6 Tips: વાસ્તુદોષ દૂર કરવા માટે આ જગ્યા પર રાખો આ ચીજો, ઘરમાં આવશે અઢળક ધનદોલત….વાંચો આર્ટિકલ

0

દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે એટલે દરેક પ્રકારની સુખ સુવિધાઓનો આનંદ મેળવી શકાય. પૈસા કમાવવા માટે માણસ ખૂબ મહેનત કરે છે, કારણ કે વિચારવાથી કોઈ અમીર નથી બનતું. પણ ઘણીવાર એવું થાય છે કે ખૂબ મહેનત બાદ પણ ધનની પ્રાપ્તિ નથી થતી તો એના પાછળનું કારણ વાસ્તુદોષ હોઈ શકે છે. જી હાં, માણસના ધનવાન બનવા પાછળ વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. જો વાસ્તુદોષનું નિવારણ ન કરવામાં આવે તો આ એક મોટુ વિઘ્ન બની શકે છે. આજે અમે આપને એવી કેટલીક વસ્તુ વિશે જણાવવાના છીએ, જેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ શકે છે.

ખાસ ચીજો ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. 1. ઘરના મંદિરમાં વાસ્તુદેવ સ્વરૂપને સ્થાપિત કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને વાસ્તુદોષનું નિવારણ થાય છે.
2. વાસ્તુદોષ દૂર કરવા માટે દક્ષિણી-પશ્ચિમ દિશામાં પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ અથવા મૂર્તિ લગાવો. શક્ય ન હોય તો પરિવારના દરેક સભ્યો મંગળવારના રોજ હનુમાનજીની પૂજા કરો.
3. ઘરના સદસ્ય જે જગ્યાએ વધારે રહે છે ત્યાં તાંબા, ચાંદી કે લાકડાથી બનેલ પિરામિડ લગાવો. આવું કરવાથી વાસ્તુદોષ હટે છે અને ધનનો પ્રવાહ તેજ બને છે.
4. જો ઘરમાં વધારે તણાવભરી સ્થિતિ હોય તો ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર અને કશ્યપની છબીને રાખો આનાથી વાસ્તુદોષ દૂર થાય છે.
5. ઘરના મુખ્ય દ્વાર પર ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરનો ફોટો જરૂર લગાવવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ધનની આવક થશે.
6. ઘરની ઉત્તરદિશામાં પાણીથી ભરેલ માટલું રાખો અને દરરોજ પાણીને બદલો અને એ વાતનું ધ્યાન રાખો કે માટલું ક્યારેય ખાલી ન રહે. આવું કરવાથી સમસ્ત વાસ્તુદોષ દૂર થશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!