વિદેશોમાં આ 5 સૌથી વિચિત્ર કાયદાઓ જે માત્ર મહિલાઓ અને છોકરીઓને લાગુ પડે છે, જાણીને નવાઈ લાગશે….

કાનૂન દેશ અને સમાજ ની સુરક્ષા માટે બનાવામાં આવે છે પણ ઘણી વાર કઈક એવા કાનૂન પણ બની જાય છે જે એકરીતે મજાકિયા લાગતા હોય છે. આજે અમે તમને વિદેશોમાં માત્ર મહિલાઓ અને છોકરીઓ માટે બનાવામાં આવેલા અમુક અટપટા કાનૂન વિશે જણાવીશું, જેને જાણીને તમને હસવું આવી જાશે, પણ જણાવી દઈએ કે આ કાનૂનના તોડવા પર કડક સજા આપવામાં આવે છે.
મહિલાઓ માટે વિચિત્ર કાયદાઓ:

1. ખોળામાં બેસવું છે અપરાધ:અમેરિકા ના શહેર સિએટલ માં કાયદો છે કે જો કોઈ છોકરી પોતાના બોયફ્રેન્ડની સાથે બસમાં સફર કરી રહી છે અને સીટ ન મળવા પર તે પોતાના બોયફ્રેન્ડ ના ખોળામાં બેઠી છે તો તેને અપરાધ માનવામાં આવે છે. આવું કરવા પર આ છોકરી ને 6 મહિનાની સજા થઇ શકે છે.

2. હાઈ હિલ્સ પહેરવી:કેલિફોર્નિયા ના કારમેલ નો પણ એક વિચિત્ર કાયદો છે. અહીં પર મહિલાઓને ઊંચી હિલ વાળા સેન્ડલ પહેરવાની મનાઈ છે. કેમ કે અહીંના રસ્તાઓ પર પથ્થરો ની વચ્ચે ગેપ છે જેમાંથી છોડ ઉગી નીકળે છે જેમાં કોઈપણ વ્યક્તિ ફસાઈ ને પડી શકે છે, માટે અહીં હાઈ હિલ્સ બૈન રાખવામાં આવેલી છે.

3. પત્નીને મારવી અપરાધ નથી:નાઈજીરિયા ના કાયદાના આધારે જો કોઈ પતિ પોતાની પત્નીને તેની ભૂલ સુધારવા માટે મારી રહ્યો છે તો તેને ગૈરકાનૂની માનવામાં નથી આવતું.

4. છોકરીનું અપહરણ પણ માન્ય છે અહીં:માલ્ટા અને લેબનાન માં એવો કાનૂન છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાનું અપહરણ કરી લે અને પછી તેની સાથે લગ્ન કરી લે તો તેમાં કોઈ જ અપરાધ માનવામાં આવતું નથી.

5. મહિલાઓને ડ્રાંઈવિંગ નો અધિકાર નથી:

અમુક સમય પહેલા સુધી સાઉદી અરબ ના કાયદાના આધારે મહિલાઓને અહીં ગાડી ચલાવા માટેનો અધિકાર ન હતો. અહીં મહિલાઓને ડ્રાંઇવિંગ લાઇસેંસ આપવામાં આવતું ન હતું.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!