‘વિરુષ્કા’ના લગ્નમાં પંડિતને મળી આવી દક્ષિણા, વિધિ સમયે કપલનું કહ્યું કે …

0

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કર્યાં હતાં. સોશ્યિલ મીડિયામાં આ બંનેની તસવીરો પણ ઘણી જ વાયરલ બની હતી. જોકે, આ સમયે ચાહકોના મનમાં એ સવાલ જરૂરથી આવે કે આ બંનેના લગ્ન ઈટાલીમાં કોને કરાવ્યા હશે? આ બંનેના લગ્ન ઈટાલીના જ હિંદુ પૂજારી પવન કુમાર કૌશલે કરાવ્યા હતાં. આ પંડિતને છેલ્લે સુધી ખ્યાલ નહોતો કે તેમણે અનુષ્કા તથા વિરાટ કોહલીના લગ્ન કરાવવાના છે.

વર્લ્ડ ની કયુંટેસ્ટ જોડી વિરુશ્કાના ભવ્ય અને શાનદાર લગ્ન માટે તેઓની સાથે સાથે લોકો પણ ખુબ ઉત્સાહી હતા. હાલ તો બંને પોતાનું હનુંમીન મનાવીને મુંબઈ પરત ફર્યા છે અને પોતાના આવનારા ભવ્ય અને આલીશાન રીસેપ્શનની તૈયારી માં લાગી ગયા છે. હાલ અમે અહી તેઓના લગ્ન સમયની અમુક બાબતો તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ, તેનાથી કદાચ તમે એકદમ અજાણ છો.

વિરાટ માઈકમાં ઉંચા અવાજે બોલ્યો-હાં:

પંડિત પવન કૌશલે જણાવ્યું કે, વિરાટ અને અનુષ્કાએ સંસ્કૃત ભાષાના મંત્રોનો હિન્દી અનુવાદ શાંતિથી સાંભળ્યો અને આ દરમિયાન બન્ને ખૂબ એક્સાઈટેડ હતા. ફેરા બાદ જ્યારે સાત વચનોનો સમય આવ્યો ત્યારે વિરાટનો અલગ જ અંદાજ હતો. આ દરમિયાન વચન પર હાં બોલવાનું હતું ત્યારે વિરાટ માઈક લઈને ઉંચા અવાજે હાં બોલ્યો હતો. પંડિત કૌશલે જણાવ્યું કે, 40 થી 45 ફેમિલી મેમ્બર સિવાય નિકટના મિત્રો પણ લગ્નમાં સામેલ થયા હતા.
લગ્ન દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તથા ઈન્સેટમાં પંડિત પવન કૌશલ:

કોણ છે પવન કુમાર કૌશલઃ


46 વર્ષીય પંડિત પવન કુમાર કૌશલ મૂળ પંજાબના કપૂરથાલાના સંધુ છઠા ગામના રહેવાસી છે. તે 25 વર્ષ પહેલાં જ નોર્થ ઈટાલીના બોર્ગો સેન જિયકમો નામના શહેરમાં આવીને રહેવા લાગ્યાં હતાં. તેઓ શનિદેવના ભક્ત છે અને અહીંયા પોતાના શિવમંદિરના પૂજારી છે.

ખબર નહોતી કે કોના કરાવવાના છે લગ્નઃ


પવન કુમાર કૌશલને એટલી જ ખબર હતી કે તેમણે એક ઈન્ડિયન યુગલના લગ્ન કરવાના છે. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે તેમણે વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માના લગ્ન કરાવાવના છે. લગ્ન માટે પવન કુમાર કૌશલ પોતાનાથી ઘરથી 400 કિમી દૂર તસ્કની આવ્યા હતાં. રસ્તામાં તેમને કહેવામાં આવ્યું હતું કે લગ્ન વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માના છે. આ સમયે તે ઘણાં જ કન્ફ્યૂઝ થઈ ગયા હતાં.

સૌ પહેલાં કરી વિરાટની મોમ સાથે વાતઃ


લગ્નના વેન્યૂ પર આવીને સૌ પહેલાં પંડિતે વિરાટ કોહલીની માતા સાથે વાત કરી હતી. તેમણે પંજાબીમાં પવન કુમારને કહ્યું હતું કે તેમણે અનુષ્કા-વિરાટના લગ્ન કરાવવાના છે. આ વાતની જાણ થઈ ત્યારે તેમની મૂંઝવણ દૂર થઈ હતી અને તેમને એ વાતની ખુશી થઈ હતી કે તેઓ સેલિબ્રિટિઝના લગ્ન કરાવશે. લગ્નના મુખ્ય પંડિત પવન કુમાર કૌશલ હતાં. દોઢ દિવસની વિધિમાં પવન કુમાર રિસોર્ટમાં જ રહ્યાં હતાં. વિરાટની હલ્દી વખતે પણ પવન કુમાર ત્યાં હાજર હતાં.

વિરાટ-અનુષ્કાએ કરી સારી રીતે વાતઃ


લગ્ન પહેલાં વિરાટ તથા અનુષ્કાએ પંડિત પવન કુમાર કૌશલ સાથે સારી રીતે વાત કરી હતી. લગ્ન સમયે અનુષ્કા તથા વિરાટને સંસ્કૃત સમજવામાં કોઈ વાંધો આવ્યો નહોતો. ફેરા સમયે તથા લગ્નના સાત વચનો સમયે વિરાટ તથા અનુષ્કા ઘણાં જ ભાવુક બની ગયા હતાં. પંડિત પવન કુમાર અનુષ્કાના પરિવાર સાથે હિંદીમાં જ્યારે વિરાટની મોમ તથા અન્ય સભ્યો સાથે પંજાબીમાં વાત કરતાં હતાં. લગ્ન સમયે પંડિતે વિવિધ રીત-રિવાજનું મહત્વ પણ અનુષ્કા તથા વિરાટને સમજાવ્યું હતું.

ઈટાલીનાં અન્ય પૂજારીઓ કરે છે ઈર્ષ્યાઃ


પંડિત પવન કુમાર કૌશલે સેલિબ્રિટિના લગ્ન કરાવ્યા બાદ સોશ્યિલ મીડિયામાં તેમને ઘણી જ શુભકામના મળી રહી છે અને તેઓ ઈટાલીમાં લોકપ્રિય થઈ ગયા છે. જોકે, સાથે સાથે ઈટાલીના અન્ય હિંદુ પૂજારી તેમની ઈર્ષ્યા પણ કરી રહ્યાં છે.

લાખો યુરોથી વધુ સમ્માન જ છે અસલી દક્ષિણા:

વિરાટ-અનુષ્કાના લગ્નમાં કેટલી દક્ષિણા મળી આ સવાલ પર પંડિત પવન કૌશલે કહ્યું કે, આ સેલિબ્રિટી લગ્નમાં માન-સમ્માન મળ્યું, તે લાખો યુરો કરતા પણ વધુ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!