વિદેશમાં પણ ગણેશજી વિભિન્ન રૂપોમાં પૂજવામાં આવે છે…..વાંચો લેખ

0

ગણપતિ નું પૂજન માત્ર ભારત માં જ નહીં પણ વિદેશો માં પણ થાય છે. એ પણ વિભિન્ન રૂપો માં. એટલે કે વિદેશ માં પણ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમ કે તિબ્બત માં ગણેશજી ને દુષ્ટાઆત્માઓ ના દુષ્ટ પ્રભાવ થી રક્ષા કરવા વાળા દેવતા ના રૂપ માં પૂજવા માં આવે છે. અહિ ગણેશજી બોધ્ધ વિહારો અને મંદિરો ના દ્રાર ની ઉપર સ્થાપિત કરવા માં આવે છે. તિબ્બત માં એવું કહેવા માં આવે છે કે ભગવાન બુધ્ધ એ પોતાના શિષ્યો પાસે ગણપતિ હ્રદય નામ ના મંત્ર નો જાપ કરાવ્યો હતો. ભગવાન બુધ્ધ નું એક ચિહન હાથી છે અને ગણપતિ નું મસ્તક પણ હાથી નું જ છે. જે ઘણી સમાનતા ઓ રાખે છે. નેપાળ માં ગણપતિ ના મંદિર ની સ્થાપના સર્વ પ્રથમ સમ્રાટ અશોક ની પુત્રી ચારુમિત્રા એ કરી હતી અને તેને બોધ્ધ ના સિધ્ધિ દાતા ના રૂપ માં માનવા આ આવે છે.

દેશભર માં ગણેશત્સવ ની ધૂમ હોય છે. આજે આખો દેશ ગણેશ ઉત્સવ માં નાચે છે, બધા દેવતાઓ માં ગણેશ ભગવાન જ એવા છે જેને ઘર ના પુજા સ્થાન થી લઈ ને ઘર ના દરેક ખૂણા માં વ્યાપ્ત કરવા માં આવે છે. સ્ટડી રૂમ, ડ્રોઈંગ રૂમ દરેક જગ્યા એ વિઘ્નહર્તા ની ફોટો દેખાઈ છે.

પરંતુ તમને ખબર છે ભારત માં ઘરે-ઘરે પૂજાતા ગણપતિ માત્ર ભારત માં જ નહીં પણ વિદેશો માં પણ તે જ વિધિ થી પૂજાય છે. જેવી રીતે ભારત માં પૂજાય છે. આ સૂચિ માં પહેલું નામ જાપાન નું આવે છે. જાપાન માં ગણેશજી ના લગભગ 250 જેટલા મંદિરો છે. જાપાન માં kangiten ની પુજા લોકો કરે છે જે ગણેશ નું જ રૂપ છે.

Kangiten ભગવાન સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે જે ગણેશ પણ કરે છે. એવું સાબિત કરવા માં આવ્યું છે કે ગણેશ ની મુર્તિ આજ થી લગભગ ઘણા વર્ષો પહેલા મધ્ય એશિયા મા હતી. ગણેશ ની મુર્તિ તમને મ્યાનમાર, અફઘાનિસ્તાન ,શ્રીલંકા, નેપાળ, થાઈલેંડ, ચીન, મંગોલિયા, વિયતનામ, બુલ્ગારિયા, અમેરિકા, અને મૈક્સિકો માં પણ જોવા મળે છે.

ઇ.સ. પૂર્વ 236 વર્ષ પહેલા મિસ્ત્ર માં ગણેશજી ના ઘણા મંદિરો હતા. તે સમયે ગણેશજી ને કૃષિ ના રક્ષક ના નામ થી પૂજવા માં આવતા હતા. ખેડૂત પોતાના ખેતરો માં ઉચ્ચા સ્થાન પર ગણેશજી ની મુર્તિ સ્થાપિત કરતાં હતા. એવું માનવા માં આવતું કે તેનાથી ઉત્પાદન રોગ મુક્ત અને સારી થાય. વિદ્રાનો નું માનવું છે કે ભારત ની બહાર ગણેશ નું પૂજન નો પ્રસાર બોધ્ધ ધર્મ ની સાથે જ થયો છે.

થાઈલેંડ, જાવા, અને બાલી માં ગણેશ ની પુજા કરવા માં આવે છે. આ રીતે શ્રીલંકા, મ્યાનમાર માં પણ વિભિન્ન રૂપો માં ગણેશજી ની પુજા થાય છે. બોર્નિયો માં પણ વિભિન્ન રૂપો માં ગણેશ અને બુધ્ધ ની ભેગી પ્રતિમાઓ ને પૂજવા માં આવે છે.

ગણેશજી મુર્તિ વિશ્વ ના લગભગ દરેક આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ માં પણ જોવા મળે છે. પછી ભલે ને લોકો હિન્દુ ધર્મ માં ના માનતા હોય, પણ ગણેશજી ની મુર્તિ ને વિશ્વ ના લગભગ બધા લેખકો, કલાકારો, બીજનેસમેન, ની પાસે હોય છે. યુરોપીયન દેશો પણ આ વાત થી અજાણ્યા નથી.

ભારત માં ઈન્દોર નું રિધ્ધિ-સિધ્ધિ ગણેશ મંદિર અને રણથંભોર નું ગણેશ મંદિર વિશ્વ પ્રસિધ્ધ છે. આજ ની પરિસ્થિતિ માં ગણેશોત્સવ દ્રારા સાંપ્રદાયિક સૌહાર્દ ને બનાવી રાખવા નો પ્રયાસ થવો જોઈએ અને સાથે સાથે ગણેશ પ્રતિમાઓ નું ઓછા માં ઓછું વિસર્જન કરી થવું જોઈએ અથવા પર્યાવરણ મિત્ર પ્રતિમાઓ નું વિસર્જન કરી જળ પ્રદૂષણ રોકવા નો પ્રયાસ પણ કરવો જોઈએ.

આમ ગણેશ એક એવા દેવતા છે જેની અનેક રૂપે પુજા થાય છે અને વિદેશો માં પણ તેના અનેક રૂપો પૂજાય છે. ગણેશ ચતુર્થી આવી રહી છે તો ગણેશ ની ભાવ થી, શ્રદ્ધા થી પુજા કરીએ પણ સાથે પ્રદૂષણ ના થાય તેની પણ કાળજી રાખીએ. સર્વ મિત્રો ને આખી ટીમ વતી ગણેશ ઉત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here