વિશ્વના એવા દેશ જ્યાં નાગરિકો પાસેથી નથી લેવામાં આવતો કોઈ પણ ટેક્સ… કાશ આપણા દેશમાં પણ આવું થાય

0

આપણા દેશમાં હમણાં જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોઇને તો મોટા મોટા ઉદ્યોગપતિ’ઓ પણ ચિંતામાં આવી ગયા છે કારણકે મોંઘવારી વધવાની સાથે સાથે ટેક્સ પણ વધી રહ્યો છે. સામાન્ય લોકોની નજરે વિચારીએ તો અમુક વસ્તુઓ પર એટલો ટેક્સ લાગેલો હોય છે એ વસ્તુની કિમત ચૂકવામાં બહુ દુખ લાગતું હોય છે. સરકારનું માનીએ તો આ ટેક્સ એ સામાન્ય લોકોના કામમાં જ આવશે.

તમને જાણીને નવાઈ લાગશે પણ અમુક દેશ એવા પણ છે જ્યાં કોઈપણ પ્રકારનો ટેક્સ લાગુ નથી પડતો. ત્યાં કોઈપણ વસ્તુ પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવાનો નિયમ નથી. ટેક્સ ફ્રી આ દેશ એ ખુબ જ વિકસિત છે તેને ફોટો જોઇને તમને નવી લાગશે.

૧. કતર

કતર દુનિયાના સૌથી વધુ પૈસાવાળા દેશોમાંથી એક છે. તમને જાણીને આનંદ થશે કે આ દેશમાં રહેતા લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. ફક્ત લોકલ વેપારની આવક પર ૧૦ ટકા ટેક્સ હોય છે આના સિવાય કોઈપણ ટેક્સ નથી ભરવો પડતો.

૨. ઓમાન

ઓમાનમાં લોકો દ્વારા વ્યક્તિગત રાજ હોવાથી કોઈપણ ટેક્સ આપવાનો નથી હોતો, ઓમાનની ગણતરી વિશ્વના અમીર દેશોમાં થાય છે.

૩. બહરીન

બહરીન દેશના નાગરિકોને ફક્ત પોતાની સ્થાયી સંપતિ પર ૩ ટકા ટેક્સ અને નિવાસ ભાડા પર ૧૦ ટકા નગરપાલિકા ટેક્સ ચૂકવવો પડતો હોય છે. બહરીનમાં બાકીની કોઈપણ વસ્તુ પર ટેક્સ લાગતો નથી.

૪. વાનુઅતુ

આ પણ એક ટેક્સ મુક્ત દેશ છે જો તમારે આ દેશની નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો મફતમાં મળી શકે છે. તેની વિગતો અમે ટ્રાય કરીશું વહેલી તકે જણાવવા માટે.

૫. કેમૈન દ્વીપ સમૂહ

આ દેશ એ લોકો માટે ટેક્સ ફ્રી છે જેમની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ ડોલર છે અથવા તો જેમણે કોઈપણ કંપની કે રીયલ એસ્ટેટ માં ૫૦૦૦૦૦ ડોલરનું રોકાણ કર્યું હોય.

૬. બૃનેઈ

આ દેશ બૃનેઈ એ એક નાનકડા દ્વીપ પર સ્થિત છે અને આ દેશ એ સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. આ દેશની બેન્કિંગ એ સૌથી સફળ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here