વિધાર્થીને 3 મીનીટમાં પડી 40 થપ્પડ, કારણ જઈને હોંશ ઉડી જશે – વાંચો આર્ટીકલ

શાળાઓમાં સખત જરૂરી છે પરંતુ તેની કંઇક મર્યાદા હોવી જોઈએ. બાળકોને પ્રેમ, કાળજી અને ધ્યાનની જરૂર નથી નહિ કે ક્રૂર સારવારની.
આપણે વારંવાર સાંભળ્યું છે કે શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓને ખોટું કરે છે કે પછી જ્યારે તેઓ તેમના હોમવર્ક પૂર્ણ કરતા નથી ત્યારે વિદ્યાર્થીને માર પડે છે પણ આટલી હદનો?

સોશિયલ મીડિયામાં ઉત્તરપ્રદેશના લખનઉનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે.જેમાં શિક્ષિકા વિદ્યાર્થી પર તમાચાનો વરસાદ વરસાવી દે છે. એક પછી એક એમ 40 થપ્પડ મારે છે અને આ શિક્ષિકાને જરા પણ દયા આવતી નથી. જે બાળકના શરીર પર એક નાનકડી ખરોચ પણ વાલીઓ સહન ન કરતા હોય તે બાળક પર આ શિક્ષિકા ખુબજ નિર્દયતાથી તુટી પડે છે.

તમાચો મારવાથી આ શિક્ષિકાનું મન ભરાતું નથી.. તો તે વિદ્યાર્થીને ધક્કો મારી દે છે ફરી તમાચા મારે છે. શિક્ષિકાની આ કરતૂત શાળા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે બાદ વિદ્યાર્થીના વાલીઓએ શાળામાં ફરિયાદ નોંધાવી હતી અને આખરે શાળાના પ્રિન્સિપાલે આ નિર્દયી શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા છે..
જુવો વિડીયો

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!