વીરાના ની અભિનેત્રી જૈસ્મિન સાથે જે થયું, તે કોઈની પણ સાથે ના થાય….જાણો અત્યારે ક્યાં છે અને શું કરે છે

0

ફિલ્મ વીરાના ની લીડ એક્ટ્રેસ જૈસ્મિન હતી, જૈસ્મિન એક માત્ર એવી ભૂત કે ચુડેલ હતી, લોકો તેનાથી ડરતા ઓછા હતા પણ તેના નામની માળા જરૂર જપતા હતા. તેનું કારણ હતું રામસે બ્રધર્સ ના કેમેરાની કમાલ. તે પોતાની આ ચુડેલ ને જ્યાં સુધી બાથ ટબ માં નાવળાવી ના દે, હલકા કલર ની બનેલી નાઇટી પહેરાવીને એક બે નૃત્ય ના કરાવી દે, તેને લાગતું કે જાણે કે ભય ની જમીન તૈયાર થઇ જ નથી. આ ફિલ્મના પહેલા તેની બે ફિલ્મો આવી હતી. 1978 માં સરકારી મહેમાન અને 1984 માં ડાઇવોર્સ.

એક તે દિવસ અને એક આજનો દિવસ. લોકો ઇન્ટરનેટ પર જૈસ્મિન ના નામની શોધ યથાવત રાખી છે. કોઈ તેનું પૂરું નામ પૂછે છે તો, કોઈ અસલી નામ. ઇન્ડસ્ટ્રીમાં પણ તેના વિશેની સાચી જાણકારી આજસુધી કોઈને પણ ખબર નથી. બે થી ત્રણ બાબતો ની ખબર જરૂર આવી હતી,પણ તેની પણ આજ સુધી પાકી સાબિતી મળી નથી.

પહેલી વાત એ કે વીરાના ની રિલીઝ થયા પછી જૈસ્મિન ને અંડરવર્લ્ડ થી કોલ આવવા લાગ્યા હતા. તમામ માફિયા ડોન તેની સાથે સંબંધ બનાવા માગતા હતા. જૈસ્મિન તેનાથી ખુબ જ ચિંતિત થઇ ગઈ હતી. તેણે હંમેશાને માટે આ દેશ  જ છોડી દીધો. હાલ તે અમેરિકામાં રહે છે અને તેણે ત્યાંના નાગરિક સાથે જ લગ્ન કરી લીધા છે. બીજી વાત એ સામી આવી કે જૈસ્મિન સ્વર્ગવાસ થઇ ચુકી છે અને તેના જીવનના છેલ્લા દિવસો ગુમનામી વીત્યા હતા.

જયારે ત્રીજી વાત એ સામી આવી હતી કે જૈસ્મિન જોર્ડનમાં રહે છે અને તેમણે ત્યાં જ લગ્ન કરી લીધા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here