વિશ્વનો એક એવો દેશ જ્યાં સતત મુસ્લિમ વસ્તી કરતા વધી રહી છે હિન્દુઓની વસ્તી, વાંચો કયો દેશ છે આ અને શું છે ખાસિયત.

0

હમણાં જ થયેલ અમેરિકા રીસર્ચ સેન્ટર પ્રમાણે જાણવા મળ્યું છે કે ૨૦૭૫ સુધીમાં સંપૂર્ણ દુનિયામાં મુસ્લિમ લોકોની વસ્તી સૌથી વધુ હશે. આ રીપોર્ટ પછી પૂરી દુનિયામાં હલચલ થઇ ગઈ હતી. લોકો હેરાન હતા કે એવું થશે તો શું થશે. હમણાં થોડા જ સમય પહેલા જનસંખ્યા ઉપર એક નવો રીપોર્ટ આવ્યો છે. આ રીપોર્ટ વિષે જાણીને હિંદુ મિત્રોને થોડી રાહત જરૂર મળશે. હા આ રીપોર્ટ અનુસાર દુનિયામાં અમુક એવા દેશ પણ છે જ્યાં હિંદુ ધર્મ બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. એમાંથી એક દેશ છે આયર્લેન્ડ.

આયર્લેન્ડ માં વધી રહી છે હિંદુ વસ્તી બહુ ઝડપથી.

તમને જાણીને નવાઈ લાગશે પણ આયર્લેન્ડ એ એક ખ્રીસ્તી ધર્મ માનવાવાળો દેશ છે, પણ અહિયાં હિંદુ ધર્મ એ બહુ ઝડપથી વિકસી રહ્યો છે. આયર્લેન્ડની જનગણના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં હિંદુઓની વસ્તીમાં ૩૪ ટકાનો વધારો થયો છે. આ જનગણના એ આજથી એક વર્ષ પહેલા ૨૦૧૬ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી ત્યારે મુસ્લિમ જનસંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો હતો.

આયર્લેન્ડમાં હિંદુઓથી ૬ ગણા વધારે રહે છે મુસ્લિમ.

આયર્લેન્ડની કુલ જનસંખ્યામાં ૩.૮ ટકાની વૃદ્ધિ થઇ છે. આયર્લેન્ડ એ મુખ્ય સ્વરૂપે ખ્રીસ્તી ધર્મનું પાલન કરવાવાળો દેશ છે. અહિયાંની કુલ જનસંખ્યા ૪.૭૬ મિલિયન છે જેમાં ૩.૭૩ મિલિયન વસ્તી એ રોમન કેથલિક છે. આંકડા જોઇને આપણે જાણી શકીએ છીએ કે આ દેશમાં ૨૦૧૧માં હિંદુઓની સંખ્યા કુલ ૧૦૦૦૦ હતી, જે એપ્રિલ ૨૦૧૬માં વધીને ૧૪૦૦૦ થઇ ગઈ હતી. જયારે આયર્લેન્ડમાં મુસ્લિમ વસ્તીએ હિંદુઓની સામે ૬ ગણી વધારે રહે છે.

ભારતમાં ૨૦૫૦ સુધી હશે ૩૦ કરોડ મુસ્લિમ.

આ વર્ષે એપ્રિલમાં પ્યુના રીપોર્ટમાં ચોખ્ખું લખ્યું હતું કે ૨૦૫૦ સુધી વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ ભારત દેશમાં હશે. ત્યારે કદાચ ૩૦ કરોડ જેટલા મુસ્લિમ આપણા દેશમાં હશે. આ રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ૨૦૫૫ થી ૨૦૬૦ સુધીમાં હિંદુઓની વસ્તી બહુ કંટ્રોલમાં રહેશે. ૨૦૧૦-૨૦૧૫ની ગણનામાં એ સમયે ૩.૩૦ કરોડ હિંદુઓ ઓછા જન્મ થયા છે. તમને જણાવી દઈએ કે પ્યુ એ એક અમેરિકાની રીસર્ચ સેન્ટર છે.

તમને જણાવી દઈએ કે સંપૂર્ણ વિશ્વમાં અનુયાયીઓની સંખ્યાના પ્રમાણે ખ્રીસ્તી ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. જયારે હિંદુ ધર્મ એ ત્રીજા સ્થાને આવે છે. ઇસ્લામ ધર્મ એ બીજા નંબર પર છે. હિંદુ ધર્માવલંબીઓની વાત કરીએ હિંદુઓની ૮૭ ટકા વસ્તી ભારતમાં, નેપાળમાં અને મોરિશિયસમાં છે. જયારે ખ્રીસ્તી ધર્મની વાત કરીએ તો દુનિયાના ૧૫૭ દેશોમાં ૮૭ ટકા ખ્રીસ્તી લોકો રહે છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here