વિશ્વની એવી 10 જગ્યાઓ જે મરતા પહેલા એકવાર તો જોવી જ જોઈએ, જાણો કઈ જગ્યા ક્યાં આવેલી છે

0

ઈશ્વરે આપણી દુનિયામાં એવી અનોખી વસ્તુઓ બનાવી છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. દુનિયામાં દરેક ખૂણામાં એવી જગ્યાઓ આવેલી છે જે કોઈ જાદુઈ જગ્યાનો અહેસાસ કરાવે છે. અહિયાં એકથી વધુ એક કુદરતી દ્રશ્ય આવેલા છે જે સ્વર્ગથી જરાય ઉતરતા નથી. તમને આ જગ્યાઓ જોઇને લાગશે કે અહિયાં કોઈ ચિત્રકારે ચિત્ર દોર્યું છે પણ તમે વિશ્વાસ નહિ થાય પણ આ જગ્યા સાચેજ આપણી સુંદર દુનિયામાં જ આવેલ છે. આજે અમે તમને એવી ટોપ ટેન જગ્યા બતાવીશું જ્યાં તમારે જીવનમાં એક વાર તો જવું જ જોઈએ. તમને કઈ જગ્યા સૌથી વધુ પસંદ છે એ જણાવજો અને જો તમે આ જગ્યાની મુલાકાત લીધી હોય તો કોઈ ફોટો શેર કરવો હોય તો કરી શકો છો.

૧. નાયગ્રા ફોલ્સ : સયુંકત રાજ્ય અમેરિકા અને કેનેડાની સીમા પર આવેલ આ એક વિશાલ ધોધ છે. કેનેડાના ઓન્ટારિયો અને અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યની ઇન્ટરનેશનલ સીમા પર આવેલ નીયાગ્ર નદીમાં બનેલ છે. આ ધોધનું દ્રશ્ય એ બહુ સુંદર છે ત્યાં જોવા મળતું દરેક દ્રશ્ય એ મનોહર હોય છે. અહીયાની સુંદરતા જોવા અને માણવા માટે દર વર્ષે કરોડો લોકો અહિયાં આવતા હોય છે.

૨. બોરા બોરા આઈલેન્ડ : ફ્રેંચ પોલિનેશિયાના ત્રણ અદ્ભુત દ્રશ્ય એ દરેક માટે એક ડ્રીમ ડેસ્ટીનેશન હોય છે. અહિયાં જઈને તમને પાણી પર બનેલા ઘરમાં રહેવા મળશે. આ જગ્યાએ સપનાની નગરીથી ઓછી નથી.

૩. સેન્ટોરીની : ગ્રીસમાં આવેલ આ જગ્યા એ સૌથી રોમેન્ટિક અને સુંદર જગ્યાઓમાંથી એક છે. આ જગ્યાની રાત્રીલાઈફ જોવા જેવી છે તેના કારણે જ આ વધુ ફેમસ છે. મોટી વાદળી કલરની છતની સાથે સફેદ દીવાલો તેની સુંદરતામાં વધારો કરે છે. સેન્ટોરીની એ પાણીના શોખીનો માટે બહુ જ રોમાંચક જગ્યા છે.

૪. વેનિસ : ઇટલીમાં પાણીમાં તરતા આઈલેન્ડની જેમ આ શહેર એ પોતાની આગવી કુદરતી સુંદરતાના કારણે બહુ અલગ પડે છે. આ શહેરમાં કુલ ૧૨૦ આઈલેન્ડ આવેલા છે. અહિયાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે હોડીમાં બેસીને જઈ શકો છો અથવા તો ચાલતા જઈ શકો છો.

૫. હેંગ સોંન ડૂંગ : વિયતનામમાં આવેલ આ જગ્યા એ આવેલ ગુફા એ વિશ્વની સૌથી મોટી ગુફા છે. આ જગ્યાની શોધ એ ૨૦૦૯માં થઇ હતી. જયારે બ્રિટીશ વૈજ્ઞાનિકોની ટીમ અહિયાં પહોચી અને આ જગ્યાને શોધી. આની અંદર એક અલગ દુનિયા વસેલી છે. આ જગ્યાને હેંગ સોંન ડૂંગ કહેવામાં આવે છે. ગુફાની અંદર લગભગ ૫ કિલોમીટર લાંબુ અને ૧૫૦ મીટર પહોળું એક શહેર આવેલ છે.

૬. ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના : ચીનની આ વિશાળ દીવાલ એ પથ્થર અને માટીની બનાવવામાં આવી છે. આ દીવાલ એ વિશ્વની સૌથી મોટી દીવાલ છે. આ દિવાલના અમુક ભાગ એ જોડાયેલ નથી જો આ દીવાલની દરેક જગ્યાને જોડી દેવામાં આવે તો આ દીવાલની લંબાઈ ૮૮૪૮ કિલોમીટર સુધી પહોચી જશે. સંભાળવામાં તો એવું આવ્યું છે કે આ દીવાલને બનાવવામાં ૨૦ થી ૩૦ લાખ લોકોએ પોતાનું પૂરું જીવન લગાવી દીધું હતું.

૭. ગીઝાનો પીરામીડ : મિસરમાં આવેલ આ જગ્યા એ દુનિયાની સાત અજાયબીમાંથી સૌથી પહેલા ગણાય છે. આ પીરામીડના રહસ્યને ઉકેલવા માટે વિશ્વભરના લોકોએ બહુ મહેનત કરી છે. જાણવા મળ્યું છે કે આ પીરામીડની અંદર રાજાઓના શબોને દાટી દેવામાં આવ્યા છે. આ શબને મમી કહેવામાં આવે છે. આપણા દેશની સંસ્કૃતિની જેમ અહીની પણ સંસ્કૃતિ બહુ પુરાની છે એટલે આ જગ્યાને જોવી એ પોતાનામાં એક બહુ મોટી વાત છે.

૮. કજેરાગ હિલ્સ : નોર્વેમાં આવેલ આ જગ્યા એ દિલને ગાર્ડન ગાર્ડન કરી દે એવી છે. કજેરાગ બોલ્ડરનો અદ્ભુત નઝારો જે નોર્વેમાં બનેલ કજેરાગ પર્વતની વચ્ચે બનેલ તિરાડ દ્વારા બની છે. નોર્વે એ યુરોપની સૌથી સુંદર જગ્યા છે. અહીયાની ક્રિસ્ટલ બ્લ્યુ નદી અને સુંદર પર્વતો એ જોવા જેવા છે. જો તમે આ જગ્યાની સાચી સુંદરતા માણવા માંગતા હોવ તો તમારે અહિયાં બોટમાં બેસીને ફરવું જોઈએ.

૯. ઝાગ્યે દાનકીસીયા લેન્ડફાર્મ : ગાંચું ચીનમાં આવેલ આ જગ્યા જોઇને એવું લાગે જાણે ઈશ્વરે અહિયાં સુંદર પેન્ટિંગ કર્યું હોય. આ રંગીન કુદરતી પર્વતો જોઇને બહુ જ નવાઈ લાગશે. આ જગ્યાની રચના એ સંપૂર્ણ કુદરતી જ છે. અહિયાં દર વર્ષે જોવા માટે લાખો લોકો આવતા હોય છે.

૧૦. હિતાચી સીસાઈડ પાર્ક : જાપાનમાં આવેલ આ રસ્તો એ વિશ્વના જાદુઈ રસ્તાઓમાંથી એક છે. અહિયાંના રસ્તા પર ચાલીને એવું લાગે જાણે આપણે કોઈ જાદુઈ નગરીના રસ્તે ચાલી રહ્યા હોઈએ. અહિયાંના કુદરતી દ્રશ્ય જોઇને તમારી આંખો ચાર થઇ જશે એક જગ્યા જોવો અને એક ભૂલો એવી સુંદર જગ્યાઓ આવેલ છે. જો તમે ટ્રાવેલના શોખીન છો તો તમારે અહિયાં જીવનમાં એકવાર તો જવું જ જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here