ટ્રેન ના ડબ્બામાં હંમેશા બ્લુ અને લાલ જ કેમ હોય છે? જાણો રહસ્ય – મોટા ભાગના લોકોને ખબર નથી

ઓછા પૈસા માં સુખદ યાત્રા નો આનંદ લેવો હોય તો રેલ યાત્રા સૌથી બેસ્ટ વિકલ્પ છે. રેલ સાથે જોડાયેલા ઘણા તથ્યો તમે સાંભળ્યા હશે, આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ ટ્રેન ના ડબ્બા ના રંગો વિશે જેના વિશે તમે જાણતા નહિ હોય. ટ્રેનો સાથે જોડાયેલા ઘણા એવા રહસ્ય છે જેના વિશે ખાસ કઈ જાણકારી લોકોને નથી હોતી પણ તેના વિશે જાણવું ખુબ જ જરૂરી છે.

જો તમે ધ્યાનથી જોયું હોય તો ટ્રેનો ના ડબ્બા પહેલાના સમયમાં મરૂન રંગ ના હતા અને હવે મોટાભાગે બ્લુ રંગના હોય છે અને ખુબ જ ઝડપી રફ્તાર વાળી ગાડીઓ જેમ કે રાજધાની વગેરે ના ડબ્બા નો રંગ લાલ હોય છે.
હવે તો જો કે ઘણી નવી ગાડીઓ આવી ગઈ છે જે અલગ અલગ રંગ ની છે. જો ધ્યાન આપવાંમાં આવે તો મોટાભાગે બ્લુ અને લાલ રંગ નો જ ઉપીયોગ કરવામાં આવે છે.  તમને જણાવી દઈએ કે ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી માં તૈયાર બ્લુ રંગ ના કોચ ને ઈન્ટીગ્રલ કોચ ના નામથી પણ જાણવામાં આવે છે. સાથે જ સિલ્વર અને લાલ રંગ ના કોચ ને લિંક હૉફમેન બુશ(એલએચબી) કોચ ના નામથી જાણવામાં આવે છે.
કપૂરથલા ફેક્ટરી માં બનનારા આ એચએલબી કોચ નો ઉપીયોગ ઝડપી રફ્તાર ગાડીઓ માટે કરવામાં આવે છે જેમ કે ગતિમાન એક્સપ્રેસ, શતાબ્દી, રાજધાની વગેરે જેવી જેની સ્પીડ 160 કિમિ થી 200 કિમિ પ્રતિ કલાક હોય છે.
તેનાથી મધ્યમ સ્પીડ થી ચાલનારી ટ્રેનો માં આઈસીએફ કોચ નો ઉપીયોગ કરવામાં આવે છે જેની સ્પીડ 70 કિમિ થી 140 કિમિ પ્રતિ કલાક હોય છે.સ્ટેનલેસ સ્ટીલ તથા એલ્યુમિનિયમ થી બનેલા એન્ટી ટેલિસ્કોપિક સિસ્ટમ થી ઓછા એલએચબી કોચ ના ડબ્બા ટ્રેક પરથી આસાનીથી નીચે નથી ઉતરતા, ભારતમાં ઉત્તમ ટેક્નિક થી ડબ્બા તૈયાર કરવામાં આવે છે પણ છતાં પણ લાપરવાહી ના ચાલતા અહીં પર રેલ દુર્ઘટના થાય છે. તમને જણાવી દઈએ કે ભારત દુનિયાનો સૌથી મોટા રેલ નેટવર્ક્સ માનું એક છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!