વ્રત અને ઉપવાસ કેવીરીતે કરવા જોઈએ અને કેમ કરવા જોઈએ એ તમે વિચાર્યું છે કોઈ દિવસ? વાંચો અને જાણો…

0

ભોજન વગર રહેવું થોડા સમય માટે માનસિક રીતે અને શારીરિક રીતે તપ કરવું એ જ ઉપવાસ કહેવાય છે. આ ઉપવાસ થોડીક કલાક માટે અથવા આખા દિવસ નો હોય શકે છે. નવરાત્રિ ના દિવસો માં ભક્તો પૂરા નવ દિવસ માટે ઉપવાસ રાખે છે. આ ઉપવાસો માં એક ઉપવાસ છે જેમાં કઈ પણ ખાઈ નથી શકાતું કે નથી કઈ પી શકાતું. જેને નિર્જળ ઉપવાસ કહે છે.

આ ઉપવાસ રહેવાની પરંપરા યુગો યુગો થી ચાલી આવે છે. આપણાં ઋષી મુનિઓ પોતાની તપસ્યા કરતી વખતે ઘણા દિવસો થી લઈ ને વર્ષો સુધી ઉપવાસ કરતાં આવ્યા છે. આથી આપણાં ધાર્મિક હિન્દુ ગ્રંથો માં ઉપવાસ રહેવા અને તેને કઈ રીતે છોડવા તેના વિસ્તૃત નિયમો નો ઉલ્લેખ કર્યો છે. આમ ઉપવાસ રાખવા થી શારીરિક અને માનસિક રોગ દૂર થઈ જાય છે અને આધ્યાત્મિક સુખ ની પ્રાપ્તિ થાય છે.

ઉપવાસ કરવા થી શરીર ની અનેક રોગો સામે રક્ષા થાય છે. ચિકિત્સા માં પણ ઉપવાસ કરવો શરીર ની તન્દુરસ્તી માટે ફાયફાકારક બતાવ્યુ છે.

ઉપવાસ કઈ રીતે શરૂ કરવો?

પહેલા એક કે બે દિવસ માટે ઓછું ખાવું જોઈએ, આ પછી માત્ર ફળ નો આહાર લેવો જોઈએ, આમ ફળ ખાધા પછી ફળ ના રસ નું સેવન કરવું જોઈએ અને આ પછી પૂર્ણ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ માં આરામ વધુ કરવો જોઈએ. આરામ ની આ ક્લાક દરમિયાન ખુલ્લી અને સાફ હવા અથવા ધૂપ માં રહેવું જોઈએ, જે વ્યક્તિ ઉપવાસ કરી રહ્યો હોય તેની ઉપવાસ માં પૂરી શ્રધ્ધા હોવી જોઈએ. આ ઉપરાંત તેણે ઉપવાસ કરતાં પહેલા વ્રત ની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.

ઉપવાસ કઈ રીતે છોડવો?

જ્યારે ઉપવાસ નો સમય પૂરો થઈ જાય છે ત્યારે પ્રાકૃતિક રૂપે તેને આપ મેળે જ ખબર પડી જાય છે કે હવે આપણે ઉપવાસ છોડી દેવો જોઈએ. જીભ જ્યારે સાફ દેખાવા લાગે, શ્વાસ માં સુગંધ આવવા લાગે, શરીર માં તાજગી મહેસુસ થાય, અને ભૂખ જાતે જ લાગવા લાગે ત્યારે આપણે ઉપવાસ છોડી દેવો જોઈએ. ઉપવાસ જ્યારે પૂરી રીતે પૂરો થઈ જાય ત્યારે પહેલા આપણે રસ નું સેવન કરવું જોઈએ. ત્યાર  બાદ ફળ નું સેવન કરવું જોઈએ. આ ફળ નો આહાર લીધા પછી મીઠા વગર નું સૂપ પીવું જોઈએ. અને આ પછી બીજા દિવસે બાફેલી શાકભાજી અને ફળ ને એકસાથે ખાવા જોઈએ. આ પછી ઓછા મીઠા વાળું ભોજન લેવું જોઈએ. આમ એટલું કર્યા પછી સાધારણ ભોજન કરવું જોઈએ.

ઉપવાસ કરવા ના ફાયદાઓ

ઉપવાસ કરવા થી શ્વસન ક્રિયા સારી રીતે થવા લાગે છે. આના થી ફેફસાઓ ની બધી જ રૂકાવટ ખત્મ થઈ જાય છે. અને શ્વાસ નું કોઈપણ જાત ના અવરોધ વગર આવવું અને જાવું શરૂ થઈ જાય છે.

ઉપવાસ કરવા થી હ્રદય ને લગતી બીમારીઓ માં પણ આરામ મળે છે. આથી વ્રત ઉપવાસ કરવું હ્રદય માટે ખૂબ સારું માનવા માં આવે છે. જેના થી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

આ વ્રત ઉપવાસ દરમિયાન શરીર ની બધી ઇન્દ્રિય ખૂબ જ તેજ અને સારી રીતે કામ કરવા લાગે છે. આથી મન માં અજીબ શાંતિ, સુકુન નો અનુભવ થાય છે. આ સાથે આપણી સહનશક્તિ પણ વધે છે.

પેટ ના આંતરડા અને મૂત્રાશય માં જામેલી ગંદકી ના કારણે આવેલી રૂકાવટ પણ ઓછી થઈ જાય છે. પેટ ના આંતરડા ની સફાઈ થઈ જાય છે. આ ઉપરાંત ઉપવાસ કરવા થી લોહી માં પણ શુધ્ધતા આવે છે.

ઉપવાસ કરવા થી યાદશક્તિ તેજ થઈ જાય છે. સ્મરણ શક્તિ અને આઈ ક્યૂ લેવલ પણ વધી જાય છે.

આમ ઉપવાસ કરવા થી દરેક પળે એક નવી જ તાજગી નો અનુભવ થયા કરે છે. કારણ કે શરીર નું ઉત્સર્જન તંત્ર અને પાચન તંત્ર અશુધ્ધિઓ ને હટાવી ખૂબ સારી રીતે કાર્ય કરવા નું શરૂ કરી દે છે.

ઉપવાસ કરનાર વ્યક્તિ ના શરીર ને શક્તિ પહેલા સંગ્રહાયેલ ક્રમશઃ કાર્બો હાઈડ્રેટ, વાસા અને પ્રોટીન માથી મળી રહે છે.

ઉપવાસ દરમિયાન શરીર ની ફેટ બર્નિગ પ્રોસેસ તેજ થઈ જાય છે, જેનાથી ચરબી ખૂબ જ ઝડપ થી ગળવા લાગે છે.

ઉપવાસ કરવાથી રોગ પ્રતિકારક કોશિકાઓ ના નિર્માણ માં મદદ મળે છે. વિશેષજ્ઞો એ એવું માને છે કે વ્રત ઉપવાસ કરવાથી કેન્સર ના દર્દી ને ઘણી રાહત મળે છે. ખાસ કરી ને તે લોકો જેઓ કીમિયોથેરેપી લે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here