પુરી દુનિયા માં ક્યાં દેશ નો પાસપોર્ટ સૌથી પાવરફુલ છે? જાણો ભારતનું સ્થાન ક્યાં આવે છે

0

પાસપોર્ટ હોવો એ કોઈપણ દેશ માટેનો મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણવામાં આવે છે. પરંતુ દરેક દેશમાં પાસપોર્ટની પોતાની ઓળખ અને તેની તાકાત અલગ અલગ હોય છે. કેટલા દેશો તેમના પાસપોર્ટમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે તેના આધારે તેની તાકાત નક્કી થાય છે. આ આધારે, વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ પણ નક્કી કરવામાં આવે છે. દર વર્ષે હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ તેના આ પ્રકારના અભ્યાસ પાકી તેનો એક અહેવાલમાંપણ બહાર પાડે છે. જે નક્કી કરે છે કે કયા દેશનો વિઝા કેટલો મહત્વપૂર્ણ છે. તે દર્શાવે છે કે વિશ્વના કયા શના લોકોને કઈ જ એ વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. જો તમે આ બધા જ બાબતો વિષેની માહિતીથી અજાણ છો તો તમે એ બધી જ માહિતી અહીંયા આ લેખ દ્વારા જાણી શકો છો.

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કોણ છે નંબર વન – સૌ પ્રથમ તમને એ જણાવી દઈએ કે, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાન દેશનો છે એમ માનવામાં આવે છે. તે તેની યાદીમાં નંબર વન પર છે. કોઈપણ જાપાનીઝ નાગરિક તેમના પાસપોર્ટ પર વિશ્વના મોટાભાગના સ્થળોએ વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. તે ભારત, ચીન, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડ સહિત લગભગ 190 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. તો આ બાજુ જાપાની નાગરિકોને આફ્રિકા, પાકિસ્તાન, રશિયા, ભુતાન, અફઘાનિસ્તાન, વગેરેના કેટલાક દેશો માટે વિઝાની જરૂર પડે છે. તમને અહીં એ પણ જણાવી દઈએ કે આ યાદીમાં વિશ્વના ટોચના 50 દેશોના શક્તિશાળી પાસપોર્ટ્સમાં ભારત આવતું નથી. માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, નેપાળ અને બાંગ્લાદેશ પણ આ યાદીમાં ખૂબ જ પાછળ છે. પરંતુ ચીન આમાં પણ આપણાથી આગળ છે. આ સૂચિમાં ચાઇનાનો નંબર 71 મો છે, અને ત્યાના નાગરિકો વિઝા વગર 74 દેશોમાં જઈ શકે છે. અહીંના નાગરિકોને 152 દેશો પર જવા માટે વિઝાની જરૂર પડે છે.

ક્યાં છે ભારત અને તેના પડોશી દેશો –

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 81 મા ક્રમે છે, ત્યારે પાકિસ્તાન 104 માં સ્થાને છે. એ પછી, નેપાળ 101 મો, ભૂટાન 86, શ્રીલંકા 99 મા અને બાંગ્લાદેશ 100 માં સ્થાન પર છે. તમને અહીંયા એ પણ જણાવી દઈએ કે ભારતનો નાગરિક વીઝા વગર 60 દેશો માં જઈ શકે છે અને 166 દેશો પર વિઝા લઈને જઈ શકે છે. તો આ બાજુ પાકિસ્તાનનો કોઈપણ નાગરિક 33 દેશોમાં વિઝા વગર પ્રવેશી શકશે અને 193 દેશોમાં તેને વિઝાની જરૂર પડશે.
આ ઉપરાંત, નેપાળી પાસપોર્ટ પણ કોઈપણ નાગરિક 40 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે, જ્યારે 186 દેશોમાં તેને વિઝાની જરૂર પડે છે. ભુતાનના પાસપોર્ટ પર, તે દેશનો નાગરિક 55 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે, જ્યારે 171 દેશોમાં જવા માટે તેને વિઝાની જરૂર પડે છે. એ ઉપતાંત શ્રીલંકાનો નાગરિક પાસપોર્ટ પર 42 દેશો માટે વિઝા વગર જઈ શકે છે અને તેને 184 દેશોમાં વિઝા લઈને પ્રવેશ મેળવી શકે છે. બાંગ્લાદેશનો નાગરિક પાસપોર્ટ પર 41 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે, જ્યારે 185 દેશો માટે વિઝા મેળવવાની જરૂર પડે છે. આ સૂચિમાં મ્યાનમાર નંબર 93 પર આવે છે અને ત્યાના નાગરિકો 48 દેશોમાં પાસપોર્ટ કે વિઝા ફરી શકે છે અને 178 દેશો પર વિઝા ની જરૂર પડે છે.
આ દેશો ટોચના 10 માં છે સામેલ –
હવે આ જરા આ યાદીમાં ટોપ 10 માં જે દેશો સામેલ છે. તેમના વિષે પણ જાણી લઈએ. તમને જણાવી દઈએ કે, જાપાન પછી બીજા નંબરે આવે છે સિંગાપુર. જેના નાગરિકો વિઝા વગર 189 દેશો પર જઈ શકે છે. ત્રીજી સૂચિ પર, એક નથી, પરંતુ ત્રણ દેશો છે. તેમાં ફ્રાંસ, જર્મની અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. આ દેશના નાગરિકો વિઝા વિના 188 દેશો પર જઈ શકે છે. આ યાદીમાં ચોથા નંબરમાં પાંચ દેશો આવે છે. એમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ઇટાલી, સ્પેન અને સ્વીડન શામેલ છે. આ દેશના નાગરિકો વિઝા વગર 187 દેશો પર જઈ શકે છે. પાંચમાં સ્થાને છે ઓસ્ટ્રિયા, લગજમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ, જેના નાગરિકો 186 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. છઠ્ઠા સ્થાને બેલ્જિયમ, કેનેડા, આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લૅન્ડ આવે છે. સાતમું નંબર ઑસ્ટ્રેલિયા, ગ્રીસ, માલ્ટા છે. આઠમું ચેક રિપબ્લિક, ન્યુઝિલેન્ડ અને આઈસલેન્ડ નવમાં સ્થાન પર છે અને દસમા સ્થાને હંગેરી, મલેશિયા અને સ્લોવેનિયા આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here