આપણો દેશ ભારત ભલે અન્ય વિદેશી દેશો ની તુલનામાં પાછળ હોય પણ અહીં આવનારો વ્યક્તિ અહીંનો જ બનીને રહી જાય છે. તેના માટે વ્યક્તિ મા પ્રેમ હોવો જરૂરી છે. જેમ કે કોઈ જગ્યાથી પ્રેમ કે પછી કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થવો તે વાતને સાબિત કરે છે ફ્રાન્સ ની રહેનારી યુવતી ‘મારી’. જે સાત વર્ષ પહેલા ભારતમાં ફરવા માટે આવી હતી અને તેને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પછી અહીં જ વસી ગઈ. જણાવી દઈએ કે મારી નો જન્મ ફ્રાન્સ ના પેરિસ શહેર માં થયો હતો, અને તે ત્યાંજ મોટી થઇ હતી.પણ લગ્ન માટે તેને ભારતીય ગામ નો દેશી છોકરો પસંદ માં આવી ગયો અને લગ્ન પછી તે અહીં ભારતીય મહિલાની જેમ જ રહેવા લાગી.
33 વર્ષ ની મારી ભારતમાં માંડુ ફરવા માટે આવી હતી. અને તેને અહીંના ઐતિહાસિક કિલ્લા અને તેની સુંદર વાદીઓ ને સમાજવનારા ગાઈડ ની સાથે પ્રેમ થઇ ગયો. આ વિદેશી મહિલાએ ટુરિસ્ટ ગાઈડ ધીરજ ની સાથે લગ્ન કરી લીધા અને હવે તે માંડુ માં પતિની સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. મારીના પિતા ડોકટર અને માં ટીચર છે. મારી ખુદ એક ટીચર છે અને આજે તે અહીં ઠીક-ઠાક હિન્દી પણ બોલી શકે છે. તે સાળી ને ડ્રેસ સલવાર જ પહેરે છે અને તેને પહેરીને તે ગર્વ નો અનુભવ પણ કરે છે. આજે પણ તે પેરિસના અમુક બાળકોને ઓનલાઇન ભણાવે છે અને સાથે જ નોટ્સ પણ બનાવીને મોકલે છે. તેના બે બાળકો પણ છે જેને તે ફ્રેન્ચ અને હિંદી એમ બંને ભાષાઓ શીખવી રહી છે. આ સિવાય ખાસ વાત એ છે કે તે માંડુ માં પોતાનું ઘર બનાવી રહી છે તેના માટે તે ખુદ મજૂરો ની સાથે કામ કરે છે.
મારીના બે બાળકોમાં એક કાશી જે 5 વર્ષનો છે અને બીજો નીલ જે 3 વર્ષનો છે. જેમાના એક નો જન્મ દિલ્લી માં થયો હતો અને બીજાનો જન્મ કોચી માં થયો હતો. મારી ઘરનું કામ પોતાની જાતે જ કરે છે અને તેનું કહેવું છે કે તે પોતાના બાળકોને પણ સ્કૂલ નહીં મોકલે અને 10 વર્ષ સુધી તે જ તેને ભણાવશે અને દરેક બેઝિક વસ્તુ શીખવ્યા પછી જ તેને સ્કૂલ મોકલશે.
મોટાભાગે પહેરે છે સાળી અને ડ્રેસ:મારી પુરી રીતે દેશી ઢંગ માં ઢળી ચુકી છે અને હવે મોટાભાગે તે સાળી અને ડ્રેસ જ પહેરે છે. કોઈ તહેવાર કે પૂજાના સમયે તેને સાળી પહેરવી વધૂ પસંદ કરે છે. અને તેના બાળકો પણ બાકીના બાળકો ની સાથે હળી મળી ને રહે છે. તે પોતાના પતિ અને બાળકોના ભોજનનું ખાસ ધ્યાન રાખે છે. આ સિવાય મારી ના બાળકોને જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા આવે તો તે સીધી જ પોતાના પિતાને સંપર્ક કરે છે જે હાલ ફ્રાન્સ માં રહે છે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
