જો શરીરમાં છે વિટામિન બી-12 ની ખામી, તો રહ્યાં તેનાં લક્ષણો…જાણો અને ચેતજો !! વાંચો લેખ

0

વિટામીન બી -12 શરીર માટે એક આવશ્યક પોષકતત્વ છે, તેના અભાવથી શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે. તેથી તેના સ્તરની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

1. વિટામિન બી -12 ની ખામીના લક્ષણો :
વિટામીન બી એક આવશ્યક ન્યુટ્રિક ઘટક છે જે સ્વસ્થ નસો અને રક્ત કોશિકાઓને બનાવવામાં મદદ કરે છે. આ લાલ રક્ત કોશિકાઑમાંથી ઓક્સિજન લઈ જવાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ વિટામીન બી -12 ની ઉણપ તમારા શારીરિક કાર્યોમાં બાધા બની શકે છે. એક સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિ દૈનિક રૂપે ઓછામાં ઓછું 2.4 મિલીગ્રામ વિટામિન બી 12 ની માત્રા જરૂર પડે છે. તેથી તેના સ્તરની નિયમિત તપાસ કરવવી જરુરી છે, અન્યથા બી 12 ની કમી કદાચ ઘણા રોગોનું કારણ બની શકે છે. આજે આ લેખની વીટામિન બી -12 ની કમી ના સંકેતો વિષે જાણીશું.
વિટામીન બી -12 ની ખામીથી તમારી તંત્રિકા સંકોચાવા લાગે છે અને તમને અચાનક જ અકળામણની અનુભૂતિ થાય છે. આ પોષકતત્વ માઇલેન બનાવવામાં મદદ કરે છે, જે તંત્રિકાને સુરક્ષામાં આવરી લે છે. તેથી જો તમે ક્યારેક અચાનક જ સ્થિરતા મહેસુસ કરશો તો તમને આ સંકેત વિટામિન બી -12 ની કમીનો છે.

ભારે થાક અથવા નબળાઈ ને શ્વાસની તકલીફ, આ પ્રકારના બધા સંકેતો પર ધ્યાન આપવાની જરૂર છે. ઉપરાંત, વિટામીન બી -12 ની ખામી કારણે લાલ રક્ત કોષો પૂરતી માત્રામાં ઑક્સિજનની પૂરતી નથી કરી શકતું. જેના કારણે તમને થાક અને નબળાઈનો અહેસાસ થાય છે.

જ્યારે તમારી ત્વચા તમારા ચળકાટ ગુમાવે છે ત્યારે તે દર્શાવે છે કે તમારા ખોરાકમાં પૂરતી વિટામીન બી -12 ની આવશયકતા છે. કેટલાક સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પીલીયા એ ગંભીર વિટામિન બી -12 ની ખામીનું પરિણામ હોઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે જેટલી ઝડપથી શક્ય છે તેની તપાસ કરો. દરેક ડાયબીટીઝથી પીડિત વ્યક્તિમાં વિટામિન બી -12 ની કમી જોવા મળતી નથી. પરંતુ જો તમને ટાઇપ 1 અથવા ટાઇપ 2 ડાયબીટિઝ હોય તો વિટામિનની બી -12 ની ખામી હોવાની શક્યતા છે.
સેરોટોનિનનું સ્તર ઓછું હોવું જે ન્યુરોટ્રાન્સમીટર જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે જે , ડિપ્રેસનનું કારણ બને છે અને વિટામીન બી -12 આ ન્યુરોટ્રાન્સમીટરના બનવામાં મદદ કરે છે. તેથી જો તમે ડિપ્રેસન અથવા મોટેભાગે તમારા મૂડમાં પરિવર્તન દેખાય છે તો તમને વિટામિન બી -12 ની કમી હોય શકે છે. ઉપરાંત વિટામિન બી 12 તમારા મનગમતા કાર્યોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેના અભાવને કારણે જ્ઞાનાત્મક કાર્ય અસર થાય છે, જે સ્મૃતિ એટ્લે કે યાદ શક્તિને નુકસાન અને ડિમેન્સિયાનું કારણ બને છે, ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓમા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here