વેનિટી વેનમાં એક રાત ગુજારીયા બાદ ગુજરાતી એક્ટ્રેસને થયો’તો પ્રેમ, છે ટ્વિન્સની મોમ


મોડલ, આઈટમ ગર્લ અને એક્ટ્રેસ કાશ્મીરા શાહ 47 વર્ષની થઈ ચૂકી છે. બીજી ડિસેમ્બર, 1970માં મુંબઈમાં જન્મેલી કાશ્મીરાએ ‘બિગ બોસ’ની છઠ્ઠી સિઝનમાં ભાગ લીધો હતો. કાશ્મીરા અડધી ગુજરાતી છે અને તેણે 2013માં ગોવિંદાના ભાણિયા ક્રિષ્ના અભિષેક સાથે લગ્ન કર્યાં હતાં.  હાલ આ કપલ સરોગસી દ્વારા ટ્વિન્સના પેરેન્ટ્સ પણ બની ચૂક્યું છે.

પતિ ક્રિષ્ના સાથે કાશ્મીરા શાહ:

છે અડધી ગુજરાતી:
કાશ્મીરા શાહ જાણીતા ક્લાસિકલ સિંગર અંજનીબાઈ લોલેકરની ગ્રાન્ડ ડોટર છે. કાશ્મીરાએ અનેક હિંદી-મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તે અડધી મહારાષ્ટ્રિયન અને અડધી ગુજરાતી છે.

વેનિટી વેનમાં વન-નાઈટ સ્ટેન્ડ બાદ થયો પ્રેમ:


એક ઈન્ટરવ્યૂમાં કાશ્મીરાએ કહ્યું હતું કે તેની અને ક્રિષ્નાની લવસ્ટોરી હટકે છે. ક્રિષ્ના સાથે વન નાઈટ સ્ટેન્ડ બાદ તેને પ્રેમનો અહેસાસ થયો હતો. ‘ઔર પપ્પુ પાસ હો ગયા’ના સેટ પર કાશ્મીરા અને ક્રિષ્નાની મુલાકાત થઈ હતી. વન-નાઈટ સ્ટેન્ડ બાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ અંગે ક્રિષ્નાએ કહ્યું હતું કે તેમના પ્રેમની શરૂઆત વેનિટી વેનમાંથી થઈ હતી. રાત થઈ ગઈ હતી અને તેઓ વેનમાં બેઠા હતાં. ત્યારે જ લાઈટ જતી રહી હતી. ત્યારે ક્રિષ્નાએ કાશ્મીરાને સવાલ કર્યો હતો કે હવે શું…તો કાશ્મીરાએ પ્રત્યુત્તર આપ્યો હતો કે કેમ, કંઈ કરવું છે અને તેમને ત્યાં ફર્સ્ટ ટાઈમ સેક્સ માણ્યું હતું. વન-નાઈટ સ્ટેન્ડ બાદ કાશ્મીરાને ક્રિષ્ના પ્રત્યે લાગણી જન્મી હતી અને તે એના માટે ઘરથી જ ભોજન લાવતી હતી.

વર્ષ 2005માં શરૂ થઈ હતી લવસ્ટોરી:

બોલિવૂડ સ્ટાર ગોવિંદાના ભાણેજ ક્રિષ્ના અભિષેક અને એક્ટ્રેસ કાશ્મીરા શાહની લવ સ્ટોરી 2005માં શરૂ થઇ હતી. બન્ને ફિલ્મ ‘ઔર પપ્પૂ પાસ હો ગયા’ ની શૂટિંગ દરમિયાન જયપુરમાં પહેલી વાર મળ્યા હતાં. પહેલાથી જ ફિલ્મ પ્રોડ્યુસર બ્રેડ લિસ્ટરમેન સાથે પરિણીત કાશ્મીરા પ્રથમ નજરનો પ્રેમ કહે છે.

રાતથી સવારે સાત વાગ્યા સુધી કરતા રહ્યા વાત:

કૃષ્ણા સાથે પોતાની પહેલી ડેટ યાદ કરતા કાશ્મીરા કહે છે કે, ’જયપુર પાસે ચાલતા શૂટિંગ બાદ અમે બન્ને ફ્રી રહેતાં હતાં. અમે અલગ-અલગ- હોટલમાં રોકાયા હતાં. આ દરમિયાન એક દિવસે મેં કૃષ્ણાને મારી હોટલ પર ડિનર માટે બોલાવ્યો. આ મુલાકાત પહેલા અમે સામાન્ય દોસ્ત હતાં. પરંતુ જ્યારે અમે ડિનર પર એકબીજા વિશે જાણ્યું તો લાગ્યું કે અમારી વચ્ચે જરૂર કોઇ અલગ વાત છે. અમે બન્ને રાતથી સવારે સાત વાગ્યા સુધી વાત કરતા હતાં. પ્રોડક્શનમાંથી કોલ આવ્યા બાદ જ અમારી વાતચીત બંધ થઇ હતી.”

પૂર્વ પતિ લિસ્ટરમેન સાથે કાશ્મીરા શાહ:

તો શું આ કારણે તૂટ્યા હતા કાશ્મીરાના પહેલા લગ્ન:

આ મુલાકાત પછી બન્ને દોસ્તમાંથી લવર બન્યા હતાં. મુંબઇ આવીને એકબીજાની મુલાકાતથી ટૂંક સમયમાં જ બન્નેના સંબંધની મીડિયાને ખબર પડી ગઇ. એ સમયે બન્નેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા જ્યારે 2007માં કાશ્મીરાએ પોતાના પતિ બ્રેડ લિસ્ટરમેનને છૂટાછેડા આપ્યાં. બધાએ વિચાર્યું કે આ પાછળનું કારણ કૃષ્ણા જ છે. જોકે, કાશ્મીરા એવું માનતી નથી. તે આ સંબંધ તૂટવા પાછળનું બીજું જ કારણ જણાવે છે. 2013માં કૃષ્ણા અને કાશ્મીરાએ  લગ્ન કર્યાં.

2013માં છાનામાના કર્યાં લગ્ન:

લાંબા સમય સુધી ડેટિંગ અને લિવ-ઈનમાં રહ્યાં બાદ કાશ્મીરાએ ક્રિષ્નાએ વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બહુ જ અંગત રીતે કરવામાં આવ્યા હતાં. 23 જુલાઈએ ક્રિષ્નાએ કાશ્મીરાને પ્રપોઝ કર્યું હતું અને બીજા દિવસે બંનેએ લગ્ન કરી લીધા હતાં.

દસ ગુલાબ દઇને ઉજવી ડેટિંગ એનિવર્સરી:

10 જુલાઇ, 2015એ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહની પહેલી ડેટિંગના દસ વર્ષ પુરાં થયા હતાં. આ પ્રસંગે કાશ્મીરાએ દસ ગુલાબ દઇને કૃષ્ણાને ડેટિંગ એનિવર્સરીની શુભેચ્છા આપી હતી. નોંધનીય છે કે બન્ને લગ્ન પહેલા એક રિયાલિટી શોમાં સેલિબ્રિટી કપલ તરીકે ભાગ લઇ ચૂક્યા છે.

કાશ્મીરાની ફિલ્મ કરિયર:

મોડેલ અને બોલિવૂડ એક્ટ્રેસ કાશ્મીરા શાહનો જન્મ 2 ડીસેમ્બર, 1970ના રોજ મુંબઈમાં થયો હતો. તેણીએ હિન્દી સહીત તેલુગુ ફિલ્મોમાં અભિનય સાથે આઈટમ ડાંસ પણ કર્યો હતો. તેણીએ ફિલ્મ ‘યસ બોસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘કોઈ કિસી સે કમ નહીં’, ‘સાજીશ’, ‘પ્યાર તો હોના હી થા’, ‘દુલ્હન બનું મેં તેરી’, ‘હિન્દુસ્તાન કી કસમ’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘હેરાફેરી’, ‘મર્ડર’ જેવી ફિલ્મો કરી છે. બોલિવૂડમાં આઈટમ ગર્લ તરીકે મશહૂર કાશ્મીરાએ એક કેલેન્ડર માટે ટોપલેસ ફોટો પણ પડાવ્યો હતો.

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

વેનિટી વેનમાં એક રાત ગુજારીયા બાદ ગુજરાતી એક્ટ્રેસને થયો’તો પ્રેમ, છે ટ્વિન્સની મોમ

log in

reset password

Back to
log in
error: