વિશ્વ કપનો હીરો રહી ચુકેલા આ ખેલાડી આજે ભેંસો ચરાવા પર મજબુર છે, દયનીય છે હાલત….વાંચો અહેવાલ

0

ભારતીય ટીમની નીલી જર્સી પહેરીને દેશ માટે ખેલવું હર કોઈ ખેલાડીનું સપનું હોય છે. આ એક એવી ભાવના હોય છે જેને શબ્દોમાં વર્ણવી નથી શકાતું, બસ એક ગૌરવાનીત્વ અહેસાસના ચાલતા તેને મહેસુસ કરી શકાય છે.

આપણા દેશમાં ક્રિકેટનું જુનુંન લગભગ હર કોઈના મસ્તક પર ચઢીને બોલતું હોય છે. એવામાં કોઈ પણ ક્રિકેટર માટે વિશ્વકપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એક સપનાને સાકાર કરવા સમાન છે.

આજે અમે એક એવા ખિલાડી વિશે તમને કહેવા જઈ રહ્યા છીએ, જે માત્ર ભારતીય વિશ્વ કપનો હિસ્સો જ નથી પણ તે ટુર્નામેન્ટના હીરો પણ સાબિત થયા હતા. પણ આજે તે હીરોની દયનીય હાલત વિશે જાણીને તમે હેરાન રહી જાશો.

એક તરફ જ્યાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની તાબડતોડ કમાઈથી ધનકુબેરો ની લીસ્ટ માં શામિલ છે, જયારે એક ખેલાડી એવો પણ છે જે પોતાની તંગીનાં ચાલતા આજ-કાલ ભેંસો ચરાવીને પોતાનો ગુજારો કરી રહ્યો છે.અમે એવા ભારતીય ક્રિકેટ ટીમની વાત કરી રહ્યા છીએ, જેમણે ભારત માટે સૌથી અધિક વિકેટ લીધી છે અને ઘણા એવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરાવી લીધા છે. આ ખેલાડીના શાનદાર ખેલ ને જોઇને સાથી ક્રિકેટર તેને સચિન તેન્દુલકર કહીને પણ બોલાવતા હતા. અહીં અમે જે ખેલાડીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ભાલાજી ડામોર’.

1998 વર્લ્ડ કપ માં ભાલજીએ એક ઓલરાઉન્ડરના રૂપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ખેલાડીના બેહતરીન પ્રદર્શન ના ભારત સેમીફાઈનલ સુધીની સફર કરવામાં પણ કામિયાબ રહ્યા હતા. બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડ કપ-1998 ના ભાલાજી હીરો સાબિત થયા હતા. ઓલરાઉન્ડર રહેલા ભાલજીના નામ નેત્રહીન ક્રિકેટમાં સર્વાધિક વિકેટ(150) લેનારા ગેન્દબાજનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગુજરાતના એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા નેત્રહીન 38 વર્ષીય ભાલાજીને ઉમ્મીદ હતી કે વિશ્વકપ બાદ તેનું જીવન સુધરી જાશે, પણ દુર્ભાગ્યથી 1998 ના 18 વર્ષો બાદ પણ આજે આ ખિલાડી એક-એક પૈસાનો મોહતાજ છે.ક્યારેક તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે પણ તેના પ્રદર્શનના વખાણ કર્યા હતા અને તેના જુનુંનની પ્રશંસા કરી હતી. આજે તે જ ખિલાડી ખેતરોમાં ભેંસો ચરાવીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો છે. તેની પત્ની અનુ પણ ખેતરમાં તેની મદદ કરે છે.

પોતાની આ દશા પર ભાલાજીનું કહેવું છે કે ગુજરાત સરકારે તેની પ્રશંસા જરૂર કરી, પણ તેણે અત્યાર સુધી એક નોકરી પણ નથી આપી.જ્યાં એક તરફ ક્રિકેટ ખીલાડીઓને ખુબ સારી એવી દૌલત શોહરત મળે છે, જ્યારે ભાલાજી જેવા પ્રતિભાશાળી ક્રિકેટરને પોતાની તમામ પ્રતિભાઓ હોવા છતાં કેરિયર સમાપ્ત થયા બાદ એક સમ્માનજનક જિંદગી જીવવા માટે જદ્દોજહદ કરવું પડે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવી જ જોરદાર Uncover સ્ટોરી વાંચવા માટે લાઇક કરો આપણું પેઈજ GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡