અમદાવાદના વર્ષાબેન ઘર જેવી ચોખ્ખાઈ અને સ્વાદિષ્ટ પાણીપુરી, લોકો ની રોજ લાગે છે ભીડ વાંચો સ્ટોરી

0

આજકાલ સ્ત્રીઓએ શ્રમ પ્રત્યેની સૂગ છોડી દરેક ક્ષેત્રે મહેનત કરી કમાણી કરી રહી છે. પછી ભલે તે કોઈપણ ક્ષેત્રનું કામ કેમ ન હોય, મહિલાઓ કામ કરવામાં પીછે હઠ બિલકુલ કરતી નથી. આધુનિક મહિલા પોતાના વિચારોથી , પોતાની આવડતથી ઘર ચલાવવા સક્ષમ બની છે. તો ચાલો આજે આ લેખ દ્વારા એવા જ એક વર્ષા બેનની જે કરી રહ્યા છે અમદાવાદમા પાણીપૂરીનો વ્યવસાય. ને તેમના ગ્રાહકો પણ તેમની પાનીપૂરીની ચાતક બની રાહ જોતાં મળે છે.
પાણીપુરીની લારી પર મોટેભાગે ગંદગી જ જોવા મળે છે. પરંતુ જો તમે વર્ષાબેનની પાણીપૂરીની લારી પર જોશો તો તેઓ પાણીપૂરી એકદમ પોતાની સ્ટાઇલથી બનાવે છે નેસાથે સાથે ચોખ્ખાઈનું પણ એટલું જ ધ્યાન રાખે છે. વર્ષાબેન પાણીપૂરી બનાવતા બનાવતા કહે છે કે તે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એકદમ હાઈજેનિક સ્ટાઇલથી પાણીપૂરી બનાવે છે તેમજ તેઓ અલગ અલગ ટેસ્ટના પાણી પણ રાખે છે જે પાનીપૂરીના ટેસ્ટમાં વધારો કરે છે.
તેઓ આ આ વ્યવસાયથી ખૂબ જ સંતુષ્ટ છે જે તેમનો ઉત્સાહ અને ઉમંગ થી જ સાબિત થાય છે. આજકાલ જે લોકો સામન્યવર્ગના છે તે લોકોને હોટેલોની મોંઘી મોંઘી ડિશ બિલકુલ પોસાય નહી. એટ્લે વધારે લોકો સ્ટ્રીટ ફૂડ તરફ જ સંકળાયેલા રહે છે, આમ પણ ભારતની મોટાભાગની પબ્લિક સ્ટ્રીટ ફૂડ અને તેના ટેસ્ટથી જ આકર્ષિત રહે છે. એમાંય જો પાણીપૂરીની વાત આવે તો તો નાના છોકરા હોય કે મોટા..વગેરે પાણીપૂરીની લારી જોઈને ખાવા માટે ત્યાં ઊભા જ રહેતા હોય છે. ખાસ કરીને મોટાભાગની સ્ત્રીઓ સાંજે જ્યારે માર્કેટમાં શાકભાજી કે કોઈ અન્ય વસ્તુની શોપિંગ કરવા માટે આવે છે ત્યારે પાણીપૂરી ટેસ્ટ કરીને જ ઘરે જતી હોય છે. તો એવામાં આ એરિયામાં વર્ષાબેનની પાણીપૂરી હરકોઈની પ્રિય પાણીપૂરી બની ગઈ છે.
આ સ્ટ્રીટ ફૂડ સાથે સંકળાયેલ વ્યવસાય કારોની રોજની કમાણી કરોડોમાં નોંધાય છે. એમાય પાનીપૂરીના વ્યવસાયની કમાણી ગ]હોટેલોની કમાણીને પણ આંબી જવામાં સફળ છે. અને હોય પણ કેમ નહી જે લોકોને ખાવાની વસ્તુ પૂરી પાડે છે એમને આવક પણ થવી જ જોઈએ.
એમાય આ વર્ષાબેનની પાણીપૂરી તો એટલી સ્વાદિષ્ટ હોય છે કે અમદાવાદમા જે કોઈ વિદેશી ફરવા આવે એ વર્ષાબેનની પાણીપૂરી ખાધા ટેસ્ટ જરૂર કરે જ.
તમને વર્ષાબેનની પાણીપૂરી અમદાવાદનાં મણીનગરમાં એલિસબ્રિજ પાસે જરૂર મળશે , એકવાર ટેસ્ટ કરવા માટે ખાસ જજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here