1 વર્ષથી એક રૂપિયા વિના ફરે છે આ યુવાન, આવી રીતે મફતમાં ફરી ચુક્યો છે 21 રાજ્યોમાં, જાણો કઈ રીતે?

0

23 વર્ષીય અભિતેજ એક વર્ષથી ખિસ્સામાં એક રૂપિયો લીધા વગર 21 રાજ્યોમાં ફરી ચૂક્યો છે.

તમે ઘરેથી જલ્દી જલ્દીમાં નીકળવામાં જો પોકેટ ભૂલી જાવ તો શું હાલત થાય?. તેમાં પણ કોઈ અન્ય રાજ્યમાં ફરવા ગયા હોય અને પૈસા ખૂટી પડે તો શું કરવું?. સામાન્ય લોકોને આ તમામ સવાલો મૂંજવતા હશે. પરંતુ હૈદરાબાદના 23 વર્ષીય અભિતેજ બોડાને આવો સવાલ ક્યારેય મુંજવી શક્યો નથી. અભિતેજ છેલ્લા એક વર્ષથી ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વગર ભારત ભમ્રણ કરી રહ્યો છે. યોગાનું યોગ 22 માર્ચે તે જ્યારે જયપુરથી ટ્રકમાં લિફ્ટ માંગીને અમદાવાદ પહોંચ્યો ત્યારે તેના ‘મિશનકેશલેસ ટ્રાવેલ્સ’ને એક વર્ષ પૂર્ણ થયું હતું. તે અત્યાર સુધીમાં 6 હજારવાર લિફ્ટ માગી ચૂક્યો છે.

અભિતેજે 22 માર્ચ 2017ના રોજ દીલ્હીથી આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો:આ દરમિયાન તેણે 6 હજારથી વધારે લોકો પાસે લિફ્ટ માંગી:
 અમદાવાદ પહોંચવા સાથે જ એક વર્ષ કર્યું પૂર્ણ

અભિતેજે 22 માર્ચ 2017ના રોજ દીલ્હીથી આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જેને 22 માર્ચના રોજ અમદાવાદ પહોંચતા 365 દિવસ પૂર્ણ થયા હતા. આ દરમિયાન અભિતેજે પોતાની યુનિક ટ્રાવેલ્સ જર્ની વિશેના અનુભવો શેર કર્યા હતા. જેમાં અનેક રસપ્રદ વાતો બહાર આવી હતી.

અભિતેજ ઈન્ટરનેટ વગરનો મોબાઈલ વાપરે છે:
પૈસા વિના ફર્યો 21 રાજ્યોમાં

23 વર્ષીય અભિતેજ એક વર્ષથી ખિસ્સામાં એક રૂપિયો લીધા વગર ફરી રહ્યો છે અને  અત્યાર સુધીમાં તે 21 રાજ્યોમાં પૈસા વિના ફરી ચૂક્યો છે.

6 જાર લોકો પાસે માગી ચૂક્યો છે લિફ્ટ

આ દરમિયાન તેણે 6 હજારથી વધારે લોકો પાસે લિફ્ટ માંગી છે. માત્ર એટલું જ નહીં, જમવા માટે હોટલમાં વેઈટરની નોકરી પણ કરી છે. અભિતેજ  ઈન્ટરનેટ વગરનો મોબાઈલ વાપરે છે. તે  ગુરુદ્વારા કે મંદીર કે કોઈના ઘરે જમે છે.

અભિતેજે જમવા માટે હોટલમાં વેઈટરની નોકરી પણ કરી છે:અભિતેજ ગુરુદ્વારા કે મંદીર કે કોઈના ઘરે જમે છે:

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!