વિદ્યા, ધન અને સુખ શાંતિ મેળવવા માંગો છો તો આજના દિવસે માતા સરસ્વતીના આ અગિયાર નામના જાપ જરૂર કરજો…

0

નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો તમને બધાને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણા આખા દેશમાં વસંત પંચમી બહુ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે, માન્યતા છે કે વસંત પંચમી એટલે કે આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી માતા સરસ્વતીની કૃપા આપણી પર બની રહે છે. એટલા માટે જ માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. બધી જ સ્કુલ અને કોલેજમાં ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જે પણ મિત્રો આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કરે છે તેમને તેમના કાર્યમાં સફળતા જરૂર મળે છે. આવો તમને જણાવીએ વસંત પંચમી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ અને જાણવા જેવી માહિતી.

આજના દિવસે તમે જયારે પણ માતા સરસ્વતીની પૂજા કરો ત્યારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો કોઈપણ ચૂક રહી જાય છે તો માતા સરસ્વતી જે તે વ્યક્તિથી નારાજ થઇ જાય છે. આવામાં આજે માતા સરસ્વતીને નારાજ કરવા જોઈએ નહિ અને તેમની પૂજા અર્ચના એ પૂરી વિધિથી અને શ્રદ્ધાથી કરવી જોઈએ. માતા સરસ્વતીની પૂજાથી ફક્ત વિદ્યાર્થીઓને ફાયદો થાય છે એવું નથી હોતું, જે પણ વ્યક્તિ માતા સરસ્વતીની પૂજા સંપૂર્ણ સારી રીતે કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ, ધન અને વિદ્યાની ક્યારેય તંગી થતી નથી. આજે અમે તમને જણાવીશું માતા સરસ્વતીના અગિયાર નામો વિષે, તમે એ નામના ઉચ્ચારણ કરીને પણ માતા સરસ્વતીને પ્રસન્ન કરી શકો છો.

પહેલા જાણી લઈએ કે આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કેવીરીતે કરીશું.

સૌથી પહેલા સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી લેવું, માતા સરસ્વતીને પીળો અને સફેદ રંગ ખુબ પસંદ છે તો જે તે વ્યક્તિએ આજે પીળા અથવા સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. પછી જે સ્થાન પર માતા સરસ્વતીની પૂજા કરવાના હોવ ત્યાં પાટલા પર લાલ રંગનું કપડું પાથરવું અને તેની પર માતા સરસ્વતીની મૂર્તિ અથવા તો ફોટોની સ્થાપના કરવી. માતા સરસ્વતીની પૂજા કર્યા પછી ઘરમાં રહેલ પુસ્તકો અને ચોપડીઓની પૂજા કરવી જોઈએ. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે આજના દિવસે માતાની પૂજામાં પીળા અથવા સફેદ ફૂલનો ઉપયોગ જરૂર કરવો.

માતા સરસ્વતીના અગિયાર નામ જેનું ઉચ્ચારણ તમારે આજે કરવું જોઈએ.

જો તમે સાહસ, યશ અને બુદ્ધિની સાથે સાથે માતા સરસ્વતીની કૃપા તમારી પર બની રહે એવું ઈચ્છો છો તો તમારે આજના દિવસે માતા સરસ્વતીના આ અગિયાર નામનોનું ઉચ્ચારણ કરવું જોઈએ. આની સાથે આ અગિયાર નામનું ઉચ્ચારણ તમારે અગિયાર વાર કરવાનો રહેશે. શાસ્ત્રો પ્રમાણે જે પણ વ્યક્તિ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આ અગિયાર નામોનું ઉચ્ચારણ કરે છે તેમને માતા સરસ્વતીનો આશીર્વાદ મળે છે, આવો તમને જણાવીએ માતા સરસ્વતીના અગિયાર નામ જેનું ઉચ્ચારણ તમારે આજે કરવાનું રહેશે.

૧. જય મા શારદા,

  • ૧. જય મા શારદા,
  • ૨. જય મા વાગેશ્વરી,
  • ૩. જય મા ભારતી,
  • ૪. જય મા બુધ્ધીદાયીની,
  • ૫. જય મા સરસ્વતી,
  • ૬. જય મા હંસસુવાહિની,
  • ૭. જય મા વીણાવાદિની,
  • ૮. જય મા ભુવનેશ્વરી,
  • ૯. જય મા નમો ચંદ્રકાન્તા,
  • ૧૦. જય મા જગત ખ્યાત્વા,
  • ૧૧. જય મા કૌમુદીપ્રયુક્તા,

હવે તમને જણાવીએ કે વસંત પંચમીના દિવસે શું ના કરવું જોઈએ.

જે પણ વ્યક્તિ માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માંગતો હોય તેણે આજે સહેજ પણ ગુસ્સો કરવો જોઈએ નહિ. આજના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહિ. આજે વ્યક્તિએ નાહવું જરૂર જોઈએ, આજે કોઈપણ ઝાડ કે છોડને કાપવા જોઈએ નહિ. ભૂલથી પણ કોઈ પુસ્તકનું અપમાન કરવું નહિ, આમ કરવાથી માતા સરસ્વતી તમારા પર ગુસ્સે થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here