વીજળી નું બિલ થઈ જશે અડધું, અપનાવો આ 10 સહેલી ટિપ્સ – ફાયદેમંદ માહિતી વાંચો

0

જો તમારું વીજળી નું બિલ વધી જાય તો તમારા દિલ ની ધડકન આપોઆપ વધી જાય છે. પણ તમે તમારું વીજળી નું બિલ ઓછું કરી શકો છો. કાંઈ ખાસ નહીં પણ સહેલી ટિપ્સ છે જેને ફોલો કરો.ફ્રીઝ જો ખાલી રહે છે તો એના થી વધુ વીજળી ખર્ચ થાય છે. એટલા માટે ફ્રીઝ માં હંમેશા ફળ અને શાકભાજી રાખો અને સાથે જ ફ્રીઝ હંમેશા નોર્મલ મોડ પર રાખો.હંમેશા ઘર માં વોશિંગ મશીન માં વધુ કપડાં નાખી દેવા માં આવે છે. જો કપડાં વોશિંગ મશીન ની ક્ષમતા થી વધુ રહેશે તો તમારું વીજળી નું બિલ વધુ આવશે. એટલા માટે વોશિંગ મશીન માં ક્ષમતા મુજબ ના કપડાં ધોવા માટે નાખવા.ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘર માં લાઈટો ને ચાલુ રાખી દે છે. એટલા માટે ખોટી રીતે વીજળી નું બિલ વધે છે એટલા માટે હંમેશા બલ્બ અને લાઈટો બંધ કરી ને સૂવું જોઈએ. ધ્યાન રાખો કે કોઈ બલ્બ ખોટી રીતે ચાલુ ન રહે.જો તમારા ઘર માં બલ્બ છે તો વીજળી નું મીટર ખૂબ ઝડપી ચાલવા લાગશે. તમે બલ્બ ની જગ્યા એ સીએફએલ લગાવશો તો વીજળી નું બિલ ઓછું આવશે.યાદ રાખો કે ઝીરો વોટ નો બલ્બ પણ દસ વોટ જેટલી વીજળી ખાય છે. એટલા માટે બની શકે તો કમ્પ્યુટર અને ટીવી નો પાવર બટન પણ બંધ કરતા રહો .કમ્પ્યુટર ,ટીવી ,પ્લેયર વગેરે રાત્રે ઓપન કરી ને છોડી દેશો તો વીજળી નું બિલ વધુ આવશે. ઘર ના ઉપકરણો પાવર એક્સ્ટનશન થી જોડી ને પ્રયોગ કરો. એનાથી વીજળી ના લોડ એકદમ વધવા ઉપર ઉપકરણ બગડવા નો ખતરો ઓછો રહે છે.તમારે ત્યાં ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો હંમેશા 48 ડિગ્રી ઉપર રાખો. એનાથી તમારી વીજળી વધુ ખર્ચ નહીં થાય.ઘણા લોકો ગરમીઓ માં પણ એનો ઉપયોગ કરે છે જો કે એના થી વાતાવરણ ને ખૂબ નુકશાન થાય છે. જો તમે તમારા ઘર માં કુલર રાખશો તો એ તમારા સ્વાસ્થય અને વાતાવરણ બંને માટે ફાયદેમંદ રહેશે. જરૂરત માં એસી નો ઉપયોગ કરો નહીંતર કુલર પણ સારો વિકલ્પ છે.
સોલર પેનલ – આજકાલ સોલર પેનલ ખૂબ સસ્તા માં આવે છે. દરરોજ ના કામ માટે તમે સોલર પેનલ પણ લગાવી શકો છો.એનાથી વીજળી નો ઉપયોગ ખૂબ જ ઓછો થશે.
ક્યારેક ક્યારેક બારીઓ થી સૂરજ ની ગરમી ખૂબ આવે છે. જો તમારી બારીઓ સાચી જગ્યા પર નથી તો એને બદલાવી શકો છો. કારણકે વધુ ગરમી લાગવા પર તમે કુલર, પંખા નો ઉપયોગ કરવો પડે છે. બારીઓ બદલવા થી તમારું વીજળી નું બિલ ઓછું આવી શકે છે.
કપડાં મશીન ની જગ્યા એ જો બહાર હવા માં જ સુકવશો તો વીજળી નું બિલ ઘણું બચી શકે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here