વેદ અનુસાર જાણો પતિ-પત્નીમાં હોવા જોઈએ આ 12 પ્રકારના ગુણ….

0

વિવાહ તે પડાવ છે જેના માટે આપણે સપના જોતા હોઈએ છીએ અને બાદમાં આપણી પૂરી જિંદગીનો બદલાવ પણ આ પડાવ જ સાબિત થતો હોય છે. વિવાહની સફળતા અને અસફળતા જ આપના આનારા જીવનની નીવ હોય છે. હિંદુ ધર્મમાં વિવાહને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે, આજ કારણ છે કે આ સંબંધને તોડવું, જેને તલાક કહેવામાં આવે છે જે આસાન નથી હોતું. વિવાહને જીવનભરનો સાથ નિભાવમાં આવે છે અને તેને લીધે વડીલો પણ એજ કહેતા આવ્યા છે કે વિવાહ હંમેશા સમજી વિચારી ને જ કરવો જોઈએ.

વિવાહનાં પહેલા કુંડલી મિલન તો જરૂરી છે જ પણ જેની સાથે તમે વિવાહ કરવા જઈ રહ્યા છો તેના વિશે સારી રીતે જાણ્યા બાદ જ લગ્નની મંજુરી આપવામાં આવે છે. વડીલોની સાથે સાથે આપણું શાસ્ત્ર પણ એજ કહે છે કે જો ધ્યાન રાખવામાં ન આવે તો જીવનસાથીનો ચુનાવ કરવામાં ભૂલ થઇ જાતી હોય છે.

કહેવામાં આવે છે કે માત્ર સ્ત્રીને જ ઘરની સ્વર્ગ માનવામાં આવે છે અને જો તે ઈચ્છે તો નર્ક પણ બનાવી શકે છે. આજકાલ ભલે મહિલાઓ આત્મનિર્ભર બની રહી હોય, ખુદ બહાર નીકળીને પુરુષોની જેમ કામ કરતી હોય પણ તેના છતાં પણ ઘરને સંભાળવાનો ગુણ તેના સિવાય કોઈ પાસે ન હોઈ શકે. આવું જ કઈક પુરુષોની સાથે થતું હોય છે. આવો તો જાણીએ આવા જ ગુણ જે સ્ત્રી અને પુરુષ બંન્નેમાં જોવા મળતા હોય છે જો તેઓ લગ્ન કરવા માંગતા હોય.

1. એક સ્ત્રીમાં કેવા ગુણ હોવા જોઈએ:

શાસ્ત્રોનાં અનુસાર એક સ્ત્રીનું શરીર એટલું સ્વાસ્થ્યજનક હોવું જોઈએ કે તે આગળ ચાલીને સારી અને સ્વાસ્થ્યજનક બાળક ને જન્મ આપી શકે.
2. વ્યવહાર-કુશલ:


સ્ત્રીનો વ્યવહાર સારો હોવો જોઈએ જેનાથી તે ઘર, બાળકો અને વડીલોને સારી રીતે સંભાળી શકે.
3. માનસિક રીતે મજબુર:


સ્ત્રીઓ માનસિક રૂપે ખુબ મજબુત હોવી જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મકતા બની રહે અને બાળકોને એક સારો માહોલ મળી શકે.
4. દરેકની વાતો સાંભળે:


એક સ્ત્રી ને દરેકની વાત સાંભળવી જોઈએ પછી તે બાળકો હોય કે વડીલો. સાથે જ ઘરમાં થનારી નાની-નાની પરેશાનીઓ ને પણ ઓછી કરવામાં મદદ મળી શકે.
5. ભગવાન પર ભરોસો:


સ્ત્રીની અંદર આધ્યાત્મિકતા અને ઈશ્વરમાં વિશ્વાસ હોવું જરૂરી છે. જેનાથી તે આવનારા સમયમાં પોતાના પરિવારને મુશ્કિલ ઘડીમાં બહાર નિકાળી શકે.
6. જે જીવનભર સુધીનો સાથ આપે:


હર એક સ્ત્રીની અંદર પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. કેમ કે ભારતીય સમાજમાં જીવનભરનો સાથ હોય છે. તેનું સમર્પણ તેના પરિવાર અને પતિ માટે હંમેશા માટે હોવું જરૂરી છે.
7. હવે જાણો પુરુષોનાં ગુણ:


પુરુષોની અંદર સૌથી મોટો અને પહેલો ગુણ હોવો જોઈએ તેની પત્ની પ્રત્યેનો સમર્પણ. સાથે જ તેની પત્નીની ઈજ્જત પણ કરવી જોઈએ.
8. કોઈ રાઝ ન હોવું જોઈએ:


જે પતિ પોતાની પત્ની સાથે કોઈ પણ રાઝ નથી છુપાવતા તેઓ એક આદર્શ પતિ માનવામાં આવે છે સાથે જ તેનાથી પત્નીનાં દિલમાં પણ ખાસ જગ્યા બનાવી શકે છે.
9. ધાર્મિક વિશ્વાસ:


સ્ત્રી હોય કે પુરુષ બંને ને ધાર્મિક અવશ્ય હોવું જોઈએ. તેમનું પવિત્ર આચરણ પરિવાર માટે લાભદાયક હોય છે.
10. ધૈર્ય:


પુરુષની અંદર ધૈર્ય, પ્રેમ અને બીજાઓનો ખ્યાલ રાખવાનો ગુણ હોવો જોઈએ કેમ કે તેમને પણ એક દિવસ પિતા બનવાનું રહેશે.
11. અનુશાસિત હોય:


જો પુરુષ પોતાની જિંદગી માં એક અનુશાસિત રીતે જીવે છે તે જ પોતાનું વિવાહિત જીવનને સારી રીતે નિભાવે છે.
12. પરિવાર માટે પ્રેમ, દેખભાળ અને સન્માન:


પુરુષ માટે પણ પોતાના પરિવાર માટે પ્રેમ અને સન્માન અવશ્ય હોવું જોઈએ. તેના સિવાય તે પોતાના પરિવારની રક્ષા કરનારા પણ હોવા જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!