શું તમને પણ વારંવાર ઉલ્ટી કે ઉબકા આવવાની સમસ્યા છે?તો અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ અને મેળવો છુટકારો….

0

ઉલ્ટી થવી જેને વોમેટિન કહે છે આ કોઈ બીમારી નથી એક પ્રક્રિયા છે જે કોઈ વિશેષ કારણથી થાય છે. મેડિકલની ભાષામાં આને “ઈમેસિસ” કહે છે. ઉલ્ટી ત્યારે જ થાય જ્યારે પેટમાં જમા ખાદ્ય સામગ્રી અથવા અડધું પચેલું ભોજન કોઈ દબાવ ને કારણે મોં ના રસ્તાથી બહાર આવે છે.ઉલ્ટી થવાના ઘણા કારણ હોય શકે છે, જેમાં કોઈ બીમારીમાં મન ગભરાવવું અને ઉલ્ટી થવી સામાન્ય છે. કોઈ વાર ઉલ્ટી કોઈ દવા ની સાઈડ ઇફેક્ટ થી પણ થઈ શકે છે. પ્રેગ્નેટ્સી દરમિયાન જી ગભરાવું અને ઉલ્ટી વારંવાર થાય છે. સામાન્ય રીતે શરૂવાત ના થોડા મહિના સુધી થાય છે અને ક્યારેક તો 9 મહિના સુધી પણ થાય છે.
ઉલ્ટીના કારણે અને સ્થિતિને જોઇ ને બ્રેન શરીરને ડાઈફ્રોમ અને સ્ટમકને એક સિગ્નલ મોકલે છે. જે ખોરાકને ઇસોફેગસથી ફરીથી મો ની બાજુએ ધકેલે છે.

ઉલ્ટી આવે તો રોકી શકાય આ પરિસ્થિતી પર નિર્ભર છે. વાસ્તવ માં ઉલ્ટી થવી આ કઈ ખરાબ નથી આ પોતાના શરીરના અંદરની ટોકિસસિટી ને ઓછી કરે છે. જેમ વધારે આલ્કોહાલ પીવાથી બ્લડ સ્ટ્રીમમાં ટોક્સિસિટીમાં સંતુલન લાવી શકાય છે. અથવા કોઈ વાર બોડીમાં એક બેટક્ટેરિયા-એશરરિશિયા કોલાઈના કારણે ઇન્ફેક્સ થઈ જાય છે. આ બૈકટેરિયાના ઇન્ફેકશન ને દૂર કરવા માટે ઉલ્ટી કરવું પણ શરીર માટે ફાયદેમંદ છે.ઉલ્ટી વોમેટને દૂર કરવા ના અને રોકવાના ઉપાય;-
-જો ડોકટરની સલાહ લઈ લીધી હોય અથવા ઉલ્ટી થવાના કારણ સમજી લીધા હોય, તો કોઈ ઘરેલુ ઉપાયથી પણ ઉલ્ટી રોકી શકાય છે.
-આદું પાચન-તંત્ર માટે ખૂબ જ સારું હોય છે. અને ઉલ્ટી રોકવા પ્રાકૃતીક રૂપથી એન્ટિ-એમેટિકની જેમ કામ કરે છે. એક ચમચી આદું ના રસ અને લીંબુના રસમાં મિક્ષ કરીને દિવસમાં 2-4 વખત લેવાથી ઉલ્ટી થવી અને મન ગભરાવવું બંધ થઈ જાય છે. અથવા આદું ના નાના ટુકડા ને મો માં લેવાથી આરામ મળે છે. મધની સાથે આદું ની ચા બનાવીને પણ લઈ શકાય છે.-તજ પણ જઠર સબંધિત સમસ્યાઓ ને શાંત કરે છે. આને લેવાથી પણ મન ગભરાવવું અને ઉલ્ટી થવી જેવી સમસ્યાઓ ઓછી થાય છે. એક કપ પાણીમાં અડધી ચમચી તજ નો પાઉડર નાખીને ગરમ કરવું અને આ પાણી ને પીવું, આમાં મધ પણ મિક્ષ કરી શકો છો. પરંતુ આ ઉપાય ગર્ભવતી સ્ત્રી માટે નથી.
-ફુદીના ની ચાં પણ પાચન તંત્ર ને સંતુલિત રાખે છે. જો તાજા પાન હોય તો તેને ચાવવું પરંતુ ફુદીના નું પાન ના હોય તો સૂખા ફુદીના ના પાનને ચાં માં નાખીને પી લેવું.
-એક ચમચી ફુદીના ના પાનનો રસ ,લીબુનો રસ અને મધ મિક્ષ કરી દિવસમાં 3 વખત પીવાથી ઉલ્ટી ઓછી થાય છે.
એપલ્સઇડ વિનેગર પાન બેચેની ઓછી કરે છે. આ ડિટોક્સિફિકેશન પણ કરે છે, આમાં એન્ટિ-માઈક્રોબિયલ ગુણ હોવાને કારણે આ ફ્રૂડ પોઈજનિગ પણ સારું કરે છે. એક ચમચી એપલ્સઇડ વિનેગર અને એક ચમચી મધ નાખીને પાણીની સાથે પીવાથી મન ગભરાવવું અને ઉલ્ટી ઓછી થાય છે. ઉલ્ટી થવાથી મોં નો ખરાબ સ્વાદ અને મો ની ગંધ આવતી ઓછી થાય જાય છે. અડધા કપ પાણીમાં 1 ચમચી વિનેગર નાખીને પીવાથી મોનો ખરાબ સ્વાદ અને મોના ગંધથી વારંવાર ઉલ્ટી આવતી ઓછી થઈ જાય છે.

  • લવિંગ પણ ગૈસ્ટ્રી ઇરેટિબિલિટીને ઓછી કરે છે,લૉગની ચાં બનાવી શકાય છે અથવા તળેલી લવિંગ ને મધ સાથે મિક્ષ કરીને લઈ શકાય છે.
  • મીઠી તુલસીના પાન પણ ઉલ્ટીને ઓછી કરે છે. આનું જ્યુસ બનાવીને એક ચમચી ગરમ પાણી અને એક ચમચી મધ સાથે રોજ પીવાથી મન ગભરાવવું અને ઉલ્ટી થવી ઓછી થાય છે.
  • જાબુના વૃક્ષ ની છાલની પાઉડર બનાવી આને 10 મિનિટ સુધી પાણીમાં પલાળવા દેવી અને એમાં 1 ચમચી મધ નાખીને રોજ 2-3 ચમચી પી લેવી. આ બ્લડ સુગરને પણ ઓછું કરે છે. એટલે લોકો આને ડાયબીટીસમાં પણ પીવે છે.
  • લીંબુ અને ડુંગળી નો રસ પણ મિક્ષ કરીને પીવાથી ઉલ્ટી ઓછી થાય છે.
  • ઉલ્ટી જેવુ થવા લાગે તો એક ઘૂટડો પાણી નો પીવો.
  • બહુ જ હળવું તેમજ ઓછી તેલ મસાલા વાળું ખોરાક ખાવું, ધીરે-ધીરે ખવવું.
  • જેટલું બને ત્યાં સુધી આરામ કરવું.
  • જમ્યા પછી તરતજ ના સુવું.
  • જમ્યા પછી તરત જ બ્રશ ન કરવું, આનાથી ઉલ્ટી થવાના શકયતા વધારે રહે છે.
  • આ ઉલ્ટી અને ઉબકા રોકવાના એવા ઉપાય છે જે તમે ઘરે પણ કરી શકો છો, આના ઉપયોગથી કોઈ નુકશાન પણ નહિ થાય. હવે તમને જ્યારે પણ ઉલ્ટીથી હેરાન થાવ તો ઉપરોક્ત આપેલા ઉપાય કરવું.

Author – GujjuRocks (માધવી આશરા ‘ખત્રી’)
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here