વિરાટ અનુષ્કાથી થઇ ગઈ આવળી મોટી ભૂલ, બીજી વાર કરવા પડી શકે છે લગ્ન…??? વાંચો અહેવાલ..

0

ગત વર્ષના અંતમાં જે ક્યુટ કપલના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા હાલ તેના જ મસ્તક પર સંકટ આવી પડ્યું છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ 11 ડીસેમ્બર 2017 ના રોજ ઇટલીના ટસ્કની શહેરમાં આલીશાન લગ્ન કર્યા હતા. બોરગો ફીનોસીએતો રીજોર્ટમાં થયેલા આ વિશેસ સમારોહમાં માત્ર બંનેના પરિવાર જનો અને અમુક ખાસ મિત્રો જ આવ્યા હતા.

લગ્ન થઈ ગયા બાદ વિરાટ-અનુષ્કાએ પોતાના લગ્નની તસ્વીરો ટ્વીટર પર શેઈર કરતા પોતાના ફેંસને લગ્નની જાણકારી આપી હતી. પણ હવે જે ખબર આવી રહી છે તેના આધારે આ લગ્નમાં એવી કઈક ભૂલ થઇ છે કે જેને લીધે કદાચ બંનેને ફરી લગ્ન કરવા પડી શકે તેમ છે.

કોહલી અને અનુષ્કાએ ઈટલીમાં લગ્નની જાણકારી વિશે રોમ સ્થિત ભારતીય દુતાવાસને કોઈ પણ સુચના આપી ન હતી.

બંનેએ ઇટલીમાં થયેલા લગ્નને ભારતીય દુતાવાસના લગ્ન અધિકારીના ઓફિસમાં રજીસ્ટર નથી કરાવ્યું. એવામાં લગ્નના રજીસ્ટ્રેશનમાં પરેશાની આવી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ અનુષ્કાને લગ્નન રજીસ્ટર કરાવા માટે કોર્ટ મેરેજ કરવા પડી શકે છે.

જણાવી દઈએ કેપંજાબ-હરિયાણા હાઈકોર્ટના વકીલ હેમંત કુમારે વિદેશ મંત્રાલયમાં 13 ડિસેમ્બરે એક RTI દાખલ કરી હતી. તેમણે વિદેશમાં થયેલા આ લગ્ન સંબંધિત અમુક સવાલ પૂછ્યા હતા. પહેલો સવાલ હતો કે વિદેશી વિવાહ અધિનિયમ 1969ના ચાલતા વિદેશમાં લગ્ન કરાવા માટે ભારત તરફથી ક્યાં મેરેજ ઓફિસર
ને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજો સવાલ એ હતો કે કોહલી-અનુશ્કાના લગ્ન વિદેશી વિવાહ અધિનિયમ-1969 ના આધારે થયા છે કે નહી.

આ RTIનાં જવાબમાં રોમ સ્થિત ભારતીય દુતાવાસે 4 જાન્યુઆરી ના રોજ જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે રોમમાં ભારતીય વિદેશ મંત્રાલયના તરફથી સરુચી શર્મા અને મિલાનમાં પ્રદીપ ગૌતમના મેરેજ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યું હતું. જ્યારે વિરાટ-અનુષ્કાએ નિયમાનુસાર પોતાના લગ્ન વિશે ઇટલી સ્થિત ભારતીય દુતાવાસના મેરેજ ઓફિસરને કોઈજ જાણકારી આપી નથી.

મીડિયા રીપોર્ટસનાં આધારે, હેમંત કુમારે જણાવ્યું કે નિયમોના ચાલતા જો કોઈ ભારતીય વ્યક્તિ બીજા દેશમાં જઈને લગ્ન કરે છે તો, તે લગ્ન વિદેશી ધિનિયમ-1969 નાં આધારે રજીસ્ટર કરવામાં આવે છે. એવા માં વિરાટ-અનુશ્કાના મામલામાં આ લગ્ન અધિનિયમના અનુસાર નથી થયા.જે માન્ય ગણવામાં આવતા નથી. હાલ જે દેશમાં વિરાટ-અનુષ્કા રહેશે ત્યાં તેઓને તે જ રાજ્યના નિયમ અનુસાર લગ્ન રજીસ્ટર કરાવા માટે ફરીથી લગ્ન કરવા પડશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!