વાત્સવમાં કેવા દેખાય છે માધવી ભીડે? જુવો 8 તસવીરો

0

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ શોમાં અચાર પાપડનો બિઝનેસ કરતી માધવી ભીડેનું પાત્ર ભજવતી અભિનેત્રીનું નામ સોનાલિકા જોશી છે.

શોમાં સોનાલિકાનું પાત્ર ખૂબ જ સિમ્પલ દર્શાવવામાં આવ્યું છે, જે સૌ સાથે પ્રેમથી રહે છે અને અચાર પાપડનો બિઝનેસ કરે છે. માધવીના પાત્રથી તો બધા જ માહિતગાર હશો પરંતુ તેની રિયલ લાઈફ વિશે જાણો છો?રિયલ લાઈફમાં સોનાલિકા ખૂબ જ સિમ્પલ પણ ફનલવિંગ છે.

સોનાલીનો જન્મ 5 જૂન 1976ના રોજ થયો હતો અને તેના લગ્ન સમીર જોશી સાથે થયા છે. તેને લગ્નથી એક દીકરી પણ છે આર્યા જોશી.સોનાલિકા જોશી કોઈ નવું નામ નથી. સોનાલિકાએ પોતાની એક્ટિંગની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી. જ્યા તેણે ઘણા નાટકોમાં કામ કર્યું છે. તારક મહેતા… સિવાય પણ તેને 20 જેટલી મરાઠી સિરિયલ અને કેટલીક ટેલિવિઝન એડમાં પણ કામ કર્યું છે. તેને વર્ષ 2006માં મરાઠી કોમેડી ફિલ્મ ‘વારસ સરિચ સરસ’માં પણ કામ કર્યું છે.આ ઉપરાંત તેણે મરાઠી ઇન્સ્પેક્ટર સિરીઝમાં પણ કામ કર્યું છે, આ સિવાય તેણે વધતા વધતા વધે અને બોલ બચ્ચન નામના મરાઠી નાટકોમાં પણ કામ કર્યું છે.

સોનાલિકા ધાર્મિક સ્વભાવ ધરાવે છે અને પોતાના પરિવારને પણ ખુબ જ મહત્વ આપે છે. તેને એંકરિંગ કરવું અને નાટકોમાં એક્ટિંગ કરવી ખૂબ જ ગમે છે. સોનાલિકા તારક મહેતા… શોમાં વર્ષ 2008થી જોડાઈ પરંતુ ખૂબ જ જલ્દીથી માધવી ભીડેના પાત્રમાં તે લોકોને પસંદ પડવા લાગી હતી.વર્ષ 2015માં તેને સબ ટીવીનો સબ કે અનોખે ઍવૉર્ડની ચોથી આવૃત્તિમાં હોસ્ટિંગ કર્યું હતું. સોનાલિકા મને છે કે શો ‘તારક મહેતા…’ સિવાય બીજું કઈ પણ અનોખું ન હોઈ શકે. એટલે જ તો ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલવાવાળો શો છે.

અહીં જુઓ તેનો સિજલિંગ અવતાર. સોનાલિકાનો ફોટોશૂટ જોઈને સમજી શકાય છે કે સોનાલિકા બધાથી અલગ છે, સોનાલિકાનો આ લુક તેની સાદગીથી એકદમ અલગ છે જો કે આ સ્ટાઇલમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here