શું તમને ખબર છે કે વિમાન કેટલી આ એવરેજ આપે છે? જાણી ને તમે પણ થઈ જશો હેરાન

0

આજકાલ વિમાન માં સફર કરવુ વધારે મોંઘુ નથી રહ્યુ. એ જ કારણ છે કે હવે સામાન્ય માણસ પણ તેનો સમય બચાવવા માટે વિમાન ની યાત્રા કરવી વધુ પસંદ કરે છે. હાલ ના સમય માં વિમાન માં સફર કરવા વાળા ની સંખ્યા વધતી જાય છે. અનુમાન કોઈ પણ સમયે હવા માં સફર કરવા વાળા ની સંખ્યા દસ લાખ ની આસપાસ હોય છે. પરંતુ દુનિયા માં અત્યારે પણ ઘણા લોકો એવા છે જેણે વિમાન માં સફર નથી કરી. તેઓ ને વિમાન ના સફર વિશે કાંઈ જ નથી ખબર. ફક્ત તેઓને જ શું વિમાન માં ઘણી વખત સફર કરવા વાળાઓ ને તેના વિશે ઘણી વસ્તુઓ નથી ખબર. તમે જ કહો દરેક બાઇક, કાર, ટ્રક બધા વાહનો ની એવરેજ તો હોય જ છે. તેવા માં તમને ખબર છે કે વિમાન કેટલી એવરેજ આપે છે? નહીં ને! તો ચાલો વિમાન ની એવરેજ અને તેની સાથે જોડાયેલી થોડી જાણકારીઓ તમને આપીએ.

4 લીટર ઈંધણ ખર્ચ થાય છે ફક્ત 1 સેકન્ડ માં

વિમાન ને જોઈ ને તમારા મન માં પણ એ સવાલ તો જરૂર થતો હશે કે આટલુ ભારે-ભરખમ વિમાન ચાલવા માં કેટલુ ઈંધણ ખર્ચ કરતુ હશે. તો એ જાણી ને તમે જરૂર હેરાન રહી જશો, કેમકે બોઇંગ – 747 જેવુ વિમાન પ્રતિ સેકન્ડ માં લગભગ 4 લીટર ઈંધણ ખર્ચ કરે છે. જી હા, પડી ગયા ને તમે પણ વિચાર માં? કે જેટલી વાર સુધી તમે વિમાન ની સવારી કરો છો, એટલી વાર તો ઘણુ ઈંધણ ખર્ચ થઈ જતુ હશે, તો તમે બિલકુલ સાચુ વિચારી રહ્યા છો. 10 કલાક ના ઉડાન દરમ્યાન તે 1,50,000 લીટર જેટલુ ઈંધણ ખર્ચ કરી શકે છે. બોઇંગ ની વેબસાઈટ ના અનુસાર બોઇંગ 747 એક કિલોમીટર માં લગભગ 12 લીટર ઈંધણ ખર્ચ કરે છે.

કેટલી એવરેજ આપે છે બોઇંગ 747?

જેવુ કે તમે પહેલા જાણ્યુ કે બોઇંગ 747 એક કિલોમીટર માં 12 લીટર ઈંધણ ખર્ચ કરે છે. એટલે એક બોઇંગ 747 માં 12 લીટર ઈંધણ માં 500 લોકો એક કિલોમીટર નુ સફર કરે છે. તેનો મતલબ એ છે કે વિમાન પ્રતિ વ્યક્તિ પ્રતિ કિમી પર 0.024 લીટર ઈંધણ ખર્ચ કરે છે. એક કાર એક લીટર માં લગભગ 15 કિલોમીટર ની એવરેજ આપે છે. તેથી જો જોવા માં આવે તો બોઇંગ 747 માં કોઈ એક વ્યક્તિ ની સફર કાર ની તુલના માં વધુ સારી હોય છે. પરંતુ, જ્યારે કાર માં ચાર વ્યક્તિ બેસી જાય તો કાર એક સારો વિકલ્પ હોય છે. પરંતુ અહીં એ વાત ને પણ ધ્યાન માં રાખવી જોઈએ કે 747 બોઇંગ 900કિમી/કલાક ની ગતિ થી ઉડે છે.

આ પણ જાણો!

શું તમે જાણો છો કે વિમાન માં પણ ઈંધણ બચાવવા માટે ઘણી રીતના ઉપાયો કરવા માં આવે છે. તેના માટે સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે વિમાનો ની ડાયરેકટ રુટિંગ. એટલે વીમાનો ને સીધા રસ્તા થી લઈ જવુ. તેના થી ઈંધણ ની બચત થાય છે. તેના સિવાય, ઈંધણ ની ખપત ને કંટ્રોલ કરવા માટે વિમાન ને એક નિશ્ચિત સ્પીડ પર ઉડવા માં આવે છે જેથી ઈંધણ ની ખપત ઓછી થાય છે. ઈંધણ ના ખપત માં વીમાન નુ વજન એક મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. જે વિમાન નુ વજન જેટલુ ઓછુ રહેશે તેમાં ઈંધણ ની ખપત એટલી ઓછી હોય છે.

હવે તો તમે પણ વિમાન ની એવરેજ ને લઈ ને ઘણી જાણકારી મેળવી લીધી.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here