આટલી વસ્તુઓને ઘરમાં યોગ્ય 7 જગ્યાએ મૂકવાથી તમે થઈ જશો ધનવાન !! જાણો મહત્વની માહિતી

0

વાસ્તુશાસ્ત્રમાં બૂરી શક્તિઓને નકારાત્મકતા સાથે અને સારી શક્તિઓને સકારાત્મક સાથે સરખાવવામાં આવ્યું છે. ઉર્જાનો પ્રવાહ જેવી રીતે ઘરમાં અને વ્યક્તિ પર હોય છે.એમ તેના સ્વાસ્થય , સૂખ અને સંપતિ પર પણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કઈ એવા નિયમ હોય છે જેનું લાલન પાલન કરવામાં આવે તો તમે નકારાત્મક અસરમાંથી બચી શકાય છે.

તુલસીનો છોડ :વાસ્તુ વિજ્ઞાનમાં એવું બતાવવામાં આવ્યું છે કે બહારથી ઘરમાં આવતા લોકો ઘણી વખત નકારાત્મક ઊર્જાને સાથે લાવે છે. જે લોકો તેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તુલસીનો છોડ રાખે છે. તેમના ઘરમાં આવી નકારાત્મક ઊર્જા પ્રવેશી શકતી નથી.

ઘોડાની આવી તસવીર :વાસ્તુ વિજ્ઞાન અનુસાર, ઘોડાનું ચિત્ર ખૂબ જ શુભ રહે છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે ચિત્રો લાવી રહ્યા છો તેમાં એક નહી પણ સાત ઘોડાઓ હોવા જોઈએ. જો સાત ઘોડેસવાર સૂર્ય દેવના રથ પર હોય તો આ ચિત્ર વધુ ફળદાયી હોય છે. ઘરમાં ગમે ત્યાં આવા ફોટા લગાવવાથી તેનું પરિણામ મળતું નથી. પૂર્વ દિશા તરફ આવા ફોટા મૂકવા શુભ માનવામાં આવે છે.

પહાડ અથવા ઉડતા પક્ષી :મહેમનોનો રૂમ સુંદર હોય એ વાતનુ તો બધા ધ્યાનમાં રાખે. પરંતુ મહેમાનનો રૂમ ફક્ત સુંદર જ હોય ને તમને નકારાત્મક ઊર્જા દ્વારા નુકસાન પહોંચાડશે એવું તો તમે ક્યારેય ન વિચારો. .તમે આ બધું કરવા માંગતા નથી.જો તમે મહેમાનનો સુંદર રૂમ તેમજ વાસ્તુની અનુકૂળતાનો લાભ લેવા માંગતા હો, તો ધ્યાનમાં રાખો કે મહેમાનના રૂમમાં અને મુખ્ય બેઠક પાછ્ળ પહાડ અથવા ઉડતા હોય એવા પક્ષીઓના ચિત્ર લગાવો. આવા ચિત્રો કે તસવીરો આત્મવિશ્વાસ અને મનોબળ વધારે છે.

હવનકાર્ય :

વસ્તુશાસ્ત્રમાં હવનની તસવીરો લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુના સિદ્ધાંત અનુસાર, ઘરમાં અગ્નિ ખૂણામાં એટ્લે કે દક્ષિણ – પૂર્વમાં હવનની તસવીરો લગાવવી જોઈએ, પરંતુ બેડરૂમના અગ્નિ ખૂણામાં હવનની જગ્યાએ સમુદ્રની તસવીર લગાવો. પરંતુ ધ્યાન રાખજો સમુદ્ર શાંત હોય

શંખનું મહત્વ :

વાસ્તુ વિજ્ઞાનમાં શંખનું મહત્વ વધારે બતાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર, શુભ સમય ખાસ કરીને હોળી, રામ નવમીથી, જન્માષ્ટમી, દુર્ગા પૂજા દિવાળી અથવા રવિ પુષ્ય યોગ અથવા ગુરુ પુષ્ય યોગ જેવા વાર તહેવારમાં શંખ ને પૂજા સ્થાનમાં રાખીને દૂપ દીપ વડે પૂજા કરવામાં આવે તો ઘરમાં વાસ્તુદોષ દૂર કરે છે. શક્ય હોય તો સૂર્યોદય સમયે રોજ ઘરમાં શંખ વગાડવો. જે ઘરમાં ને આસપાસના વાતાવરણ અને ઊર્જાસભર બનાવે છે.

ગણેશજીની મુર્તિ :વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારનું ખૂબ મહત્વ છે. વાસ્તુ અનુસાર, જો જો તમારા ઘરનું પ્રવેશદ્વાર જ વાસ્તુદોષ યુક્ત હોય તો વ્યક્તિ લાપર આર્થિક પરિસ્થિતિ પર ખરાબ અસર પડે છે. એટલા માટે જ મુખ્યદ્વારને વાસ્તુદોષથી દૂર રાખવું જોઈએ. તેના માટે મુખ્યદ્વાર પર સ્વસ્તિક અથવા ઓમ્ લગાવવો જોઈએ. તેમજ ગણેશની પ્રતિમાને મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવી જોઈએ, ગણેશની મુરતી સ્થાપીત કરતી વખતે એ ધ્યાન રાખવું કે ગણેશનું મુખ ઘરની અંદર તરફ રહે

રસોઈઘરમાં લગાવો ગણેશની તસવીર :

ગણેશને મંગલકારી માનવામાં આવે છે. પરંતુ વાસ્તુદોષને દૂર કરવા માટે સિંદૂરી રંગના ગણેશનું ખૂબ મહત્વ છે. જે ઘરમાં રસોડુ અગ્નિ ખૂણામાં નથી ત્યાં વાસ્તુ દોષ બને છે. એ વાસ્તુદોષને દૂર કરવા માટે રસોડામાં સિંદૂરી રંગના ગણેશની મુર્તિ સ્થાપીત કરવી જોઈએ. સાથે સાથે મા અન્નપૂર્ણાદેવીની પણ તસવીર લગાવવી જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here