લીધે પેંતમ્મા ને જમીન ને વહેંચવી પડી હતી. તેમાંના એક લાખ રૂપિયા તેમણે બંને દીકરાઓમાં વહેંચીને એક લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા.

દીકરાના ગયા પછી બદલાઈ ગયો વહુંઓનો વ્યવહાર:

પછી પરિસ્થિતિ એવી આવી કે પેંતમ્મા ના એક દીકરા ની મૃત્યુ થઇ ગઈ અને એક દીકરો ઘર છોડીને ભાગી ગયો હતો. જેના પછી વહુઓની નિયત બગડી ગઈ અને તેઓએ પોતાની સાસુ ને હેરાન કરવાનું શરૂ કરી દીધું. બન્ને વહુઓએ પહેલા તો પેંતમ્મા ના પૈસા હડપી લીધા અને પછી તેમણે તેને ઘરેથી કાઢી મૂકી. બેઘર અને બેસહારા પેંતમ્મા  ભટકતા ભટકતા હૈદ્રાબાદ પહોંચી ગઈ. કોઈ કામ ન મળવા પર તેને મજબૂરીમાં ભીખ માંગવાનું શરૂ કરી દીધું. 2011 માં હૈદરાબાદ પહોંચ્યા પછી થી તે મસારામબાગ ટીવી ટાવર પર રહેતી હતી અને અહીં જ ભીખ માગવા લાગી. બુઢાપા માં તેની જરૂરિયાતો સીમિત હતી અને કપડા અને પેટ ભરવા સિવાય તેની બીજી કોઈ જરૂરિયાતો ન હતી. જે વિસ્તાર માં તે રહેતી હતી ત્યાં લોકો ભીખ પણ સારી એવી આપતા હતા. તેના પછી પેંતમ્મા એ બચત કરવાનું શરૂ કરી દીધું.

આટલા પૈસા જોઈને ચોંકી ગયા પોલીસ:

સુરક્ષા ને ધ્યાનમાં લેતા હૈદરાબાદ પોલીસે અમુક દિસવો પહેલા ભિખારીઓની તલાશી લીધી હતી. આ દરમિયાન એક મહિલા પોલીસકર્મી ને પેંતમ્મા પાસે થી ત્રણ-ચાર થેલીઓ મળી. જેમાં રોકડ રકમ અને જવેરાતો પણ હતા. જ્યારે તેની ગણતરી શરૂ કરવામાં આવી ત્યારે જાણ થઇ કે તેની પાસે બચતની કુલ 2 લાખ 34 હજાર 320 રૂપિયા ની રકમ હતી. તેની પાસે સોનાની એક ચેઇન અને ચાંદી ના અમુક જવેરાતો પણ હતા. આ ભિખારી મહિલા પાસે આટલી રકમ જોઈને પોલીસ પણ હેરાન રહી ગયા હતા. જયારે પૂછતાછ કરવામાં આવી તો બધી જ કહાની સામે આવી ગઈ. પોલીસે ફરીથી પેંતમ્મા ને પોતાના ગામ મોકલવાનું કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. એવામાં પોલીસે બેન્ક માં ખાતું ખોલાવડાવીને પુરા પૈસા તેમાં જમા કરાવી દીધા અને તેને પુનર્વાદ કેન્દ્ર મોકલી દેવામાં આવી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here