વિરાટ, ગાંગુલી થી લઈને ધોની આટલું ભણ્યા છે , જાણો કેટલા ભણેલ છે તમારા પ્રિય ક્રિકેટરો… વાંચો આર્ટિકલ

0

ક્રિકેટર્સ નો ખેલ અને જિંદગી બંને એમના ફેન્સ માટે ખૂબ મહત્વ ધરાવે છે. તમે કોઈ પણ ક્રિકેટર ના જીવન થી જોડેલ અજાણ્યા પહેલું વિસે વાતો કરો , એમના ફેન્સ ખૂબ રસપૂર્વક એને સાંભળશે. ક્રિકેટ ના ખૂબ સારા પ્રદશન સાથે એમનું જીવન પણ હંમેશા કેમેરા ની સામે રહે છે.

બાળપણ માં હંમેશા એક કહેવત સાંભળી હશે “પઢોગે-લિખોગે તો બનોગે નવાબ , ખેલોગે -કુદોગે તો બનોગે ખરાબ ” જ્યારે ક્રિકેટર્સ ના જીવન માં આ કહેવત વધુ મહત્વ નથી રાખતી. અને એમની કામિયાબી એમના પ્રદશન પર નિર્ભર કરે છે. આવો , જાણીએ કેટલા ભણેલ છે તમારા પ્રિય ક્રિકેટર.

1. એમએસ ધોની

એમએસ ધોની એ ક્રિકેટ માં 10 મું પાસ કર્યા પછી જ પગ રાખ્યો. એના પછી ક્રિકેટ ફિલ્ડ માં એમનો જાદુ દેખાડવા ની સાથે ધોની એ 12મું પૂરું કરી અને પછી બીકોમ પણ કર્યું.

2. વિરાટ કોહલી

સોશ્યલ મીડિયા માં સૌથી વધુ ટ્રેંડ કરવા વાળા કોહલી નું બેટ ઘણી ધમાકેદાર મેચ રમી ચૂક્યું છે. ત્યાં જ ભણવા માં કોહલી એ 12મું પાસ કર્યું છે.વિરાટ એ એક ઈન્ટરવ્યૂ માં કહ્યું હતું કે એમનો પહેલો પ્રેમ ક્રિકેટ છે અને જો એ એક ક્રિકેટર ન હોત તો લગભગ મોડલ હોત.

3. સચિન તેંદુલકર

ક્રિકેટ ના ભગવાન મનાતા ક્રિકેટર સચિન તેંદુલકર એ 16 વર્ષ ની ઉંમર માં ક્રિકેટ રમવા નું શરૂ કરી દીધું હતી. સચિન એ ભણવા કરતા વધુ ધ્યાન ક્રિકેટ પર લગાવ્યું હતું. ભણવા ની પીચ માં સચિન એ 12મું પાસ કર્યું છે.

4. યુવરાજ સિંહ

6 બોલ પર 6 છક્કા નું કારનામું કરવા વાળા યુવરાજ સિંહ એ ડીએવી પબ્લિક સ્કૂલ માં 12માં સુધી ભણ્યુ .હાલ માં જ યુવરાજ ના લગ્ન મોડલ અને અભિનેત્રી હેજલ કિચ સાથે થયા.

5.સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી એ ભલે ક્રિકેટ થી સન્યાસ લઈ લીધો હોય પણ આજે પણ એમના ચાહકો ઓછા નથી. આપણી ક્રિકેટ ટિમ ના દાદા સૌરવ ગાંગુલી એ સેંટ જેવીયર કોલેજ થી કોમર્સ માં ગ્રેજ્યુએટ કર્યું છે. દાદા ને પીએચડી ની ડીગ્રી થી પણ સમ્માનિત કરી ચુક્યા છે.

6. રાહુલ દ્રવિડ

ક્રિકેટ ટિમ ની દિવાર અને મિસ્ટર ડીપેન્ડેબલ ના નામ થી ઓળખાતા આપણા દ્રવિડ એ ક્રિકેટ ની પીચ ને અલવિદા કહી દીધું છે પણ ફેન્સ હજુ પણ એમના થી જોડેલ કોઈ પણ ખબર સાંભળવા આતુર બની જાય છે. રાહુલ એ સેંટ જોસેફ કોલેજ માં એમબીએ કર્યું છે.

7. ગૌતમ ગંભીર

ક્રિકેટ મેદાન ના ગંભીર ક્રિકેટર એ દિલ્લી ની હિન્દુ કોલેજ થી ગ્રેજ્યુએટ છે. ગૌતમ નું કહેવું છે કે એમનું બાળપણ નું સપનું હતું કે એ ક્રિકેટ ની દુનિયા માં નામ મેળવે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here