જયારે અભિનંદન પાછા આવ્યા ત્યારે વિરાટ કોહલી અને BCCIએ કમાન્ડર અભિનંદન માટે જે કર્યું એ જાણીને તમે પણ સલામ કરશો

0

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના ભારત પરત ફર્યા પછી આખા દેશમાં જશ્નનો માહોલ હતો. પાકિસ્તાનથી તેમના પરત આવવાને લઈને આખા દેશમાં ખુશી હતી, અને બધા જ લોકો પોતાની રીતે ખુશી વ્યક્ત કરી રહયા છે. સોશિયલ મીડિયા પર સંદેશાઓની ભરમાર થઇ અને દરેક વ્યક્તિએ પોતાના અંદાજમાં અભિનંદનને સલામ કર્યા. ભારતીય ક્રિકેટ ટિમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટ કરીને વાયુસેનાના આ હીરોને સલામી આપી…

ટિમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અભિનંદન વર્ધમાનની એક શાનદાર પેઇન્ટિંગ લગાવીને અભિનંદનની વાપસીની ઉજવણી કરી અને તેમના વખાણ કર્યા. વિરાટ કોહલીએ આ તસ્વીર સાથે લખ્યું, ‘અસલી હિરો, હું તમને વાંકા વળીને સલામ કરું છું. જય હિન્દ.’

ત્યારે બીસીસીઆઈએ નંબર.1ની જર્સી પર વિંગ કમાંડર અભિનંદન લખીને પોસ્ટ કર્યું, આ ટ્વિટમાં લખ્યું હતું, ‘તમે આકાશમાં રાજ કરો છો અને અમારા દિલ પર પણ. તમારી હિમ્મત આવનારા સમયમાં પેઢીઓને પ્રેરિત કરશે.’

વિરાટ સિવાય ગૌતમ ગંભીરએ પણ ઘણી બધી ટ્વિટ કરી છે જેમાંથી એકમાં તેમને લખ્યું છે કે અભિનંદનના પરત આવતા પહેલા હું નર્વસ હતો અને મને ખુશી છે કે ભારતને તેનો દીકરો પાછો મળી ગયો.

ટિમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે પણ વિરાટના જ અંદાજમાં એક પેઇન્ટિંગ પોસ્ટ કરીને અભિનંદનના વખાણ કર્યા છે.

અહીં નોંધનીય છે કે 27 જાન્યુઆરીએ પાકિસ્તાની વાયુસેના ભારતની વાયુસીમામાં ઘુસી આવી હતી જેને ખદેડવા માટે ભારતીય વાયુસેનાએ તેમનો પીછો કર્યો હતો અને જેમાંથી એક મિગ-21 વિમાનને અભિનંદન ઉડાવી રહયા હતા. તેઓએ પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને તોડી પડ્યું. પણ તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેઓ પેરાશૂટ દ્વારા પાકિસ્તાનમાં જઈ પડયા, જ્યા તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા. પોતાના પાયલોટ અભિનંદનને છોડાવવા માટે ભારતે પ્રયાસો કર્યા અને આંતરરાષ્ટ્રીય સમુદાયો અને ભારતના દબાણને કારણે પાકિસ્તાને અભિનંદનને છોડી મુક્યો.

શુક્રવારે વિંગ કમાન્ડરની વાપસીને જોતા વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમની પણ રદ્દ કરી દેવામાં આવી હતી. તેમને સરહદ પર લેવા માટે ગયા હતા. ઘણી રાહ જોયા પછી પાકિસ્તાની અધિકારીઓએ અભિનંદનને ભારતને સોંપ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here