વિજય માલ્યા: એક સમયે સાઇકલ થી જતો હતો ઓફિસ, જાણો કઈ રીતે કર્યો અરબો નો ઝોલ…..

0

વિજય માલ્યા હવે ભારત સરકાર અને પોલીસ માટે એક વોન્ટેડ હોય પણ તેનું જીવન ખુબ જ દિલચસ્પ રહ્યું છે.
આજની તારીખ માં વિજય માલ્યા ની ઓળખ એક ભગોડા ના રીતે થઇ છે જે ભારતની મોટી બેંકો ના લગભગ 9000 કરોડ થી વધુ રૂપિયા લઈને ફરાર છે.હાલના દિવસોમાં વિજય માલ્યા લંડન માં સ્થિત પોતાના આલીશાન ફાર્મહાઉસ પર રહી રહ્યા છે તેને ભારત લાવવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જો કે તેમાં હજી સુધી સફળતા મળી નથી.
લોકો તેની આલીશાન અને રંગીન લાઈફ વિશે ઘણું બધું જાણે છે જે એકે ગ્લેમર થી ભરપૂર રહી છે પણ તેના જીવનના શરૂઆતી દિસવો  વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે એક સમયે સાઇકલ દ્વારા ઓફિસ જનારા વિજય માલ્યા અરબપતિ બન્યા.વિજય માલ્યા નો જન્મ કલકતા માં થયો હતો. તેના પિતા વિઠ્ઠલ માલ્યા દેશ ના જાણીતા બિઝનેસમૈન હતા. વર્ષ 1983 માં જયારે તેઓ 28 વર્ષ ના હતા તો તેના પિતા ની મૃત્યુ થઇ ગઈ હતી. તેઓએ આટલી નાની ઉમર માં યુબી ગ્રુપ ને સંભાળ્યું હતું. માલ્યા એ કંપની નો કારોબાર વધાર્યો હતો. માલ્યા બૉલીવુડ પ્રેમ ને લિધે પણ ચર્ચામાં રહ્યા છે.
માલ્યા એ કલકતા થી સેંટ જેવિયર્સ કોલેજ થી બીકોમ કર્યું હતું, તેના પછી પોતાની કંપની માં જ ઇન્ટરશીપ કર્યું. તે સમયે માલ્યા સાઇકલ થી ઓફિસ જાતા હતા. માલ્યા ને બાળપણ થી જ ઘરેણા નો શોખ હતો, તે હાથમાં હીરાનું બ્રેસલેટ પહેરતા હતા.ભગવાન વેંકટેશ્વર નું લોકેટ અને કાનમાં દાદી દ્વારા આપેલી ઈયરરિંગ પહેરતા હતા. વિજય માલ્યા એ બે લગ્ન કરેલા છે જેમાં તેની પહેલી પત્ની નું નામ સમીરા માલ્યા છે, જે એયર ઇન્ડિયા માં એયર હોસ્ટેજ હતી.સિદ્ધાર્થ માલ્યા સમીરા માલ્યા ના દીકરા છે, પણ જલ્દી જ સમીરા સાથે વિજય નો ડિવોર્સ થઇ ગયો. વિજય માલ્યા માત્ર ગ્લેમર લાઈફ માં જ નહીં પણ તે પૂજા-પાઠ વગેરે માં પણ રુચિ ધરાવે છે. જયારે તે દેશમાં રહેતા હતા તો મોટાભાગે સબરીમાલા મંદિર જાતા હતા. વિજય માલ્યા એ જયારે પણ કોઈ પ્લેન ખરીદ્યુ, તેને તે તિરુપતિ મંદિર જરૂર લઈને જાતા હતા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!