40 વર્ષની દીકરી અને 37 વર્ષના પિતા, પુન:જન્મની છે આ અનોખી સ્ટોરી વાંચવા જેવી છે ..

અહીં એક પુન:જન્મની ઘટના સામે આવી છે. એટલુ જ નહીં પુન:જનમ હોવાનું કહેનાર 37 વર્ષનો વ્યક્તિ તેના ગયા જન્મના દરેક સંબંધ પણ નીભાવી રહ્યા છે. અલવરના પિનાનમાં રહેતા રમેશચંદ્ર ગુરુવાપે તેમના ગયા જન્મની દીકરી પ્રેમદીવીના દીકરાના લગ્નમાં પહોંચ્યા હતા અને તેમના તે જન્મની દીકરી સાથે ઘણી વાતો પણ કરી હતી.

શું છે સમગ્ર ઘટના?

અલવરની ઈસવાના ગામમાં રહેતી પ્રેમદેવીની ઉંમર 40 વર્ષ છે અને તેના પાછલા જન્મના પિતાની ઉંમર 37 વર્ષ છે. રમેશ યોગા ટીચર છે. લગ્નમાં પહોંચેલા ગામના લોકોને જણાવ્યું કે કેવી રીતે તેની યાદશ્કિત પાછી આવી હતી.
આ રીતે યાદ આવ્યો ગયો જન્મ

– રમેશચંદ્રના જણાવ્યા પ્રમાણે ગયા જન્મમાં તે ઈસવાના ગામમાં ધોલારામ મીણા નામના વ્યક્તિ હતા. તેમના લગ્ન મૌતીદેવી સાથે થયા હતા અને 1977માં તેમનું મૃત્યુ પીપળાના ઝાડ પરથી પડીને થયુ હતું.
– મૌતીદેવી તે સમયે પ્રેગ્નેન્ટ હતા અને ધોલારામના મૃત્યુના ત્રણ મહિના પછી તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ પ્રેમદેવી રાખવામાં આવ્યું હતું.
પાસેના ગામમાં જ થયો પુન:જન્મ

– 24 જુલાઈ 1979માં અલવર જિલ્લાના જ જામડોલી ગામમાં ધોલારામનો પુન:જન્મ થયો હતો. આ જન્મમાં તેમનું નામ રમેશચંદ્ર મીણા રાખવામાં આવ્યું હતું.
– જ્યારે રમેશ 3 વર્ષના હતા ત્યારે તેઓ બીમાર થઈ ગયા હતા. ત્યારે તેમની દાદી રમેશને શહેર લઈને ગઈ ત્યારે વચ્ચે ઈસવાના ગામ આવ્યું હતું.
– રસ્તામાં રમેશે ઈસવાના ગામનું લોકેશન જોયુ તો તેને ગયા જન્મની યાદ આવવા લાગી હતી. પરંતુ તે સમયે તેઓ તેમની વાત યોગ્ય રીતે રજૂ નહતા કરી શક્યા અને પોતાની વાત દાદીને સમજાવી નહતા શક્યા.
– આ ઘટના પછી રમેશ હંમેશા તેમની દાદી સાથે તેમના પુન:જન્મ વિશે ઝઘડો કરતા અને કહેતા કે મારા ગયા જનમમાં હું ઈસવાના ગામમાં રહેતો હતો.
– રમેશની ફાઈ ઈસવાના ગામમાં રહે છે. રમેશની દાદીએ તેમના પરિવારના લોકોને મોકલીને તપાસ કરાવી કે શું તે ગામમાં ધોલારામ મીણાનું ઝાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થયુ હતું. તપાસ કરાવતા રમેશની દરેક વાત સાચી નીકળી હતી. ત્યારે લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો.
પત્નીને ગણાવી સિક્રેટ વાતો

– જ્યારે રમેશ છ વર્ષના હતા ત્યારે ઈસવાના ગામમાં રહેતા તેમના ફોઈના ઘરે કોઈકના લગ્ન હતા. રમેશ લગ્નમાં આવ્યા અને કોઈને પૂછ્યા વગર તેમના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ગયા જન્મની પત્ની મૌતીદેવી સાથે વાત કરવા લાગ્યા હતા.
– રમેશે મૌતીદેવીને ઘણાં તેમના સિક્રેટ જણાવ્યા જેથી મૌતીદેવીને પણ વિશ્વાસ આવી ગયો કે રમેશ જ ધોલારામ છે.
– ત્યારથી લઈને અત્યાર સુધી કમેશ તેમના ગયા જન્મના ગામમાં વારંવાર જાય છે. રમેશે પ્રેમદેવીના લગ્નમાં કન્યાદાન પણ કર્યું હતું.
– 2012માં મૌતીદેવીનું હાર્ટએટેકથી અવસાન થયું હતું.
યોગાટીચર છે રમેશ

– રમેશ યોગા ટીચર છે અને જયપુરમાં હોમ વિઝિટ કરીને યોગા શીખવે છે. રમેશની આ જન્મની પત્નીનું નામ ગુડ્ડી દેવી છે. તેમના ત્રણ બાળકો છે. સૌથી મોટા ભગવાન સહાય જયપુરપથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
– દીકરી રેખા મીણાના લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો દીકરો ગૌરવમીણા 10માં ધોરણમાં અભ્યાસ કરે છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!