વિટામીન C થી ભરપૂર સ્ટ્રોબેરી કરશે હૃદય સ્વસ્થ અને ડાયાબિટીસ કંટ્રોલ..સ્ટ્રોબેરી ના 7 ચમત્કારિક ફાયદાઓ વાંચો

0

સ્ટ્રોબેરી એ એક છોડ છે જેનુ ફ્ળ એક્દમ સ્વાદિષ્ટ હોય છે. સ્ટ્રોબેરી ના પાન તથા ફ્ળ નો ઉપયોગ ઘણી બધી જગ્યા એ થાય છે. તેનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. જેને કારણે તેને એક આયુવેદિક ઔષધી પણ કહેવામા આવે છે. સ્ટ્રોબેરી મા વિટામીન એ, સી, ડી, કે વિટામીન બી૧,બી૨,બી૩,બી૧૨ જેવા વિટામીન સાથે આયર્ન, કેલ્શિયમ, મૈગ્નીશીયમ, સોડિયમ જેવા પોષક તત્વો છે.

સ્ટ્રોબેરી ના સેવન થી સાંધા સંબધીત, કેન્સર, હ્રદય રોગ જેવી ઘાતક બીમારી ઓ થી રક્ષણ મેળવી શકાય છે. સ્ટ્રોબેરી લોહી ને સાફ કરી ચયાપચય ની ક્રિયા ને વધારે છે. સ્ટ્રોબેરી મા ફાઈબર વધુ અને કેલોરી ઓછી માત્રા મા હોય છે આપણા શરીર મા કેલોરી ઓછી થતા વજન ઓછુ કરવા મા પણ મદદ કરે છે. વિટામીન સી હોવાથી ત્વચા સંબધીત સ્વાસ્થ્ય મા સુધારો કરે છે. સ્ટ્રોબેરી મા ઉપસ્થિત પોષક તત્વો પેટ ઓછુ કરવા મા પણ મદદ કરે છે.

સ્ટ્રોબેરી ત્વચા નિખારે છે

વિટામીન સી (C) ની વીપુલ માત્રા ને કારણે સ્ટ્રોબેરી આપણી ત્વચા માટે ફાયદા કારક છે. જો તમારી ત્વચા તૈલી હોય તો સ્ટ્રોબેરી નો ઉપયોગ ફેસ માસ્ક બનાવા મા પણ કરી શકો છો. સ્ટ્રોબેરી ત્વચા ને પોષણ આપી એને પુર્ન જીવીત કરે છે. સ્ટ્રોબેરી ના રસ નો ઉપયોગ ત્વચા ના ડાઘ દુર કરવા મા કરી શકાય છે. આમા એન્ટી ઓક્સીડન્ટ્ ગુણ છે, જે વધતી ઉમર ની પ્રક્રિયા ને ધીમી કરે છે તથા સુર્ય ના કિરણો થી થતા ત્વચા પર ના નુકશાન થી બચાવે છે.

હ્રદય ની તંદુરસ્તી માટે

એન્ટીઓક્સીડન્ટ્ અને પાલીફેનોલ જેવા તત્વો વધારે પ્રમાણ મા હોવાથી સ્ટ્રોબેરી તમારા હ્રદય ને સ્વસ્થ રાખવા માટે નો એક સારો ખાદ્ય પદાર્થ છે. સ્ટ્રોબેરી મા એંથોસાઈનીન હોય છે, જે એના લાલ રંગ માટે જવાબદાર છે. આ રક્તચાપ મા નિયંત્રણ કરી પરિસંચરણ તંત્ર મા સહયોગ કરે છે. જે ઉચ્ચ રક્તચાપ મા રાહત કરી શકે છે. સંશોધનો થી જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત રૂપ થી સ્ટ્રોબેરી ખાય છે તેને હ્રદય રોગ ની સંભાવના ઓછી થઈ જાય છે. તો તમારા હ્રદય ને સ્વસ્થ રાખવા માટે તમે સ્ટ્રોબેરી નુ સેવન કરી શકો છો.

ડાયાબીટીસ નિયંત્રણ કરે

એન્ટીઓક્સીડન્ટ્ અને એલેગીક એસીડ યુક્ત સ્ટ્રોબેરી સ્ટાર્ચયુક્ત ભોજન ના પાચન ને ધીમુ કરવા મા મદદ કરે છે. સ્ટ્રોબેરી સ્ટાર્ચ ભોજન પછી બ્લડ્ શુગર ને નિયંત્રીત કરે છે આ ડાયાબીટીસ વાળા રોગી ઓ મા શુગર ની માત્રા નિયંત્રીત કરવા મા મદદ કરે છે. સ્ટ્રોબેરી મા સમાયેલ ફાઈબર પણ લોહી મા શુગર ના સ્તર ને નિયંત્રણ મા રાખવા મા મદદ કરે છે.

સ્ટ્રોબેરી ના ફાયદા પુરષો માટે

હ્રદય અને ધમનીઓ ને સ્વસ્થ રાખવા માટે સ્ટ્રોબેરી મા સારી માત્રા મા એન્ટીઓક્સીડન્ટ ઉપલબ્ધ થાય છે. સ્ટ્રોબેરી પુરૂષ અને મહીલાઓ બન્ને મા યોન કામકાજ ને વધારવા મા મદદ કરે છે. સ્ટ્રોબેરી મા વિટામીન C સી અને એન્ટીઓક્સીડન્ટ સારી માત્રા મા હોવાથી પુરૂષો મા શુક્રાણુ ની સંખ્યા વધારવા મા મદદ કરે છે.

કેંન્સર થી બચવા માટે

સ્ટ્રોબેરી મા વિટામીન C અને ફાઈબર ની સારી માત્રા હોવાથી એસોફૈગસ અને કોલન કેંન્સર ને રોકવા મા મદદ કરે છે. અમેરીકન ઈંસ્ટીટ્યુટ ફોર કેંન્સર રિસર્ચ અનુસાર સ્ટ્રોબેરી ના એંન્ટી કેંન્સર ગુણો માટે એલાગીક એસીડ ની ઉપસ્થિતિ ને માનવા મા આવે છે, જે સ્ટ્રોબેરી મા સારી માત્રા મા મળી આવે છે. જે ત્વચા, ફેફસા, મુત્રાશય અને સ્તન કેંન્સર ને રોકવા મા મદદ કરે છે. એલાગીક એસીડ ઘણી રીતે એક એન્ટીકેંન્સર એજંન્ટ અને અમુક કેંન્સર કોષો ને નાશ કરવા મા મદદ કરે છે.

સોજા ને ઓછા કરવા માટે

વિશ્વ વિધાલય એ કરેલા સંશોધન અનુસાર કાર્સેટિન નુ સેવન કરવા થી એથેરોસ્કલરોસિસ ને ઓછુ કરી શકાય છે. જે સ્ટ્રોબેરી મા કાર્સેટિન સારી માત્રા મા હોય છે. સ્ટ્રોબેરી મા વીટામીન C પણ હોય છે, જે શરીર મા સોજા ને ઓછા કરવા અને ગઠીયા ના લક્ષણો ને રોકવા મા મદદ કરે છે. સંશોધનો થી ખ્યાલ આવ્યો છે કે જે મહિલાઓ સ્ટ્રોબેરી નિયમિત રીતે ખાય છે તેને પગ મા સોજા થઈ જવાની તકલીફ થતી નથી. જો તમે શરીર ના સોજા થઈ જવાની બીમારી થી પીડાતા હો તો તમે સ્ટ્રોબેરી લઈ શકો છો. સ્ટ્રોબેરી ના સેવન થી આ બાબત મા તમને અવશ્ય ફાયદો કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here