સોશિયલ મીડિયા પર આ વાઇરલ છોકરી ની તસ્વીર ની હકીકત આવી સામે, કહાની જાણીને રોઈ પડશો તમે…

0

સોશિયલ મીડિયા પર અમેરિકા ની એક કહાની અને એક તસ્વીર ખુબ વાઇરલ થઇ રહી છે. એયરપોર્ટ પર વેઇટિંગ હોલ આ ઉભેલી એક નાની બાળકી ની તસ્વીર જોઈને તમે અંદાજો નહિ લગાવી શકો, જે તેના અને તેના પરિવાર ની સાથે એયરપોર્ટ પર એવી ઘટના બની ગઈ કે તેના પિતા રડવા લાગ્યા હતા. આ પુરી ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી ન્યુઝપેપર થી લઈને ન્યુઝ વેબસાઇટ્સ પર પણ તે એક ચર્ચા નો વિષય બનેલો છે. જણાવી દઈએ કે નેબ્રાસ્કા સ્ટેટ ના ઓમાહા શહેર માં એક વ્યક્તિ પોતાની બે વર્ષ ની બાળકી ને લઈને એયરપોર્ટ પર પહોંચ્યો પણ કાઉન્ટર પર જાતા જ તેને જાણ થઇ કે તે પોતાની દીકરી સાથે મુસાફરી નહિ કરી શકે. આટલું સાંભળતા જ તે વ્યક્તિ ઘબરાઈ ગયો. થયું કઈક એવું કે જયારે વ્યક્તિ એ ટિકિટ બુક કરાવી ત્યારે તેની દીકરી ની ઉંમર એક વર્ષ થી ઓછી હતી પણ જયારે તેને જે દિવસે મુસાફરી કરવાની હતી ત્યારે તેની દીકરી બે વર્ષ ની થઇ ચુકી હતી. એવામાં વ્યક્તિ ને ચેકઈન કાઉન્ટર પર કહેવામાં આવ્યું કે દીકરી ની ટિકિટ લેવી પડશે. હવે ટિકિટ ની કિંમત જે 54000 રૂપિયા હતી, જે સાંભળી ને વ્યક્તિ ચિંતિત થઇ ગયો. તેની પાસે એટલા પૈસા ન હતા અને ન તો તે પોતાની દીકરી ને છોડીને જઈ શકે તેમ હતો.આ જ દરમિયાન ત્યાં રહેલી એક અજાણી મહિલા તે બાળકી ના પિતા અને એજન્ટ ની વાત સાંભળી રહી હતી, ત્યારે આ મહિલા બાળકીના પિતાની પાસે ગઈ અને તેને ટિકિટ ખરીદવાની ઓફર આપી. તેવું કહીને તે ટિકિટ કાઉન્ટર ના તરફ ગઈ અને તેણે એજન્ટ ને કહ્યું કે હું તે વ્યક્તિ ની દીકરી ની ટિકિટ ખરીદવા માટેના પૈસા આપીશ. એવું કહીને તેણે એજન્ટ ને પોતાનું ક્રેડિટ કાર્ડ આપ્યું. આ બધું જોઈને બાળકી ના પિતા રોવા લાગ્યા હતા કેમ કે આજના જમાનામાં એક અજાણ મહિલા આવી રીતે કોઈની મદદ નથી કરતી.  આ પુરી ઘટના પાસે ઉભેલો કેવિન લેસ્લી નામનો વ્યક્તિ જોઈ રહ્યો હતો. ત્યારે તેણે આ મહિલા ની ઉદારતા ને દરેક લોકોની સામે લાવવાનો નિર્ણય કર્યો. આ વ્યક્તિ એ મહિલા ની ફોટો લઈને ફેસબુક પર પુરી કહાની પોસ્ટ કરી હતી, જે ખુબ વાઇરલ પણ થઇ રહી છે.આ મહિલા નૉવેક્સ કંપની ની કો-ફાઉન્ડર ડેબી બોલ્ટન હતી. જયારે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આ મહિલા ના સાથી કર્મચારીઓ ની પાસે પહોંચી તો દરકે મહિલા ને આ ઉમદા કામ માટે ધન્યવાદ પાઠવ્યા હતા અને તેના આ કામ માટેના વખાણ પણ કર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here