વિટામીન B6ની કમીના કારણે શરીરમાં થાય છે આવી તકલીફો, વાંચો અને જાણો કેવી રીતે મેળવશો અને તેના ફાયદા.

0

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન અને પોષક તત્વોની બહુ જ જરૂરત હોય છે. આ વિટામીન અને તત્વોની પૂર્તિ માટે આપણે આપણા ભોજન પર ધ્યાન આપીએ છીએ. પણ જયારે ભોજનમાં અમુક તત્વોની ખામીના લીધે વિટામીનની ઉણપ સર્જાય છે. જો શરીરમાં વિટામીનની ઉણપ થાય છે ત્યારે શરીર પર તેના અલગ અલગ લક્ષણ દેખાય છે. જો આની પર ધ્યાન આપવામાં આવતું નથી તો તે આપણા શરીર માટે ગંભીર સમસ્યા સર્જાય છે. વિટામીનની કમીના કારણે હૃદય સાથે જોડાયેલ બીમારી, કિડનીના રોગ, એનીમિયા વગેરે જેવા રોગ થાય છે. આવો તમને જણાવી દઈએ કે શરીરમાં વિટામીન B6ની ઉણપથી શું તકલીફ થાય છે.

વિટામીન B6 ઉણપના લક્ષણ

૧. થાક અને નબળાઈ

વિટામીન B6ની ઉણપ થાય ત્યારે થોડુક કામ કરીને પણ બહુ થાક લાગે છે આખો દિવસ બસ આળસ જ આવ્યા રાખે. આ એના મહત્વના લખાણ છે.

૨. વાળનું ખરવું

જો તમારા વાળ અચાનક ખરવાના શરુ થઇ જાય તો સમજવું કે તમારા શરીરના વિટામીન B6 નો ટેસ્ટ કરવાનો સમય થઇ ગયો છે.

૩. ડ્રાય સ્કીન અને હોઠ ફાટવા

ઘણા એવા લોકો હોય છે જેમની સ્કીન હંમેશા ડ્રાય રહેતી હોય છે અને તેના લીધે જ તેમને ઘણી મોંઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે પણ તેઓ એ નથી વિચારતા કે આ વિટામીનની કમીના લીધે પણ આવું થઇ શકે છે. હા વિટામીન B6ની ઉણપના કારણે સ્કીન ડ્રાય રહે છે અને સાથે સાથે હોઠ પણ ફાટવા લાગે છે.

૪. મોઢા અને જીભ પર સોજો આવવો

મોઢા પર અને જીભ પર સોજો આવવો એ પણ એક લક્ષણ છે કે તમારા શરીરમાં વિટામીન B6 ની ઉણપ છે.

આના સિવાય વિટામીનની ઉણપના કારણે લાગણીઓમાં ફેરફાર પણ આવી શકે છે, હૃદયની બીમારી પણ થવાના ચાન્સ છે, એનીમિયા જેવી તકલીફો થવાની પણ સંભાવના વધી જાય છે.

વિટામીન B6ની ઉણપ હોય તો આ વસ્તુઓનું કરો સેવન.

૧. જો તમે વેજીટેરીયન છો અને માંસાહાર નથી ખાઈ શકતા તો તમારે ઘઉં, બાજરો, જવ, મકાઈ, વટાણા, લીલા દાણા, અખરોટ વગેરે જેવા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય કેળા, કોબીઝ, સોયા બિન, ગાજર અને લીલા શાકભાજી ખાવા જોઈએ.

૨. જે મિત્રો નોન વેજ ખાઈ શકે છે તેઓ માછલી, ઇંડા, ચીકન, મટન વગેરે ખાઈ શકે છે.

વિટામીન B6 ના બીજા લાભો

૧. વિટામીન B6 નું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ શક્તિ વધવાના કારણે બીમારી સામે રક્ષણ મળે છે.

૨. આ વિટામીન એ પાણીમાં ઓગળી જાય એવું હોય છે તેના કારણે હૃદય, સ્કીન અને નર્વસ સીસ્ટમ સાથે જોડાયેલ રોગમાં ફાયદા મળે છે.

૩. શરીરમાં હોર્મોનસ કંટ્રોલ રાખવામાં આ વિટામીન બહુ કામ આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here